સીન - ૧ :: ૩ વર્ષ પહેલા , એક રીલેટીવ ના ઘેર સીમંત [ નવા કોડ માં બેબી શાવર કેવાય તે જ તો! ] નો પ્રસંગ ... "ભૂમિકા , તું અંદર લેડીઝ સેક્શન માં બેસવાને બદલે અહી બહાર હિંચકે કેમ બેઠી છું ? તારે તો આજે બધી વિધિ ડીટેલ માં જોવી તી ને શું થયું ? " - ચા નો કપ મારા હાથ માં પકડાવી કેયુરે પૂછ્યું ... એ પ્રશ્ન જેનો જવાબ મારે એને નતો આપવો ...પણ મારી આંખો કદાચ મારા શબ્દો કરતા જલ્દી ને વધુ જ બોલે છે! "કઈ ની, એ તો માસી એ મને એમ કીધું કે અંદર સફોકેશન છે ને ભીડ વધારે છે તો તું બહાર હિંચકે બેસ શાંતિ થી ! એટલે ! " - મેં નીચું જોઇને જવાબ આપ્યો.. મારી આંખો જવાબ આપતા ઢળી જાય એટલે ક્યાંક તો એ આંસુ છુપવાતા હોય, ક્યાંક તો કૈક જુઠ્ઠું બોલાઈ ગયું હોય! ને અચાનક એક વાર્તાલાપ અમારે કાને પડ્યો ... " ભૂમિકા ક્યાં ગઈ ? હમણાં તો જોઈ હતી એને , અંદર દેખાતી નથી ને " "એને મેં બહાર બેસાડી છે , બા ના પડતા તા , એનો ૪ વર્ષ થી ખોળો કોરો છે તો આવા પ્રસંગે એને.... મને પણ ખરાબ તો લાગ્યુ...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)