Skip to main content

Posts

Showing posts from June, 2010

"સ્લોગન ટી-શર્ટ" :: યુથ ફ્રીડમ મંત્ર !!

  " મોમ , આ ફેશન છે , ઇટ્સ ઇન , તને શું ખબર પડે ? " - એક નવા સવા   ટીન્સ ક્રોસ કરી , યુવાની ના પહેલા પગથીયે અટવાતા ,   કોલેજ અને   ગ્રુપ માં "ફેશન સેવી" ને "હેપ" થવા મથતા એવા   "મમ્મા ' સ બોયે"  એની મમ્મી આગળ છણકો કર્યો!   " ફ્રીડમ ઓફ એક્સપ્રેશન   મોમ , તને ના ખબર પડે... ! " –   તાજી તાજી આઉટ ઓફ ફેશન થયેલી મમ્મી એના "બાબલા" ના નવા ટી-શર્ટ પર "અભિવ્યક્તિ સ્વાતંત્ર " ના સિમ્બોલ એવા સ્લોગન ને વાંચી રહી ... "   માય મોમ થીન્ક્સ આઈ એમ વર્જિન !   "  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ફ્રીડમ , લીબર્ટી , સ્વાતંત્ર્ય ...   આજના યુથ માં છવાઈ જવા કોઈ પણ બ્રાંડ , પ્રોડક્ટ કે કંપની માટે સીધી ને સરળ સીડી છે - "યુથ ફ્રીડમ મંત્ર "! આજ ના યુથ ને બધું એક્સપ્રેસ કરવું છે એની સ્ટાઈલ માં -  સ્માર્ટનેસ થી કે બોલ્ડનેસ થી , નફ્ફટાઈ થી કે નફીકરાઈ થી , અલ્લડતા થી કે   સહજતાથી ... અને પાછા દર ૫ મીનીટે આઉટ ઓફ ડેટ થઇ જતા આ યુથ ને કૈક નવું , ડીફરન્ટ અને અપીલિંગ જોઈએ !   ને આવો   જ એક યુથ ફેવ...

એ.સી.પી.સી :: {" [A] એમ તો [C]કલીઅર [P] પણ થોડું [C] કોનટરોવ્ર્સીઅલ !!]

ACPC :: "એડમીશન કમિટી  ફોર પ્રોફેશનલ કોર્સીસ  "  ગુજરાત  સરકાર ની દેર આયે દુરસ્ત આયે જેવી નવી ઓનલાઈન  એડમીશન પધ્ધતિ  માટે વાદ-વિવાદ બંને આજકાલ ચર્ચા માં છે! { વાદ-વિવાદ પણ એમ જોતા મફત પબ્લીસીટી અપાવે તો નફો જ ને! } નવી આવેલી દરેક પ્રથા ને હમેશા વગોવતા રહેવાની આપડી "માણસ સહજ" આદત છે ! જુનું એટલું સોનું ને નવું એટલું ખોટું એવા જડ અભિપ્રાય હમેશા નવી પ્રથા , શોધ કે વિચાર ને અવરોધતો રહ્યો છે!  { જુનું એટલું સોનું માનવા વાળા ઓ ને પ્રશ્ન કે  જુનો સુ-વર કે પત્ની કેટલા કેરેટ ના લાગે છે  ? } ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન એડમીશન માટે  "એડમીશન કમિટી  ફોર પ્રોફેશનલ કોર્સીસ- ACPC " નું ગઠન એ એક સરાહનીય પગલું છે જે જાણકારી ને માહિતી ના અભાવે વિવાદો નો ભોગ બન્યું છે! સંપૂર્ણ એડમીશન પ્રોસેસ  ની ટુ ધ  પોઈન્ટ  વિગતો સ્નેપ શોટ સાથે ACPC  ની ઓફીશીઅલ વેબસાઈટ  http://www.jacpcldce. ac.in/    પર પ્રાપ્ય હોવા છતાં પ્રશ્ન એ છે કે કેટલા વાલીઓએ આ સુલભ અને માહિતીસભર વેબ સાઈટ ઓપન કરવાની પણ જ...

"વર્કિંગ વુમન અને વાંચન! "

“e_વાચક-૨૦૧૦”  માં પબ્લીશ થયેલો મારો ફર્સ્ટ આર્ટીકલ ... http://docs.google.com/fileview?id=0B1xd-zTpPPu7YWE4YzIyNTAtOGM1Yy00YWQyLTgxMDktNGY2MDRjN2UzYjJm&hl=en&pli=1 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ "વર્કિંગ વુમન અને વાંચન! "  " ઉફ્ફ્ફ ...  ૧૦.૩૦ વાગ્યા.. હાશ કેયુર અને હીર પોઢી ગયા હવે જરાક આજ ના ન્યુઝ પેપર પર નજર ફેરવી જોઉં!  પેપર હાથ માં લેતા જ વિચાર આવે છે- " આજે તો મંગળ વાર ... અરેરે રે , આજે તો મહીલ વિશેષ પુરતી હશે! એમાં તે વળી શું વાંચવાનું? ટાઈમ  પાસ કરવા પણ જો એ ભૂલ થી વાંચી જાય છે તો મન માં એક ચચરાટ થઇ જાય છે , એક તો સમય બગડ્યા નો અને બીજો અપરાધભાવ! " મન ચકડોળે ચડ્યું અને અનિચ્છા એ પણ પુરતી ના પાના ફેરવી કૈક વાચવા યોગ્ય મળે તો .. ની શોધ આરંભાઈ... [૧]પતિ ને કેવી રીતે ખુશ રાખવો !  { શું સાસુ માં ને ફોન કરી ને આ ઉપાય પૂછવો વધુ અસરકારક ના રહે? લેખ ને અનુસરતા કયાંક "આપડા વાળા  "  ની જગ્યા એ "બીજી નો" ખુશ થઇ જાય તો ? }  [૨]મન ના માણીગર ના મન સુધી પહોંચવાના રસ્તા! ...

દોસ્તી , મિત્રતા , સંબંધો પણ હવે વર્ચુઅલ !!

દોસ્તી , મિત્રતા , સંબંધો પણ હવે વર્ચુઅલ !! ના રે , ફરી થી  ઓરકુટ , ફેસબુક કે ટ્વીટર ની જ કથા નથી કરવાની{ હાશ , એમ અવાજ ક્યાંથી આવ્યો ? }  !  વાત છે સંબંધો ની...  સંબંધો ની એક નવી કેટેગરી વિકસી  છે પાછલા  ૬-૭ વર્ષો માં ... વર્ચુઅલ દુનિયા માં પાંગરેલા વર્ચુઅલ સંબંધો ની ... અહી દરેક સંબંધ છે , તે ભલે  ભાઈ હોય કે બહેન, અંકલ હોય કે આંટી કે પછી  મિત્ર કે પ્રેમી ... સંબંધ ભલે વર્ચુઅલ હોય , સાથે જોડાયેલી લાગણી રીઅલ છે  !!  "Hi"   "Hello"  "Want to chat?" "Lets see!" "ASL please..."    ઉપરના સંવાદો કદાચ લગભગ ઈન્ટરનેટ નો વપરાશ કરનાર દરેકે ક્યારેક અનુભવ્યા { બોલ્યા અને સાંભળ્યા } હશે જ! યાહુ, એમએસએન , રેડીફ કે એઓએલ ના ચેટ રૂમ માં અજાણ્યા મિત્ર બનાવતા !  પણ એ અજાણ્યે બનેલા મિત્રો માત્ર "ટાઇમ-પાસ" કે "લસ્ટ-પાસ"  હેતુસર જ બનતા ને હેતુ પૂરો થતા વિસરાઈ જતા!  પણ આ ૬-૭ વર્ષ માં વિર્ચુઅલ દુનિયા માં ધરમૂળ થી જાણ...