Skip to main content

Posts

કરપ્શન કે "કર- ઓપ્શન" ?

" સ્કુલ , કોલેજ માં એડમિશન ના લોચા. કે ફેક સર્ટીફીકેટ નું સેટિંગ ! નોકરી માટે ના-કરી એટલી અધધધ ગેર રીતિઓ કે ટેક્સ બચવાની તરકીબો! ગવર્મેન્ટ ના ગોરખધંધા કે પછી સરકાર ની શાહુકારી! શોર્ટ કટ માં સકસેસ મેળવવા ની સાયકિક છતાં લોભામણી "કિક" .... સિકસ્થ પે ના નામે મોંઘવારી ની સુનામી ને એમાં તણાતું ને ખુવાર થતું પ્રાઈવેટ જોબ કરી ને પબ્લીકલી પિસાતું ભારત.... કટકી , બટકી, ટીપ, ખર્ચો , ચા- પાણી , વ્યહવાર , રીત ને રસમ ના નામે [ હરી તારા નામ છે હજાર .... ] , અત્ર-તત્ર-સર્વત્ર કરપ્શન નો કાળો કેર ... કરપ્શન કે "કર- ઓપ્શન" ? ..... " - જાત સાથે પ્રમાણિક બનો !  કરપ્શન ના તો કરો , ના તો કરવા દો! 

૮ માર્ચ :: ઇન્ટર નેશનલ વુમન સ ડે - કે વાર્ષિક મજાક ?

ખાસ નોંધ..  લેખિકા નું પત્ર કાલ્પનિક છે જેમાં મારા અને મારા જેવા ઘણા સર્જકો ની મનોવેદના ના શેડ્સ છે.. [ સર્જકો માં કૃપયા જેન્ડર બાયસ ના ગણવું!  ] આ થી સમઝવું કે - નીચેની પોસ્ટ વાસ્તવિક+કાલ્પનિક છે!  લગતા વળગતા એ બંધ બેસતી પાઘડી પહેરવાની છૂટ છે .. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ શુભેચ્છક ૧ : " બુક નું મુખપૃષ્ઠ સુંદર છે ..  ખુબ ખુબ અભિનંદન .. અમને તો બૌ આનંદ થયો , કે તારી ક્રિએટીવીટી ને પાંખો મળશે ! આમ જ લખતી રહેજે .. અને બુક ની કોપી નઈ મોકલવાની અમને? "  -"હા જરૂર, કુરિયર કરી દઈસ , શુભેચ્છાબદલ આભાર.."...  { ક્યારેય એક છાપું પણ જાતે ખરીદતા હશે કે કેમ? ને બુક ની કોપી લઇ ને શું કરશે એ પ્રાણ પ્રશ્ન!  } શુભેચ્છક ૨ : " મુબારક હો! જોયું ને મેં તો ૬-૮ મહિના પહેલા જ કીધું તુ , તારા માં કઈ ક છે જ! આજે  સવારે જ બુક લઇ આવ્યો! લેયઆઉટ સારું છે , પણ એમ નથી લાગતું કે થોડું લાઉડ છે! અને પેજીસ પણ થોડા રફ નથી ? આમ તો ઠીક જ લાગે છે , પણ થોડી મહેનત કરી હોત તો કોઈ સારા રેપ્યુંટેડ પબ્લી...

તમે કેવા ?? - "કાસ્ટિંગ આઉછ " !!!

":ભુમિકા, મહારાજ જાય છે , હિર ને લઇ ને દર્શન કરી આવ! " - સત્યનારાયણ ની કથા પતી એટલે કેયુરે યાદ કરાવ્યું કે કથા પ્રસાદ ની સાથે સાથે પ્રભુ આરાધના માટે પણ કરવામાં આવે છે!  " હા, હું અને હિર ક્યારના દર્શન કરી આવ્યા! " - હિર ને પ્રસાદ ખવડાવતા મેં પ્રસાદ નો પડિયો અમારા દુર ના સંબંધી , જે અનાયાસે કથા સમયે હાજર હતા તેમને ધર્યો!  "એમ પણ ભગવાન ના કામ માં તો કહ્યું છે ને કે નસીબ માં હોય તો જ દર્શન થાય ને પ્રભુ મળે! અમારા જૈનો માં તો... "- ને અમારા એ વ્હાલા સંબંધી જે નવા સવા જૈનીઝમ માંથી વિષ્ણવીઝમ માં વટલાયા  છે , તેમણે વિના પૂછ્યે જૈન ધર્મ નું મહિમા ગાન શરુ કર્યું!  " એમ પણ ધર્મ ને કર્મ ની વાત તો જેમ જૈન ને વૈષ્ણવ જન સાચવી જાણે છે એમ તો કોઈના ગજા ની વાત નહિ! ભગવાન ના નામે નાટક કરે પણ કઈ મલાજો ના જાળવી શકે એવી જ્ઞાતિ થી મને તો બિલકુલ સુગ છે! ખાસ તો બ્રાહ્મણ ને મહારાષ્ટ્રીયન ! એમના થી ૧૦૦ ફૂટ દુર જ સારા ની તો આપડે પણ અભડાઈ જવાય! "- નવા સવા ધર્મ ને નવી જ્ઞાતિ માં એડજસ્ટ થવા ના ભાવે કે પોતાની આંતર સુઝથી સંબંધી શ્રી અમને બધાને "જ્ઞાતિ વાદ...

હોલીડે સ્પેશીયલ ના ગોટાળા :: મમતા જી -(ફરી પોકારું છું ) સાંભળો છો ?

" હે.. હોલીડે સ્પેશીયલ ટ્રેનસ શરુ થાઇ ગઈ લાગે છે ?" - મારા સેકંડ હોમ, ભિલાડ લેડીઝ કોચ માં પ્રવેશતા ની સાથે જ પરિસ્થિતિ સમજી ગઈ ને અનાયાસે જ મારું ફેવરેટ ભજન ગવાઈ ગયું - "હરી મારા દુખ ના દહાડા.. વ્હાલા એ વેર વાળ્યા...." !  " તમેન કેવી રીતે ખબર પડી હોલી ડે ટ્રેનસ નું? બહાર સ્ટેશન પર કઈ બોર્ડ માર્યું છે નવું? " - અપડાઉન માં નવી સવી નિમિષા એ મૂંઝાઈ  ને પૂછ્યું .. " નિમિષા , યે બાલ હમને ફેશન કે લિયે કલર નહિ કરવાયે ! આઈ મીન... ફરગેટ ઈટ! જો તને આજે આપડા કોચ માં કઈ ચેન્જ ના લાગ્યો ? "- મારા ઓલ્વેઝ ફિલ્મી નાટક થી નિમિષા ટેવાયેલી નઈ એટલે ગભરાઈ જાય!  " હા , આપડો કોચ બદલાઈ ગયો, મને એમ કે ભીડ બૌ છે એટલે.. પણ આટલો નાનો કોચ કેમ મુક્યો હશે?" - આજુ બાજુ જોઇને અચાનક જ પરિસ્થિતિ સમજતા નિમિષાને એક સાથે ઢગલો સવાલો ઉપડ્યા!  " કઈ નઈ રે.. ૧-૨ વેકેશન અપ ડાઉન માં કાઢીશ એટલે તને પણ સમજાઈ જશે આ ઇન્ડિયન રેલ વે નું બખડ જંતર! આ મમતા ની રેલ વે માં સહેજ પણ બુદ્ધિ કે "સમતા" નથી! " - ફિલોસોફી ઝાડતા તો ઝાડી નાખી પછી સમજાયું કે આ શ્રોત્તા ઓ ને આ ...

બાપ ના પૈસે લીલા લ્હેર : કુળ દીપક / મીણબત્તીઓ ની વ્યથા કથા ...

-- "હેય , કમ હિઅર , ઉઉહ લા લા સમ વન ઈઝ લુકિંગ ટુ હોટ ઇન ધીસ ચિલીંગ વિન્ટર ...." -- "આહ , યુ આર ધેર ! થેન્ક્સ સ્વીટી , ઇટ્સ જસ્ટ માઈ ન્યુ હેર ડુ, યુ નો આઈ લવ ચેન્જીસ ... " -- " યેહ , આઈ સરટેનલી નો યુ લવ ચેન્જીસ , યુ હેડ ૧૦ બોય ફ્રેન્ડસ ઇન લાસ્ટ સેમ હની... " -- " નેવર માઈન્ડ! બાય ધ વે,  હુ  ઈઝ ધેટ મેન ઇન રેડ ? વ્હાઈ હી ઇસ નોટ ઇન માઈ લીસ્ટ ? " -- " સ્ટોપ બર્ડ વોચીંગ યુ હોલી કાઉ.. હી ઈઝ ... ઉફ્ફ આઈ ફોરગોટ નેમ.. બટ  આઈ  નો ધ ડીટેલ્સ યુ આર લુકિંગ ફોર ... હી ઈઝ સન ઓફ ધીરુભાઈ ઝવેરી, નંબર ૧. જવેલર્સ અક્રોસ ગુજરાત, ઓન્લી સન  સો સ્પોઈલ્ડ પોટેટો ! ડ્રાઈવ્સ બ્રાંડ ન્યુ યેલો બીટલ ધીસ સેમ.. એન્ડ હી અલ્સો લવ્સ ચેન્જીસ લાઈક યુ , સો કીપ્સ ઓન ચેન્જીંગ ગર્લ ફ્રેન્ડસ ફાસ્ટર ધેન યુ ચેન્જ યોઉર હેર સ્ટાઈલ ! " -- " ઓહ .. આઈ એમ ઓલ રેડી ઇન લવ વિથ હિમ! "  સવાર સવાર માં કેન્ટીન માં સાંભળેલ ઉપર નો સંવાદ કોઈ હિન્દી પિક્ચર ના કેન્ટીન સીન જેવો જ જોઈ લો અદ્દલ!  --- જો તમે એમ વિચારો છો કે કોઈ મુવી ના ડાઈલોગ્સ  છે , તો તમારે કોઈ કોલેજ ...

વાણીયા શ્રીજી ના ભાણીયા ... "પ્રભુ મોરે અવગુણ ચિત ના ઘરો... "

SCENE -1 :: before 8 years...  "હે, સવારે ન્હાયા વગર મંદિરે કેમ જવાય? અને આપડે એક દિવસ માં કેટલી વર દર્શન કરવા જવાનું ? ને દર્શન બંધ કેમ થઇ જાય છે? આ સફેદ કપડા વાળા જાડિયા લોકો કોણ છે ?  અને મનોરથ એટલે શું ?  ને આ વી.આઈ. પી દર્શન શું હોય ? " -  ચારે તરફ કીડી દર માણસો સવાર માં ૫ વાગે.. મને મારી આંખો પર વિશ્વાસ ન તો  આવતો!  "ભૂમિકા , હમણાં ક્વેશ્ચન બંધ કર ને પેલી બાજુ મોમ ની સાથે જા... બધું શાંતિ થી સમજાવીસ.. "- મારા ક્વેશ્ચનમારા  થી હેબતાઈ ગયેલા કેયુર એ મને એક જુદા દરવાજા તરફ ડાઈરેકટ કરી...  "પણ હું તારી સાથે  આવું   તો શું વાંધો છે , બધું નવું છે ને મને નર્વસ ફિલ થાય છે .. હું તારી સાથે જ દર્શન કરીશ... " - મેં જીદ કરી... પહેલી વર મમ્મીજી ને પપ્પાજી સાથે પ્રવાસ ને કેયુર ની ગેરહાજરી માં મમ્મી ની સામે કઈ લોચો [સુરતી નઈ રે... ] ન મારી જાય એ જ બીક હતી!  " ભૂમિકા, સામે જો , તને એક પણ ગર્લ દેખાય છે ? અહી ફીમેલ સેક્શન અલગ છે , તુ હવે તારી લેકચરગીરી બંધ કર ને મમ્મી ની સાથે જતી રહે! " - ...

Its tough for life time....

"Its tough... Its tough to look at the balcony, as i know, you no longer will be waiting for me there... Its tough .. Its tough to even be back to home, as i know, now its no longer HOME, as you are not there... Its tough .... Its tough to touch the same bed, as i know, It no longer have your fragrance... your touch... Its Tough.... Its tough to behave normal, or to talk about life is good, as i know, my eyes are constantly searching for u.... Its tough... Its tough when i turn back to bid bye... as i know, You are not there to say - come back soon with wet eyes! Its tough.... Its tough for life time, with the feel of being Orphan... being alone, being empty! " -- Bhumika , in memories of dearest DAD ...