1st November , 2010 ... "ભૂમિકા , હવે અગ્નિસંસ્કાર આપતી વખતે પાપા ને માટે ટે લીધેલી બધી બધા ઓ મૂકી દેજે... "- ઉર્વી એ પ્રેમથી મારા ખભો પસવારતા કહ્યું .. " હા, તમે બંને બહેનો , પાપા માટે દીકરા સમાન હતી તો અગ્નિ સંસ્કાર પણ તુ અને ઉર્વી જ કરો એવી મમ્મી ની ઈચ્છા છે . "- જીજાજી એ માથે હાથ ફેરવતા કહ્યું ... ૧૨ કલાક માં જ મારા પ્રેમાળ પાપા મારી નજર ની સામે, મારા ને ઉર્વી ના હાથે જ આ દુનિયા ની પળોજણ ને માયા મૂકી , પાછલા ૬-૭ મહિના ની બધી વેદના ઓ અને સંવેદનાઓ ત્યજી નિરાકાર શાંતિ માં લીન થઇ ગયા.. એવી શાંતિ જે અમને કાયમ માટે અકળાવી ગઈ.. "લે થોડી ચા પી લે હવે .. તે કાલ નું કઈ ખાધું નથી " - કેયુર અને હીર મારી પાસે આવી ને બેઠા .. "ના ઈચ્છા નથી ..." - કોણ બોલ્યું , દિલ કે દિમાગ એ મારા સ્થૂળ શરીર ને શું ખબર ? "ભૂમિકા , થોડી ચા પી લે ને પછી આરામ કર.." - જીજાજી એ પ્રેમથી સમજાવી.. ચા નો એક ઘૂંટડો હજુ તો મ્હો માં ગયો ને ત્યાં .... એક ઉબકા સાથે ચા નો હમણાં જ પીધેલો પહેલો ઘૂંટડો ને એની સાથે "બધી લાગણીઓ, પ્રેમ , માયા, વ...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)