Skip to main content

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN,
STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak!
યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark!
કેમ?
આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ?
***
એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો.
અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ.

આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા.
તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે.
સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે.
અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે?
જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે.

અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિત્રો સાથે ગાર્ડનમાં રમી રહ્યા છે. અચાનક ગેલ-ગમ્મતમાં આવીને "સંસ્કારી પરિવાર"નું એક બાળક નજીકમાં રમી રહેલા બાળકોને પથ્થર મારે છે. પાસે રમતા બધા બાળકો પથ્થરના વારથી બચવા ભાગી જાય છે પણ "અસામાજિક પરિવાર"નું બાળક રમવામાં મશગુલ છે અને એટલે એને પથ્થર વાગી જાય છે. અચાનક થયેલા આ હુમલા થી ડરી ગયેલું અને પથ્થરના વારથી ઇજા પામેલું બાળક રડતું રડતું પોતાના પરિવાર પાસે જાય છે. બાળકની હાલત અને માનસિક પરિસ્થિતિ જોઈએં "અસામાજિક" માતા પોતાના બાળકની વ્યથા રજુ કરવા "સંસ્કારી" માતા પાસે જાય છે. "અસામાજિક" માતા "સંસ્કારી" માતા ને પોતાના બાળકને ફરી આમ નહિ કરવા સમઝાવવા વિનંતી કરે છે. "સંસ્કારી" માતા આવી નજીવી બાબતે પોતાના બાળકને ટોકવાનું જરૂરી ના સમઝતા "અસામાજિક"માતાને સમઝાવે છે કે - બાળકોથી તો ભૂલ થઇ જાય. અને એમાં ફરિયાદ નહિ કરવાની. "સંસ્કારી" માટે પોતાના બાળકનો પક્ષ લઈને એનું રક્ષણ કરે છે. "અસામાજિક" માતા નિરાશ થઈને ઘરે પાછી આવે છે. પોતાના બાળકની પીડાથી વ્યથિથ "અસામાજિક" પિતા આ વાતને વધુ સ્પષ્ટતાથી રજુ કરવા ફરીથી "સંસ્કારી" પરિવાર ના ઘરે જાય છે. ફરીથી એની એજ દલીલો સાંભળીને હતાશ "અસામાજિક" પિતા સહેજ ગુસ્સે થઇ જાય છે અને મોટા અવાજે "સંસ્કારી" માતાને પોતાના બાળકને જાળવવાની અને સમઝાવવાની વાત કહે છે.

નાની સરખી વિનંતીમાં વાતનું વતેસર થાય છે. "અસામાજિક" પિતાની ફરિયાદથી "હર્ટ" થયેલી "સંસ્કારી" માતા તુરંત પોતાના પતિ અને પરિવારને આ ઘટનાની જાણ કરે છે અને ક્ષણ વારમાં તો "સંસ્કારી" પરિવાર ગાળો બોલતો-બોલતો "અસામાજિક" પરિવાર પર હુમલો કરી દે છે.  અચાનક થયેલા આ અસભ્ય વર્તન અને હુમલાથી હેબતાયેલો "અસામાજિક" પરિવાર પોતાનો બચાવ કરે છે અને ......
વડીલના તૂટેલા ચશ્મા, પિતાનો ફાટેલો કોલર, માતાને અપશબ્દો અને ધમકી ...... - "અસામાજિક" પરિવારનું બાળક હીબકા ભરતું આ દ્રશ્ય  દરવાજાની પાછળ ઉભું રહીને જોયા કરે છે.
પોતાના પરિવારના સમ્માન અને ગરિમા પાર થયેલા હુમલાના વિરોધમાં "અસામાજિક" માતા પોલીસ સમક્ષ રજૂઆત કરવાનો નીર્ધાર કરે છે. ના, વેર ભાવથી નહિ! પણ ફરીથી આવી ગુંડાગર્દી અને દાદાગીરી ના થાય એની બાંહેધરી લેવા!

"અસામાજિક" માતા અડધી રાતે પોલીસ સ્ટેશન જઈને પુરી ઘટના-ફરિયાદ એક અરજી સ્વરૂપે લખાવે છે અને વિનંતી સુરે કહે છે કે-મારે સામા પક્ષને સજા નહતી અપાવવી પણ મારા પરિવાર ને ન્યાય અપાવવો છે! આ ઘટના સમયે એ ટાઉનમાં કોઈ બીજા સ્થેળે થયેલા કોઈ ગંભીર ગુનામાં પોલીસ ફોર્સ વ્યસ્ત હોઈ, ફરિયાદ લખનાર પોલીસ "અસામાજિક" માતા ને બાંહેધરી આપે છે કે કાયદો એમને ન્યાય અપાવશે! બીજા દિવસે જરૂરી પગલાં લેવાની ખાતરી આપે છે.  કાયદા વ્યવસ્થા અને પોલીસ ફોર્સમાં વિશ્વાસ રાખતી "અસામાજિક" માતા ન્યાય મેળવવાની આશા સાથે પોતાના ઘરે પાછી ફરે છે.
બીજા દિવસે પોલીસ કઈ જ પગલાં લેતી નથી!
"અસામાજિક" માતા-પિતા વિશ્વાસ સાથે બીજા દિવસની સાંઝે ફરી પોલીસ સ્ટેશન ના પગથિયે જઈને ઉભા રહે છે.
"તમારી ફરિયાદ પર અમે કાલે જ કડક પગલાં લઈશું! નિશ્ચિંન્ત રહો! અમને માત્ર સામ પક્ષનો ફોન નંબર લાવી આપો!"- પોલીસનો રુઆબદાર યુનિફોર્મ ઠસ્સા સાથે કહે છે.
"અસામાજિક" માતા-પિતા ઘરે જઈને સામ પક્ષનો ફોન નંબર નોંધે છે. અને બીજા દિવસ ની સવારે ફોન નંબર આપવા એક વાર ફરી પોલીસ સ્ટેશન જઈને ઉભા રહે છે.
"હમમમ, શું કેસ છે તમારો? શું એક્શન લીધા અમે? તમારા વિરુદ્ધ ગંભીર ગુણ અને ફરિયાદ આપી છે સામ પક્ષે!"-ખાખી યુનિફોર્મ બદલાયેલા અને ખોખલા અવાજે કહે છે.
"પણ સર, અમે તો બે દિવસ પહેલા...." - "અસામાજિક" પિતા નિર્દોષભાવે પ્રશ્ન પૂછવા જાય છે.
"ગંભીર આરોપ છે તમારા પાર. અને સામ પક્ષે પણ બે દિવસ પહેલા જ ફરિયાદ આપી છે! સામ-સામે બેસીને ચર્ચા કરો કે શું કરવું છે! જો સમાધાન કરો તો ઠીક નહિ તો બધાને જેલના સળિયા પાછળ નાખવા પડશે!"-પોલીસ ના યુનિફોર્મમાંથી કરડાકી અને લંપટતા છલકાય છે!
"પણ સર, અમે એજ રાતે આવીને પહેલા ફરિયાદ કરીને પુરાવા...."- "અસામાજિક" માતા અકળાઈને કહે છે...
"અમને કાયદો શીખવાડશો તમે? ખબર છે શું- ફરિયાદ આપી છે સામ પક્ષે? -- તમારા પતિએ એમના ઘરમાં બળજબરીથી ઘુસીને એમની પત્ની નો હાથ પકડીને ધાક-ધમકી-ગાળો આપી અને એમના બાળકોને છત પરથી નીચે ફેંકી દેવાની ધમકી આપી. તમારા પરિવારમાં અસામાજિક-ગુંડા તત્વો છે અને તમારાથી એમને અને એમના પરિવારના જીવ ને જોખમ છે!-- ખુબ ગંભીર! નોન-બેલેબલ ઓફેન્સ!"-ખાખી યુનિફોર્મ ખોખલા રૂઆબથી કહે છે.
"પણ સર, ઘરની બહાર ઉભા રહી ને ઘરની અંદર ઉભેલી વ્યક્તિ- ટેક્નિકલી 10 ફૂટ કરતા દૂર હોય એનો હાથ પકડવો કેમ શક્ય છે? અને અડધી સોસાયટી ત્યાં હાજર હતી! તમે કોઈને પણ પૂછી શકો છો જો મેં ધાક-ધમકી આપી હોય તો!"- "અસામાજિક" પુરુષ નિર્ભીક અવાજમાં પોતાનો પક્ષ રજુ કરે છે.
"સર આજ સુધી ક્યારેય ગુસ્સા માં મને ગાળો નથી આપી કે મારો હાથ નહતી પકડ્યો, તો બીજાની પત્નીનો હાથ તો કોઈ કાળે તેઓના જ પકડી શકે! અને સર, જો આ ફરિયાદમાં લખ્યું છે એવું સાચે બન્યું હોય તો - મારા પતિ અને પરિવાર વિરુદ્ધ હું જાતે આવીને ફરિયાદ લખાવી જાઉં- એવા અમારા સંસ્કાર અને ખુમારી છે!"- "અસામાજિક" માતા તદ્દન જુઠ્ઠા આક્ષેપો થી અકળાઈને કહે છે.
"બેન, સ્ત્રી ફરિયાદ કરે એટલે અમારે માનવું જ પડે! તમને ખબર નથી ભારત દેશના કાયદા સ્ત્રી સુરક્ષા માટે કેટલા કડક છે! એક સ્ત્રી ફરિયાદ કરે એટલે.."- પોલીસના યુનિફોર્મ માંથી નારી-સુરક્ષા અને વુમનએમ્પાવરમેન્ટની સ્પીચ ચાલુ થઇ.
"કેમ સાહેબ હું સ્ત્રી નથી? મેં ફરિયાદ નથી કરી?"- "અસામાજિક" માતા પૂછે છે.
"એમ નહિ બેન! તમારી અને એમની ફરિયાદ માં ફરક છે!"-સમઝાવટ શરુ થાય છે.
"સર, એમ તો હું પણ મારી ફરિયાદમાં છેડછાડ-ગાળાગાળી-છેડતી-સેક્શ્યુઅલ અબ્યુઝ ને બીજું ઘણું બધું લખાવી શકતી હતી! પણ અમારો વાંક એટલો જ કે અમે માત્ર જે બન્યું એ જ લખાવ્યું! માત્ર સાચું બોલ્યું!"-"અસામાજિક માતાને ઘણું બધું બોલવું હતું પણ વ્યર્થ લગતા ચૂપ થઇ ગઈ.
"સર, તમે હુકુમ કર્યો ને અમે હાજર થઇ ગયા!"- અચાનક "સંસ્કારી" પિતાની એન્ટ્રી થઇ..
"આ ફરિયાદમાં તમે જે લખાવ્યું એ બધું સાચું છે? દિલ પાર હાથ મૂકીને કહો!"- અકળાયેલી "અસામાજિક" માતાએ "સંસ્કારી" પિતાની પૂછપરછ શરુ કરી!
"તમે ફરિયાદમાં એમ લખાવ્યું કે અમે નશામાં હતા, તો અમે આ બધું લખાવ્યું! હિસાબ ચોખ્ખો!"-એકદમ નફ્ફટાઈથી "સંસ્કારી" પિતાએ કહ્યું.
"અહીં આપણે હિસાબ પૂરો કરવાનો છે?"-"અસામાજિક" માતા બોલી અને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પેન લઈને સમાધાનના પેપર્સ પાર સહી કરી દીધી.
"તમારે લાંબુ કરવું હોય અને ઝગડો કરવો હોય તો હું રેડી જ છું! મને તો જેલના સળિયા પાછળ જવામાં કોઈ વાંધો નથી! પણ હું તો બહાર તરત આવી જઈશ પણ તમૅ..." - "સંસ્કારી" પિતાએ હસતા હસતા કહ્યું.

3-4 ખાખી કલરના યુનિફોર્મ અને 2-3 સંસ્કારી સજ્જનોની વચ્ચે "અસામાજિક" માતા-પિતાને ગૂંગળામણ થવા લાગી અને એ બંને તરત પોલીસ સ્ટેશનની હદની બહાર નીકળી ગયા. જાણે કોમામાંથી બહાર આવ્યા હોય એમ બંને જણાએ ઊંડો સ્વાશ લીધો!

"રાત્રે 11 વાગે પછી કઈ કોર્ટમાં વકીલ ફરિયાદ ટાઈપ કરી આપે છે? અને જો ખરેખર સામ પક્ષે તે જ રાતે ફરિયાદ આપી હતી તો એમનો નંબર મંગાવવાનું નાટક કરવાની પોલીસને શું જરૂર પડી? અને ફરિયાદ આટલી સંગીન હતી તો આપણી ફરિયાદ પાર લખેલા આપણા નંબર પર કેમ પોલીસે ફોન ના કર્યો? કેમ આપણે સાચા છે એ જાણવા છતાં પોલીસે આપણને મદદ કરવાની જગ્યાએ....."-"અસામાજિક માતા" ખુબ બધા પ્રશ્નો એક સાથે પૂછી ગઈ.
"48 કલાક સુધી પોલીસે આપણને રમાડ્યા નથી! એમણે તો એમનું કામ કર્યું છે! પાગલ તને નથી ખબર?- 48 કલાક પછી નશાનો ટેસ્ટ નેગેટિવ આવે છે? અહીં બહાર હોટેલ જેવું ભાવ પત્રક નથી પણ ત્યાં અંદર કાયદો એજ કરન્સીમાં વેચાય છે! આપણો ન્યાય પણ એમજ વેચાઈ ગયો! સત્યવાદી હરિશ્ચંદ્ર બનવા જાવ તો એમની જેમ જ ભોગવવું પડે!"

***
અને હવે તમને મુદ્દો સમઝાયો?
"અસામાજિક"  અને  "સંસ્કારી" એ બે લેબલ આપવા પાછળનો મર્મ સમઝાયો?
 

***
પહેલો મુદ્દો છે- પેરેન્ટીંગ-બાળ  ઉછેર અને બીજો મુદ્દો છે -સ્ત્રી સુરક્ષાના કાયદાઓનો દુરુપયોગ!
ના, હું આ બંને મુદ્દાઓ પાર કોઈ પ્રવચન નહિ જ આપું, કેમકે જે કહેવું છે તે વાર્તામાં કહી જ દીધું છે અને તમે સૌ એનો સાર સમઝવા સમર્થ છો!
પણ આ વાર્તા કહીને મારે તમને કંઈક બીજું જ કહેવું છે!
મારે તમને સતર્ક કરવા છે!
* તમે સીધા, સરળ, સાચા, ન્યાયપ્રિય અને શાંત હોઈ શકો પણ આખો સમાજ એવો નહિ હોય!
* ઊંધા લોકો સામેં સીધા રહીને ક્યારેય જીતી નહિ શકાય!
* કોઈ પણ કાયદાકીય ફરિયાદમાં પોતાની સુરક્ષા માટે પરિવારની મહિલાની હાજરી અને ઉલ્લેખ તમને મોટી સમસ્યાથી બચાવી શકે છે.
* કાયદો કે પોલીસ સિસ્ટમ સાથે ડીલ કરતી વખતે ઓળખાણ-રેફ્રન્સ વાપરવા અનિવાર્ય છે! સામાન્ય માણસને કોઈ સિરિયસલી લેતું નથી!
* તમે સત્યવાદી હરિશ્ચંદ્ર હશો પણ સામેનો પક્ષ પણ સત્યવાદી હોવો જોઈએ એ અપેક્ષા ખોટી છે! કાયદો મેન્યુપ્યુલેશન અને કાયદાના દાવ-પેચ રમનારની જ ફેવર કરે છે!
* છેલ્લે- કોઈ પણ ઝગડા/પ્રોબ્લેમ/હાથાપાઇ/ મારામારીમાં પુરુષ કઈ નહિ કરે તો પણ સ્ત્રી એને એક ફરિયાદ માત્રથી ફસાવી શકે છે... પણ સ્ત્રી જો પુરુષને મારે, ગાળો આપે તો સિસ્ટમ કઈ જ નહિ કહે. આ સત્યનો જરૂર પડ્યે ઉપયોગ કરવો- પોતાની રીતે ન્યાય મેળવવા!
અને છેલ્લે મારે કૈક કહેવાઉં છે! દિલ થી....
-- આઈ એમ સોરી! હું દિલગીર છું. હું માફી માંગુ છું- પુરુષ સમાજની બે હાથ જોડીને!

કેમ?
સ્ત્રી સુરક્ષા માટે સારા ઉદ્દેશ્યથી બનાવેલા કાયદાઓનો દુરુપયોગ કરનાર દરેક સ્ત્રી તરફથી હું આજે માફી માફી  છું- કેમકે આ કાયદાઓ ની જડતા અને અસંવેદનશીલતાથી પુરુષસમાજ ને જે નુકશાન થયું છે, થાય છે કે ભવિષ્યમાં થવાનું છે તે-અસાધ્ય અને અમાનવીય છે.

માત્ર ભારતીય સંસ્કૃતિને અનુરૂપ કપડા પહેરવાથી અને રીતિરિવાજના કોચલામાં જીવવાથી પોતાની જાતને "સંસ્કારી" અને સુશીલ સમઝનાર અને છતાં કાયદા નો દુરુપયોગ કરીને બીજા પુરુષની પ્રતિષ્ઠા અને સમ્માનને છિન્નભિન્ન કરનારી "સંસ્કારી" નારી/માતાની સામે એક "અસામાજિક" નારી/માતાની આ હાર- કાયદો , સમાજ વ્યવસ્થા અને સિસ્ટમની હાર છે.  

લિખિતંક,
"અસામાજિક" માતા
( ભુમિકા )

Comments

Popular posts from this blog

"While wiping Evil thoughts from devil Head! "

"Finish your household stuff early today. today Bhabhi is visiting us with her parents. [bhabhi - my beloved jethani , who s more friend n less jethani!] ,should i bring some cold-drink from out? " - keyur asked me takin last Byte of RAJBHOG! [ RAJBHOG - on every saturday  keyur keeps fast, so we do have a heavy menu for dinner, n i call it rajbhog. , FAST - in our definition, havin Fast means just changing menu, eat lots of fruits/ moraiyo/sabudanani khichadi/ sukibhaji/bataka ni chhin/ waffers/ sabudana na vada... n list goes on!, i may not be too good in cookin variety of Routine Food, but i am master in cooking "FARADI FOOD" !] "Ahha, thats Good. why dont u bring fanta/mirinda/mango drink [ as this drinks resembles to juice, they provide good choice!] ? dont forget to bring fruity for hetvi! she will not have anything else then that! , hey keyur - have i told you ,-You Are the Best husband in the World? " - i smiled back, knowing keyur will not a

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સોશિય

I think - We need to talk!

Time : 7.55 AM Venue: Drawing Hall, BVM [ i wonder how huge drawing rooms BVM has... its a real Engineering Institute! UNIQUE!] Scene :: Whole Drawing hall filled with Geeks.... today target is "OS- Operating System"! All Future Engineers are quite prepared well to crack internals , as it is first paper [ more energy, more preparation, more hopes... gradually it evaporates!] and the stronger reason was the faculty who teaches this subject! subject is taught by Prof. N.M.Patel, have no words to describe his intelligence! but how quick he is in learning n applying the gained knowledge, can be explained by a joke all BVMites cracked very often - " If Prof. N.M.Patel needs to learn Car driving, he will simply get 10-20 books titled as "Learn car driving in 24 hours" or similar, read it thorough and will drive smart enough to win a car race!" ... He was/is/will always be considered a GEM of BVM! "Your time starts now... start writing... All the be