Skip to main content

Posts

Showing posts with the label સાયબર બુલીંગ

લાઈફ સફારી~102 : સાયબર બુલીંગ-બાત નિકલેગી તો ફિર દુર તલક જાયેગી..

*** ધારોકે તમારી દીકરી કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે . બાળપણથી સાથે રમતા - ભણતા મોટા થયેલા મિત્રો પૈકી કેટલાક એની સાથે કોલેજમાં ભણે છે . એ પૈકી કોઈ પાડોશી - સહ્ધાયાયી યુવક તમારી દીકરીને પ્રેમ - પ્રસ્તાવ આપે છે જેનો તમારી દીકરી ઇનકાર કરે છે . તમે પોતાની દીકરીને એના નિર્ણયમાં સહકાર અને સપોર્ટ આપો છો . એક પક્ષીય પ્રેમમાં ઘવાયેલો યુવક તમારી દીકરીની પજવણી શરુ કરે છે . આવતા - જતા દીકરીનો પીછો કરતો એ યુવક શક્ય દરેક પ્રકારે તમારી દીકરીને માનસિક તાણ આપે છે . અને રહી સહી કસર પૂરી કરવા ફેસબુક અને બીજી સોશિયલ નેટવર્કીં સાઈટ્સ પર અભદ્ર લખાણ સાથે તમારી દીકરીના ફોટા પોસ્ટ કરે છે . ઝનુનની બધી હદો પાર કરી ગયેલ એ યુવકના ત્રાસથી કંટાળેલા તમે તેના પરિવારને સમઝાવવાનાં બધા પ્રયાસો કરી ચુક્યા છો , છતાં પજવણી - સતામણી દિવસો દિવસ વધતી જ જાય છે . આવી પરિસ્થિતિમાં તમે શું કરશો ? - નારી સશક્તિકરણ અને દીકરી પઢાઓનાં બણગા ફૂંકનારા મોટાભાગના વાલીઓ પોતાની દીકરીની વાત આવતા...