દોસ્તી , મિત્રતા , સંબંધો પણ હવે વર્ચુઅલ !! ના રે , ફરી થી ઓરકુટ , ફેસબુક કે ટ્વીટર ની જ કથા નથી કરવાની{ હાશ , એમ અવાજ ક્યાંથી આવ્યો ? } ! વાત છે સંબંધો ની... સંબંધો ની એક નવી કેટેગરી વિકસી છે પાછલા ૬-૭ વર્ષો માં ... વર્ચુઅલ દુનિયા માં પાંગરેલા વર્ચુઅલ સંબંધો ની ... અહી દરેક સંબંધ છે , તે ભલે ભાઈ હોય કે બહેન, અંકલ હોય કે આંટી કે પછી મિત્ર કે પ્રેમી ... સંબંધ ભલે વર્ચુઅલ હોય , સાથે જોડાયેલી લાગણી રીઅલ છે !! "Hi" "Hello" "Want to chat?" "Lets see!" "ASL please..." ઉપરના સંવાદો કદાચ લગભગ ઈન્ટરનેટ નો વપરાશ કરનાર દરેકે ક્યારેક અનુભવ્યા { બોલ્યા અને સાંભળ્યા } હશે જ! યાહુ, એમએસએન , રેડીફ કે એઓએલ ના ચેટ રૂમ માં અજાણ્યા મિત્ર બનાવતા ! પણ એ અજાણ્યે બનેલા મિત્રો માત્ર "ટાઇમ-પાસ" કે "લસ્ટ-પાસ" હેતુસર જ બનતા ને હેતુ પૂરો થતા વિસરાઈ જતા! પણ આ ૬-૭ વર્ષ માં વિર્ચુઅલ દુનિયા માં ધરમૂળ થી જાણ...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)