Skip to main content

Posts

Showing posts with the label કરપ્શન

શોર્ટ ક્ટ , સગવડ , વ્યહવાર , ખાવું-પીવું ને ગાવું ----- "આઈ એમ અન્ના ! "

" હે , આજે "પૂહ" નથી દેખાતી ને ? ઓય્ય જાડી તું કેમ આજે ભીલાડ માં? કેમ મોડું થઇ ગયું? ડુમ્મસ ભજીયા ખાવા ગઈ હતી કે લોચો ખાવા ચોક ગઈ હતી ?" - ધીરેથી રોજની જગાએ તશરીફ ગોઠવતા સ્વાતી ની પીન દબાવાઈ ગઈ, એને જાડી કહીને !  રોજીંદી એક જ ઘરેડ જીવવાની જાણે આદત થઇ પડી છે ! જેમ ઘેર ૧-૨ જણા ની ઘેરહાજરી હોય તો ચિંતા થાય, કંઇક એવુંજ અમારે ટ્રેન ના કમપાર્ટમેન્ટ માં પણ છે, એક નાનું કુટુંબ - જ્ઞાતિભેદ , વય ભેદ, વિચાર ભેદ  કે પરિસ્થિતિ ભેદ હશે  પણ જ્યાં લગીરે  લાગણી ભેદ નથી એવું કુટુંબ ... "દીદી , પ્લીઝ હું જાડી નથી, હા ચબ્બી કેવાય પણ જાડી ? " - સ્વાતી નો કાયમ નો ડાયલોગ .. કદાચ એને ઓળખતા બધા ને યાદ રહી ગયો હશે !! "પૂહ ,  ને આજે લેટ થાવાનું છે કદાચ , આવતી જ હશે.. આજે એને પ્રેક્ટીકલ માં કંઇક ઉંદર કાંડ થયું છે એવું કૈક કેહતી હતી !" - વાળ સરખા કરી આઈ  લાઈનર લગાવતા સ્વાતી બોલી.. "જાડી , તને હવે રાત્રે કોણ  જોવાનું કે આઈ લાઈનર ને મેકઅપ બગાડે છે ? " -  કદાચ સ્વાતી નો  મન્થલી મેક-અપ એક્સપેન્સ એક મિડલ ક્લાસ ના મન્થલી બજેટ ને ઓવરટેક કરી જતો હોય તો નવાઈ ન...

કરપ્શન કે "કર- ઓપ્શન" ?

" સ્કુલ , કોલેજ માં એડમિશન ના લોચા. કે ફેક સર્ટીફીકેટ નું સેટિંગ ! નોકરી માટે ના-કરી એટલી અધધધ ગેર રીતિઓ કે ટેક્સ બચવાની તરકીબો! ગવર્મેન્ટ ના ગોરખધંધા કે પછી સરકાર ની શાહુકારી! શોર્ટ કટ માં સકસેસ મેળવવા ની સાયકિક છતાં લોભામણી "કિક" .... સિકસ્થ પે ના નામે મોંઘવારી ની સુનામી ને એમાં તણાતું ને ખુવાર થતું પ્રાઈવેટ જોબ કરી ને પબ્લીકલી પિસાતું ભારત.... કટકી , બટકી, ટીપ, ખર્ચો , ચા- પાણી , વ્યહવાર , રીત ને રસમ ના નામે [ હરી તારા નામ છે હજાર .... ] , અત્ર-તત્ર-સર્વત્ર કરપ્શન નો કાળો કેર ... કરપ્શન કે "કર- ઓપ્શન" ? ..... " - જાત સાથે પ્રમાણિક બનો !  કરપ્શન ના તો કરો , ના તો કરવા દો! 

" CCC - સર્ટીફીકેટ without એક્ઝામ :: ગોરખધંધા ગવર્મેન્ટ સુધી !"

"ભૂમિકા ,  કાલ  થી તું આ કામ્પર્ત્મેન્ત માં ના જોઈએ અમારે ! " -પલ્લવીબેન ની વોર્નિંગ સાંભળી ક્યારથી ચાલી રહેલા ડિસ્કશન માં મેં ધ્યાન લગાવ્યું!  "હમમમ " - મેં સાંભળું છું નો નાનો સંકેત આપ્યો!  " જેમને વાત ના કરવી હોય ને ખાલી બુક્સ વાંચવી હોય કે ગીતો સંભાળવા હોય કે પોતાના લંગર સાથે ફોન પર વાત કરીય કરવી હોય એ બધાની હું કાલથી જગ્યા નહિ લાવું! " - પલ્લવીબેન એ મારી સાથે એક સામટા ૨-૩ જણા ને ઝપાટા માં લીધા! પલ્લવીબેન નવસારી થી આવે અને અમારા ૧૦-૧૨  ના ગ્રુપ માટે લડી ઝગડીને પણ જગા લાવે! એટલે અમારા પર ગુસ્સે થવાનો એમનો પાક્કો હક!  " ચાલો મેં બુક મૂકી દીધી , હવે ફરમાવો , આજે કોનો વારો છે ? " - મારી અડધી વંચાયેલી "એબોવ એવરેજ " ને પર્સ માં પછી મૂકી અને આજના ટાર્ગેટ ની ઇન્ક્વાયરી શરુ કરી!  "તમે બધા તો કોઈ ની કઈ ખબર જ નથી રાખતા! આ ઉષાતાઈ ની કાલે એકસામ હતી તે કોઈએ બેસ્ટ ઓફ લક કેવા ફોન કરેલો ? "- પલ્લવીબેન એ વાત શરુ કરી ને બધા ને આજનું ટાર્ગેટ મળી ગયું!  અમારા ગ્રુપ ના "મધુબાલા" ની જાજરમાન બ્યુટી  , "માધુરી" ની મોહક સ્માઈલ અ...