*** “તે સામા પાંચમ કરી છે?” – પ્રશ્ન “ના.”- જવાબ “શું? તે સામા પાંચમ નથી કરી?”-પ્રતિપ્રશ્ન ૧. “તે સાચ્ચે જ સામા પાંચમ નથી કરી?”-પ્રતિ પ્રશ્ન ૨. “તે કેમ સામા પાંચમ નથી કરી?”- પ્રતિ પ્રશ્ન ૩. “!@!#!$#$#%^%(*”-જવાબ. ૩૦ ઓગસ્ટ એટલેકે શનિવારે હાલમાં જ ઋષિ પંચમી ગઈ. આપણી ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે “સામા-પાંચમ”નું વ્રત પણ ઉજવાય છે. અને આગળ ઉપર લખેલ સંવાદ લગભગ દર વર્ષે મારી સાથે રીપીટ થાય છે. અને દર વર્ષે મને કૈક અલગ અને વિચિત્ર પ્રશ્નો થાય છે- જેનો જવાબ આખરે આ વર્ષે મારે જાતને અને મારા જેવા આવા પ્રશ્નો વિચારતા સૌને જ આપવો છે! વાત અહી કોઈની ધાર્મિક માન્યતા દુભાવવાની કે ધર્મ-રીતી-રીવાજનો વિરોધ કરવાની નથી! વાત છે માત્ર લોજીકલ-વૈજ્ઞાનિક-ધાર્મિક કારણ શોધી એની આજના સમયમાં યોગ્યતા ચકાસવાની! સૌથી પહેલા “સામા પાંચમ”ના વ્રત અંગે ગુગલદેવને પૂછ્યું તો આવો જવાબ મળ્યો- પિરિઅડ્સ દરમિયાન – પહેલા દિવસે છોકરી ચાંડાલીની, બીજા દિવસે ડાકણ, ત્રીજા દિવસે ધોબણ સમાન છે અને ચોથા દિવસ પછી ન્હાયા અને માથું ધોયા પછી જ એ પવિત્ર થાય છે! અને આ અપવિત્ર દિવસોમાં પરિવારમાં કોઈને અડવાથી, રસોઈ...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)