Skip to main content

Posts

Showing posts with the label દીકરી

અસ્તિત્વ ખોજ :: ઉગવા , પાંગરવા ને વિકસવા માટે ની જગદ-ઓ-જાહેદ...

P.S. :: કાલ્પનિક અને વાસ્તવિક વિષયવસ્તુ ::  "ભૂલો ભલે બીજું બધું માં-બાપ ને ભૂલશો નહિ... અગણિત છે ઉપકાર એના એહ વિસરશો નહિ ..." ટીવી પર લોકલ ચેનલ ની પ્રભાત ભક્તિ પ્રોગ્રામ માં સુમધુર ભજન વાગી રહ્યું અને ... " આ નવી પેઢી ના નવા તાયફા ...  આ તે વળી કેવું ? -- વર્ષો થી ચાલી આવતી પરંપરા છે કે લગ્ન કરી ને સાસરે જાય એટલે સ્ત્રી ને જ એડજસ્ટ કરવું પડે. બીજા ના ઘર માં રેવાનું ને પોતાની ચરબી બતાવાની એ તો વળી કેવું? -- ગમશે, ચાલશે, ફાવશે પર તો સ્ત્રી નો સંસાર ચાલવો જોઈએ.. અને પતિ અને કુટુંબ ની ઈચ્છા ને સેવા માટે તો સ્ત્રી નો જન્મ છે !  -- જો આટલું પણ ના સમજાય તો તો તારો જન્મારો જ એળે ગયો રે ...  -- સ્ત્રી ને તો કેવી સ્પેસ , મોકળાશ ને મિત્ર ?  -- પુરુષ ને તો પચ્ચીસ લફડા ને કામ હોય, ઘર ને વર ને સાંભળી ને બેસે એ જ સન્નારી !  #@$#@%$^%$^&%&*^*%^&@#$@#%$#@%$^@^%^%$^$^%#^%$#&#%^ " રુકાવટ કે લીયે ખેદ હે ... મગજ એ પણ આગળ ના ડાયલોગ સાંભળવાની કે પ્રોસેસ કરવાની ના પાડી દીધી.. મારું ઘર, મારું કુટુંબ ને મારું અસ્તિત્વ .... બધું જ એક પળ માટે ધૂંધળું...

આ પાણો એટલે ???

સીન - ૧ ::  ૩ વર્ષ પહેલા , એક રીલેટીવ ના ઘેર સીમંત [ નવા કોડ  માં બેબી શાવર કેવાય તે જ તો! ] નો પ્રસંગ ... "ભૂમિકા , તું અંદર લેડીઝ સેક્શન માં બેસવાને બદલે અહી બહાર હિંચકે કેમ બેઠી છું ? તારે તો આજે બધી વિધિ ડીટેલ માં જોવી તી ને શું  થયું ? " - ચા નો કપ મારા હાથ માં પકડાવી કેયુરે પૂછ્યું ... એ  પ્રશ્ન જેનો જવાબ મારે એને નતો આપવો ...પણ મારી આંખો કદાચ મારા શબ્દો કરતા જલ્દી ને વધુ જ બોલે છે!  "કઈ ની, એ તો માસી એ મને એમ કીધું કે અંદર સફોકેશન છે ને ભીડ વધારે છે તો તું બહાર હિંચકે બેસ શાંતિ થી ! એટલે ! " - મેં નીચું જોઇને જવાબ આપ્યો.. મારી આંખો  જવાબ આપતા ઢળી જાય એટલે ક્યાંક તો એ આંસુ છુપવાતા  હોય, ક્યાંક તો કૈક જુઠ્ઠું બોલાઈ  ગયું હોય!   ને અચાનક એક વાર્તાલાપ અમારે કાને  પડ્યો ...  " ભૂમિકા ક્યાં ગઈ ? હમણાં તો જોઈ હતી એને , અંદર દેખાતી નથી ને  "  "એને મેં બહાર બેસાડી છે , બા  ના પડતા તા , એનો ૪ વર્ષ થી ખોળો કોરો છે તો આવા પ્રસંગે એને.... મને પણ ખરાબ તો લાગ્યુ...

"મારું ઘર " ....

" પપ્પા , તમે સમજો ને ! હમણાં રસોડા નું કામ કાઢવાની શી જરૂર છે ? તમારા  બે માંથી કોઈ  સાજુ માંદુ થશે તો આ જ સેવિંગ્સ કામ લાગશે ! ખોટા ખર્ચા ની શું જરૂર છે ? " - વિચાર્યું તું કે મમ્મી ની બૌ ઈચ્છા છે તો ની ટોકુ તો પણ જે સાચું લાગતું હતું એ કહેવાઈ જ ગયું !  " મમ્મી જીદ કરે છે તો ભલે ને બૌ વર્ષે થોડો ખર્ચો થઇ જાય! તબિયત ને શું થવાનું છે ! તું નાહક ચિંતા ના કર! " - પપ્પા એ શાંતિ થી મને સમજાવાનો પ્રયાસ કર્યો.. પણ વ્યર્થ! "પણ પપ્પા ..."-   " બસ હવે કઈ ડિસ્કશન નઈ... તારી મરજી તારે "તારા ઘેર" ચાલવાની અહી નઈ! ખબર છે ને હવે રેશન કાર્ડ માંથી પણ તારું નામ કમી કરાવી દીધું છે! " - પપ્પા એ હસતા હસતા કીધું પણ જાણે એ ક્યાય ઊંડે દુખ્યું!  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ " આ પીચ પર વાત કરવાની તારે ચાલુ રાખવાની હોય તો ગોરવા   શિફ્ટ થઇ જા ! "  - કેયુર નો વખત-દર- વખત નો જુનો ને જાણીતો ડાઈલોગ ! " મારા ઘર માં હું કહું એમ જ થાઉં જોઈએ! " - અજાણતા બોલાયેલા શબ્દો ફરી થી ક્યાંક ઊંડે...

વ્હાલના દરિયા માં લાગણી વર્સીસ જવાબદારી ની સુનામી ...

"Have I told you how good it feels to be me, when I'm in you? I can only stay clean when you are around. Don't let me fall. If I close my eyes forever, would it ease the pain? Could I breathe again? Maybe I'm addicted,  I'm out of control,  but you're the drug  that keeps me from dying.  Maybe I'm a liar,  but all I really know is  you're the only reason I'm trying ... " "ભૂમિકા , આ કેવો રીંગ ટોન રાખ્યો છે ? તારા મોબાઈલ ને સાઈલેન્ટ કર અથવા રીસીવ કરી ને વાત કર.. અમને  તારી રીંગ ટોન થી અમારા આજ ના ઇન્ટરેસટીંગ ડિસ્કશન માં ડીસ્ટર્બ થાય છે! " - પલ્લવીબેન ઉવાચ.. "હા રે , ઉર્વી [મારી એક ની એક વહાલી બેન ] નો ફોન છે , આ ચેપ્ટર પતવા જ આવ્યું છે , હું એને કોલ બેક કરી દૈસ.. તમે તમારા  " મેલ વર્સીસ મોબાઈલ ના ડીફરન્સ " નું ડિસ્કશન ચાલુ રાખો! "- કાન કથા માં હતા ને નજર કિતાબ માં , મલ્ટીપ્રોસેસિંગ નો ફંડો કોને કહ્યું નવો છે ? હું તો વર્ષો થી એપ્લાઇ કરતી આવી છું ..  ...