Skip to main content

હોલીડે સ્પેશીયલ ના ગોટાળા :: મમતા જી -(ફરી પોકારું છું ) સાંભળો છો ?

" હે.. હોલીડે સ્પેશીયલ ટ્રેનસ શરુ થાઇ ગઈ લાગે છે ?" - મારા સેકંડ હોમ, ભિલાડ લેડીઝ કોચ માં પ્રવેશતા ની સાથે જ પરિસ્થિતિ સમજી ગઈ ને અનાયાસે જ મારું ફેવરેટ ભજન ગવાઈ ગયું - "હરી મારા દુખ ના દહાડા.. વ્હાલા એ વેર વાળ્યા...." ! 


" તમેન કેવી રીતે ખબર પડી હોલી ડે ટ્રેનસ નું? બહાર સ્ટેશન પર કઈ બોર્ડ માર્યું છે નવું? " - અપડાઉન માં નવી સવી નિમિષા એ મૂંઝાઈ  ને પૂછ્યું ..
" નિમિષા , યે બાલ હમને ફેશન કે લિયે કલર નહિ કરવાયે ! આઈ મીન... ફરગેટ ઈટ! જો તને આજે આપડા કોચ માં કઈ ચેન્જ ના લાગ્યો ? "- મારા ઓલ્વેઝ ફિલ્મી નાટક થી નિમિષા ટેવાયેલી નઈ એટલે ગભરાઈ જાય! 

" હા , આપડો કોચ બદલાઈ ગયો, મને એમ કે ભીડ બૌ છે એટલે.. પણ આટલો નાનો કોચ કેમ મુક્યો હશે?" - આજુ બાજુ જોઇને અચાનક જ પરિસ્થિતિ સમજતા નિમિષાને એક સાથે ઢગલો સવાલો ઉપડ્યા! 
" કઈ નઈ રે.. ૧-૨ વેકેશન અપ ડાઉન માં કાઢીશ એટલે તને પણ સમજાઈ જશે આ ઇન્ડિયન રેલ વે નું બખડ જંતર! આ મમતા ની રેલ વે માં સહેજ પણ બુદ્ધિ કે "સમતા" નથી! " - ફિલોસોફી ઝાડતા તો ઝાડી નાખી પછી સમજાયું કે આ શ્રોત્તા ઓ ને આ બધું ના પચે!!!  

ને આખું  કમપાર્ટમેન્ટ મને એવી રીતે ઘુરવા લાગ્યું જાણે હું નેક્સ્ટ રેલ મીનીસ્ટર બનવા ભાષણ આપતી હોઉં!

"ના સમજાયું ને? ભૂમિકા ને બૌ સીરીયસલી નઈ લેવાની , એને આમ લેકચરબાજી કરવાની આદત છે! જો હવે વેકેશન શરુ થવાના એટલે નવી હોલીડે સ્પેશીયલ ટ્રેનસ શરુ કરવી પડે ને ? " - ઇનાક્ષી બેન એ શાંતિ ને સરળતા થી સમજાવાનો પ્રયાસ કર્યો! 
" હા , પેપર માં પણ આવું કૈક આવ્યું તુ, મારી પાસે કટિંગ છે... " - અને કોકી માસી એમના જાદુઈ ઝોલા માં કટિંગ શોધવા માં બીઝી થાઇ ગયા, "હેપ્પી  ટુ હેલ્પ" ભાવે...
"કોકી માસી.. તમે આનું પણ કટિંગ સાચવ્યું છે! ધન્ય છે! "- અહોભાવ થી હું કોકીમાસી ની નિસ્વાર્થ ૨૪*૭ મદદ ભાવના ને વંદી રહી! 

"જો નિમિષા, બૌ સિમ્પલ છે.. તારી ઘેર તહેવાર છે, બૌ બધા મહેમાન આવાના છે , ને એ માટે શાકભાજી લેવા એક્સ્ટ્રા રુપયા નથી , ફ્રીઝ માં કોબી, રીંગણ, ફ્લાવર, વટાણા ને એવું બધું શાક થોડું થોડું પડ્યું છે! તો શું કરવું પડે? "- આટ આટલા વર્ષ થી જુદી જુદી ઇન્જીન્યરીંગ કોલેજીસ માં જુદી જુદી બ્રાંચ ને જુદા જુદા યર્સ માં વેરાઈટી ઓફ સ્ટુડન્ટસ ને ભણાવી બીજું કઈ આવડ્યું કે નઈ ખબર નઈ, સ્ટુડનટ્સ ના લેવલ પર એમને સમજાય એવી ભાષાના ઉદાહરણ આપવામાં કાબેલિયત આવી ગઈ છે! 

"એમાં શું છે! ગભરાવાનું નઈ, બધું શાક  ભેગું કરી ને પંચકુટીયું શાક બનાવી દેવાનું! વેરાયટી પણ લાગે ને સ્વાદ પણ જામે ! " - પોતાના ક્ષેત્ર ની વાત કરતા જેમ બધા ફોર્મ માં આવી જાય એમ કુકિંગ ની વાત થી નિમિષા રંગ  માં આવી ગઈ!
 [ ને મને વિચાર આવ્યો-  કુકિંગ ની વાત માં મને કેમ આમ જુસ્સો નઈ આવતો હોય? અને  પલ્લવીબેન નો જવાબ આ જ ક્વેશન માટે યાદ આવ્યો- તુ પોતાની જાત ને ફીમેલ્સ માં  ગણે છે ? ]

" એકદમ પરફેક્ટ! આપડા રેલ્વે વાળા પણ આજ તો કરે છે! જો વેકેશન માં નવી હોલીડે સ્પેશીયલ શરુ કરે ,ઢગલા બંધ , પણ આ વેકેશન ના ૩-૪ મહિના માટે કોણ નવા કોચ નો ખર્ચો કરે? એટલે પંચ કુટીયું ટ્રેન બનાવે ! આ ટ્રેન નો પેલ્લો ડબ્બો ને પેલી ટ્રેન નો છેલ્લો ડબ્બો કરતા કરતા દરેક ટ્રેન ના સરસ ને સ્પેશીયસ ડબ્બા ગપ્ચાવીને , મારી મચડી ને નવી હોલી ડે  બનાવી પાડે! પાછું જે ડબ્બા પચાવ્ય હોય તેના માટે પબ્લિક બુમો ના પાડે એટલે વધેલા ઘટેલા નાના ને નક્કામાં કોચ જે તે મારેલા સારા કોચ ની જગાએ જોડી આપે! જાણે  કેટરીના ની પ્રોક્સી માટે રાખી સાવંત ને નચાવો એવો ઘાટ થાય! "- છેલા એક વિક થી જે વાંચવા નો પ્રયાસ કરું છું પણ ગપ્પા મારવામાં સકસેસ નથી મળતું એ "ડોટ કનેકટેડ " ને સાઈડ પર મૂકી ને મેં જ્ઞાન પ્રસાર નું મારું નિસ્વાર્થ કમ આગળ ધપાવ્યું! 

" થોડી થોડી સમજ પડી! પણ દી, વેકેશન તો વર્ષ માં ૨ વાર આવે , ને હોલીડે સ્પેશીયલ પણ ૨ વર ચાલુ થતી જ હશે ને બંને વેકેશન માં , તો પછી નવા કોચ તો વપરાઈ જ જવાના ને! તો નવા કોચ કેમ ના બનાવે ? 
અને આ નાના કોચ માં અપ ડાઉન વાળા ને વેકેશન નું એક્સ્ટ્રા ક્રાઉડ કેમ સમાય એ કોઈ ના વિચારે?  "- નિમિષા એ નિર્દોષભાવે એવી વાત કહી દીધી કે જે કદાચ રેલ વે વાળા ની જાડી  બુદ્ધિ ને અડે પણ નહિ! 

  " આપડે નવરા છે , આવી નાની નાની વાતો વિચારવા ! આવા ફાલતું પ્રશ્નો નું એનાલીસીસ કરવા અને એના  પોસીબલ આન્સર શોધવા .. 
પણ રેલ વે વિભાગ તો બૌ બીઝી છે! પોત પોતાના ઝોન માં પોલીટીક્સ , ઉપર ની  કમાણી ને ટાંટિયા ખેંચ માંથી નવરા પડે તો આપડા રેલ્વે મીનીસ્ટર, રેલ વે અધિકારીઓ કે રેલ્વે ના એમ.એસ.ટી યુનિયન લીડર નું ધ્યાન આવી ક્ષુલ્લુક બાબતો પર જાય ને! 
 "વર મરો, વધુ મરો પણ મારું તરભાણું ભરો " - ના ન્યાયે ભલે ને એમ.એસ.ટી પેસેન્જરસ ની હાલાકી વધે, નોકરી કરવી હશે તો લટકી ને કે છાપરે ચઢી ને જશે! 
ભલે ને વરસ ના વચલે દહાડે બાળકો, પત્ની ને સામાન સાથે નીકળતા મુસાફરો રઝળી પડે , પાસ ધારકો સાથે સુરતી શ્લોક્બાજી કરી ને ઝગડી પડે , રીઝર્વેશન વગર આવે તો ભોગવે! 
તત્કાલ માં રીઝર્વેશન ના મળે પણ જો  ટીટી ની જી હજુરી કરી એને ચા-પાણી નો ખર્ચો આપો તો સેટીંગ થાઇ જ ગયું સમજવાનું , ભલે ને તત્કાલ માં આગળ હોય "લાયક મુસાફર"  એ ધક્કે ચઢે ! 
નવી શરુ કરેલી ને ઓડ ટાઈમે ગોઠવેલી લાંબા અંતર ની હોલી ડે સ્પેશીયલ એક તો સ્ટેશન ઓછા કરે અને એટલે જ તો ભાડું વધુ હોય! તો ભલે ને વચ્ચે ના નાના સ્ટેશન જનારા અને ભાડા માટે બીજા બજેટ પર કાપ મુકનારા મુસાફરો ને હોલીડે સ્પેશીયલ નો લાહવો ના મળે, સરકાર ને તો નવી શરુ કરેલી હોલીડે ટ્રેનસ ના આંકડા માં રસ છે, જશ ખાટવા ને વોટ વસુલવા  , 
- કોણ એ હોલીડે સ્પેશીયલ વાપરે છે, કોના ભોગે વાપરે છે ને કેટલી ખાલી જાય છે આ "સ્પેશીયલ ટ્રેન" એની કોને પડી છે ?  " - બારી ની બહાર સુરત જંકશન નું બોર્ડ જોયું ને સમજાયું , લેકચર પત્યું , બધા  ૨ ઘડી વિચાર કરશે ને ભૂલી જશે! શું બદલાશે? ને કોને ફર્ક પડશે ? 

મને ફર્ક પડે છે! ને હું શરૂઆત કરીશ , બદલાવ માટે  .. અંદરથી જવાબ આવ્યો!
ને લાસ્ટ વેકેશન ની જેમ જ વોર પ્લાન  (- રેલ વે ના નઘરોળ ખાતા ની સામે) મનોમન  મંડાવા લાગ્યો! ...

{
  ગયા વેકેશન ની અમારો જગ્દોજહેદ , વાંચો અહી ::
}



Comments

Harsh Pandya said…
jordar...

વસ્તુ એ છે કે કરવા ખાતર કરતી જોબ હોય એટલે એટલું કન્સર્ન ન લેવાતું હોય.બાકી હજીય ટ્રેઈન જેવી મુસાફરીની મજા બસમાં નથી આવતી...બાય ધ વે,વોર પ્લાનમાં મારે લાયક હોય તો ચોક્કસ કહેજો.. ;)

Popular posts from this blog

Vidyanagar revealed : few snaps, many memories.....

BIRLA VISHVAKARMA MAHAVIDYALAYA   A PREMIER INSTITUTION OF  CVM FOUNDED IN  1948 Motto:  Work is Worship First Approved by Government as grant paid College More than  16000  engineers Graduated. Degrees offered –  B.E. ,  M.E.  and  PhD C-Cube....  A cyber cafe , a cafe , where one can enjoy his/her space as well as the food with friends!  A place i love the most!  the day when i had seen a new building of hotel in place of it, i remember , i had cried like have lost some one very dear! Ajay book stall :: A small store of books in 1999, is now a real big super book stall, where you can find any technical or non-technical book!  Its situated at nana bazar! Bhaikaka Library::  Almost all students have enjoyed reading in this huge library!  Nasta house ! jay yogeshwar nasta house!  chai/c...

મમતાજી બેનર્જી જી જવાબ આપો :: મહિલા અનામત કે મહિલા-આના-મત ?

" ભીલાડ ટુ ભીલાડ .... મોર્નિંગ ૮:૧૫ ટુ ઇવનિંગ ૮:૦૦ ... "અપ ડાઉન" કહો કે "કમ્યુટીંગ " ... એની એક મઝા પણ છે અને સજા પણ!  અને લકીલી છેલ્લા ૬ વર્ષ થી મને અપ ડાઉન ની જાહોજલાલી નસીબ છે!  અલબત્ત સોર્સ અને ડેસ્ટીનેશન સીટી બદલાતા રહે છે! પહેલા અમદાવાદ થી બરોડા વચ્ચે  અને હવે અંકલેશ્વર થી સુરત વચ્ચે  !  મિત્રો કહે છે તારી અડધી જિંદગી તો ટ્રેન માં જ જવાની!  એક રીઢા ગુનેગાર ને  જેમ જેલ ની સજા માં પણ એક મજા આવે છે... તેમ હું પણ આ ટ્રેન , રેલવે  સ્ટેશન, લેડીઝ  કંપાર્ટમેન્ટ  ની આદી થઇ ગઈ છું!  મારા ટ્રેન મિત્રો ની મારી જિંદગી માં એક ખાસ જગ્યા છે! સવાર સાંજ ટ્રેન માં એક જ કમપાર્ટમેન્ટ માં બેસવાથી એકબીજા સાથે એક અજીબ લાગણી નો સંબંધ બંધાઈ જાય છે અને જે વાતો-દુખ સગા ને નથી કરી શકતા તે ટ્રેન-ફ્રેન્ડ ને કરવા રૂટીન બને છે! દિવસ ના ૪ કલાક [જાગૃત અવસ્થા માં ] જ્યાં કુટુંબ સાથે રહેવા નથી મળતું ત્યારે જેમની સાથે  આ ૪ કલાક ગાળીએ છે એ મિત્રો સગા થી વિશેષ છે!  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~...

"I dont want my daughter to be IDEAL ...."

" No bhumika... dont take it seriously... Its routine for me... He is keep on doing this since last 2 years.. He will just stare and follow... He just dnt understand any language!  " - trupti said in heavy tone! " WTF!! but why? why dont u just slap him... or let me do it for u! damm he s following you since last two years.. and u let him do it! do you know what harm he can do to you dear?" - trupti , my train friend was sharing her worries which made my anger blow! "I know bhumika, I tried all, my friends had fight with him, they threaten him...! we tried all ways... but he is the same he used to be since last 2 years.. he knows i am married... yet. .. and if  i will slap him all around[all commuters] will come to know about  the matter and will think i am not having good moral character... , or if i  will inform my husband/father, what they will think @ me? .. forget it! " - trupti explained the prob! { I wondered, if target was me, how many ...