Skip to main content

Posts

Showing posts with the label ચોકલેટ

"એક ભગવાન ને ચડે છપ્પનભોગ ને એક ભગવાન ને બાળપણ નો પણ ભોગ ! "

" આ આજના દિવસ ની ૪ થી ચોકલેટ થઇ! હીર ના દાંત પડશે પછી પાછા આવશે જ ની આ ફ્રિકવન્સી થી એ ચોકલેટ ખાવાનું ચાલુ રાખશે તો! "-  હું પોતે પણ ચોકલેટ ની દીવાની , પણ હીર ની હેલ્થ માટે કદાચ હું વધારે કોન્શિયસ !!!  "હમણાં નઈ ખાય ચોકલેટ તો ક્યારે ખાશે ? એની ઉંમર છે ચોકલેટ ખાવાની ! અને હીર બીમાર પડે ત્યારે ડોક્ટર પાસે તો હું લઇ જાઉં છું પછી તું કેમ ઉંચી નીચી થાય છે ? " - કેયુરે ફ્રીઝ માં થી ડેરી-મિલ્ક કાઢી ને હીર ને પકડાવી ..  ને હીર ના મોઢા પર જંગ જીત્યા ની ખુશી દેખાઈ!  .......................................................................................................................................... આજે તો ફ્રીઝ માં ચોકલેટ રેવા જ ના દઉં એમ વિચારી ને મેં બચેલી 1 ડેરી મિલ્ક ને ૫ ઇક્લેર્સ મારા પર્સ માં સરકાવી .. લેટ થઇ ગયું આજે!  રોજ ના શીડ્યુલ માં હીર ની સાથે સવાર ના પહોર માં બ્લોકસ રમવાનું આજે પહેલી વાર થયું! તબિયત ખરાબ ના હોય તો હીર એની મમ્મી ની જેમ જ નાટક કરે , એમ વિચાર્યું ને મન માં જ હસી પડી!  રોજ ના ટાઈમ કરતા ૧૦ મિનીટ લેટ, મન માં ગ...