SCENE -1 :: before 8 years...
"હે, સવારે ન્હાયા વગર મંદિરે કેમ જવાય? અને આપડે એક દિવસ માં કેટલી વર દર્શન કરવા જવાનું ? ને દર્શન બંધ કેમ થઇ જાય છે? આ સફેદ કપડા વાળા જાડિયા લોકો કોણ છે ? અને મનોરથ એટલે શું ? ને આ વી.આઈ. પી દર્શન શું હોય ? " - ચારે તરફ કીડી દર માણસો સવાર માં ૫ વાગે.. મને મારી આંખો પર વિશ્વાસ ન તો આવતો!
"ભૂમિકા , હમણાં ક્વેશ્ચન બંધ કર ને પેલી બાજુ મોમ ની સાથે જા... બધું શાંતિ થી સમજાવીસ.. "- મારા ક્વેશ્ચનમારા થી હેબતાઈ ગયેલા કેયુર એ મને એક જુદા દરવાજા તરફ ડાઈરેકટ કરી...
"પણ હું તારી સાથે આવું તો શું વાંધો છે , બધું નવું છે ને મને નર્વસ ફિલ થાય છે .. હું તારી સાથે જ દર્શન કરીશ... " - મેં જીદ કરી... પહેલી વર મમ્મીજી ને પપ્પાજી સાથે પ્રવાસ ને કેયુર ની ગેરહાજરી માં મમ્મી ની સામે કઈ લોચો [સુરતી નઈ રે... ] ન મારી જાય એ જ બીક હતી!
" ભૂમિકા, સામે જો , તને એક પણ ગર્લ દેખાય છે ? અહી ફીમેલ સેક્શન અલગ છે , તુ હવે તારી લેકચરગીરી બંધ કર ને મમ્મી ની સાથે જતી રહે! " - સામે દાદરા પર મારી રાહ જોઈ રહેલા મમ્મીજી તરફ ઈશારો કરી કેયુરે શોર્ટ માં સમજાવ્યું !
સફેદ કપડા માં આસ પાસ ભેદી રીતે ફરતા સ્થૂળકાય પુરુષો, દૂધ ને શાકભાજી નાં ચઢાવા ની ધમધમતી બોલીઓ , લાઈફ માં પહેલી વખત જોયેલ હાઇલી અનોર્ગેનાઈઝ્દ રીતે ધક્કા મુક્કી કરતી માનવ મેદની ...
ક્યાંથી જવું , ક્યાં જવું, કેમ જવું... એ ન વિચાર માં રસ્તો શોધતી મમ્મી પાસે પહોંચું એ પહેલા એ જ સફેદ વાઘા વાળા સ્થૂળકાય એલિયન જેવા ભાઈ મારી નજીક ફીમેલ ઝોન માં આવી ને કઈ બબડવા લાગ્યા ..
ધ્યાનથી સંભાળતા શબ્દો પકડાયા - " સ્પેશીયલ દર્શન, વી.આઈ.પી દર્શન, મનોરથ ના દર્શન " , અને આશ્ચર્ય થયું આવું તો વર્ષો પહેલા થીયેટર ની બહાર કાળા બજારીયા ઓ ગણગણતા .. " ૧૦ કા ૨૦ ... ૧૦ કા ૨૦..."
.................................................................................................................
SCENE 2 :: 14 th January , 2011 ..
"મનોરથ ના દર્શન ? ના, હું નહિ આવું.. તને ખબર છે મને સખત અણગમો છે આ ગોરખધંધા થી ! હું એકલી દર્શન કરી આવીશ, તમે બધા મનોરથ ના દર્શન માં જાવ... " કોઈ ની વાત નો વિરોધ ના કરવો પણ પોતાને જે સાચું લાગે એ જ કરવું ના નિયમે મેં કેયુર[ મારા પતિદેવ ] ની નારાજગી વહોરી !
" ભૂમિકા , આ ટ્રીપ પર આપડે એકલા નથી આવ્યા , આપડી સાથે આખું કુટુંબ છે અને બીજા ૨૦ જાના ના સેન્ટીમેંનટ્સ નો પણ આપડે વિચાર કરવો પડે! સિદ્ધાંતો , વિરોધ ને એવું બધું તારી બુક્સ માં સારું લાગે, રીયાલીટી માં ગમે કે ના ગમે બધા ની ઈચ્છા અનુસાર જ રહેવું પડે! અને એક જ દિવસ નો સવાલ છે ને એમાં તારા સિદ્ધાંતો બુઠ્ઠા નઈ થઇ જાય! પણ જો તુ સામે પડી ને નહિ આવું તો - તને ખબર જ છે આમ પણ તારે ઓછા શ્લોક નથી સંભાળવા પડતા! " - કેયુર ના પ્રેક્ટીકલ વિચારે મેં હાર સ્વીકારી .. [ એમ પણ કુટુંબ સિવાય ના દરેક મોરચે હું એકલે હાથે લડી લઉં એટલી સક્ષમ ... પણ ...]
મનોરથ ના દર્શન... એટલે કે વી.આઈ.પી. દર્શન... એક દિવસ માટે અમારે વી.આઈ.પી બનવાનું હતું!
મંગળા ના દર્શન માટે સવારે ૧-૨ કલાક પહેલાથી તપ કરતા ભકતો કરતા પહેંલ શ્રીજી અમારા પર ખુશ થયા !
અને મન માં કૈક ખટક્યું કે દર્શન માં પણ "અનામત " ?
"મની" ભાઈ ના વજન ના જોરે દર્શન માં પણ લાગવગ ને ભક્તો માં પણ પ્રાયોરીટી ?
મનોરથી ઓ ના ટોળામાં ની એક હું આજુ બાજુ ના બીજા વી.આઈ.પી ભક્તો ને જોઈ રહી!
"બા ધીરેક થી! સંભાળીને , પડી જવાશે! " - હજુ તો હું મારું વાક્ય પૂરું કરું એ પહેલા તો સફેદ કપડા વાળા એક જાડિયા ચૌબા ના ધક્કા થી બા ગબડી પડ્યા!
અને મેં ગુસ્સા થી ચૌબા ને ધક્કો માર્યો !
પણ એ શ્રીજી નો વ્હાલો ભક્ત તો "સન્મુખ ઝાંખી " ની અત્યાર સુધી બંધ રાખેલી લાઈન માં ખોટી રીતે વધારાની કામની ની લ્હાય માં એક વી.વી.આઈ.પી ભક્ત કુટુંબ ને ગોઠવવા માં બીઝી હતો તો મારો નાનો સરખો ધક્કો તો એ જાડિયા ને અડ્યો પણ નઈ!
"આ લાઈન બંધ છે એમ તમે હમણાં ૧ મિનીટ પહેલા જ મને કહ્યું! સન્મુખ માં આજે કોઈ નઈ જાય એમ પણ કહ્યું! " - મેં જાડિયા ની સામે જઈને પૂછ્યું!
" તુ તારું કમ કર.. મારી મરજી જેને જવા દેવા હોય જવા દઉં.. દર્શન કરો ને આગળ જાઓ! મેં જે કહ્યું હોય એ , થાય એ કરી લો! " - જાડિયા ચૌબા એ એની ભક્તિ ને શક્તિ બતાવી!
"તારા ધક્કા થી આ બા પડી ગયા , અને બાય ધ વે આ તારા બાપ ની હવેલી નથી! ને કયા મુર્ખ એ તને અહી આ ગોરખધંધા કરવા ગોઠવી દીધો છે ? અહી બધા જ શ્રીજી ના ભક્ત છે , તો ઉપરના ખર્ચા પાણી માટે આમ તારી સવલતે સન્મુખ ની લાઈન ખોલવાની ને બંધ કરવાની પરમીત ટે કોની પાસે લીધી? " - ખોટું તો સહન ના જ કરું એ મારો નિયમ ઘર ની બહાર બધે જ પાળું છું!
"શ્રીજી ના એટલે જ ભક્ત છો ને ગોરખધંધા ની આટલી જ ચીઢ છે તો અહી વી.આઈ.પી દર્શન માં શું કરો છો! જાવ ને બહાર બીજા ભક્તો સાથે ભીડ માં આવો! " - નફ્ફટાઈ થી બીજા વી.વી.આઈ.પી બકરાઓ ની શોધ માં એ જાડિયો બીઝી થઇ ગયો ...
ફરી મન કામધંધે લાગ્યું - " જો પૈસા લઈને વી.આઈ.પી દર્શન કરવાનો શિરસ્તો ખોટો છે , તો શું પૈસા આપવા વાળા બમણા ખોટા નથી ? "
"ભૂમિકા , કોની સાથે ઝગાદથી હતી અંદર? " - પપ્પાજી ના એક પ્રશ્ન થી વિચારો નું દ્વંદ્વ યુદ્ધ ખોરવાઈ ગયું!
"કઈ નહિ પપ્પા , એ તો કોઈ ની ભૂલ બતાવ ગઈ હતી ને મને સામે એન્લાર્જડ અરીસા માં મારી જ ભૂલ દેખાઈ ગઈ! " ... પપ્પા ના સમજ્યા , પણ હું સમજી ગઈ!
શ્રીનાથજી એટલે કે નાથદ્વારા -- એવી પવિત્ર ધરતી જ્યાં સાક્ષાત શ્રીજી નો વાસ હોવાનું કહેવા છે ત્યાં દર્શન ના નામે , દૂધ ને સામગ્રી ના ચઢાવા ના નામે , મનોરથ ના નામે, ગાય ના ઘાસ ના નામે , અરે જૂતા ચપ્પલ , મોબાઈલ ને સમાન સાચવવા ના નામે કોણ જાણે કેટ કેટલા રૂપિયા વેરાઈ ને વીણાઇ રહ્યા હતા આસ પાસ!
શું નાથદ્વારા મંદિર કમિટી કુંભકરણ નિંદ્રા માં છે?
શું ભક્તો દ્વારા મળતા અધધધ દાન નો કોઈ હિસાબ રખાય છે ?
મંદિર માં પ્રસાદ તો વિનામૂલ્યે ના મળવો જોઈએ ?
કોકીલાબેન અંબાણી ને બીજા કેટલાય પહોંચેલા ટ્રસ્ટીઓ પણ શું આ ગેરવ્યવસ્થા અનુભવી નથી શકતા ?
"વાણીયા ભગવાન ના ભાણીયા" એમ કહેવાય છે તો આ વ્હાલા વૈષ્ણવ ભાણીયા ઓ શા માટે આવા ગોરખધંધાઓ ને પોસવા નું બંધ નથી કરતા?
"પ્રભુ મોરે અવગુણ ચિત ના ઘરો..."
NOTE ::
No personal offenses intended!
Comments
Please write your blog in english too or if possible in hindi. I did the same please see my blogs at
http://www.csi-india.org/web/csi/discuss-share/blogs/-/blogs/impact-of-cs-education-in-indian-villages;jsessionid=97E3DAD929BFCE66CD3BC44EC90129E8?_33_redirect=%2Fweb%2Fcsi%2Fdiscuss-share%2Fblogs
bhums, i faced the same thing wht u faced..and i guess i hv wrote in one of my fb status too[u remember na? ;)]
well, here i like to mention one of the quote by Geeta, પ્રજાનામ ધારયતિ ધર્મ: means religion is something tht holds the public...so,માણસના મન ના લૂપ હોલ્સ ધર્મના લૂપ હોલ્સ બનતા જાય એમાં ખોટું નથી.હું તો કહું છું કે હજી એકાદ વાર ત્યાં જઈને સ્ટીંગ ઓપરેશન કરો...મજ્જા આવશે ને કૈક સારું કર્યાનો સંતોષ બી મળશે..કીપ રોકિંગ...
Aaj kal gorakhdhandha badha j fields ma pravesi chukya chhe..Bhagvan pan emathi bakat nathi..
Very nicely represented in ur typical laguage style..
Snehal Gandhi
Hay Ho !
Things do change if we wish to!
and we have to initiate ne how for the change -thats what i believe!
i feel schools also have same or more politics, power , money n curruption involved this days!
whats my point is, at least at micro level one should think or act for change!
no one is doing and nothing will happen will never solve nething..
no one is doing- but i am hopeful n i will try can atleast plant a seed of hope for better future!