*** “બદલાવ જરૂરી છે! આ ખાડાવાળા રસ્તાઓ, આ ઉભરાતી ગટરો, આ બિસ્માર સરકારી હોસ્પિટલ્સ, આ કરપ્શનથી છલકાતી સરકારી ઓફિસો! ભારતને જરૂર છે બદલાવની! એવા નેતાની જે દેશને પોતાના ઘરની જેમ ડેડીકેશનથી ચલાવે, જે દેશને પોતાના સંતાનની જેમ ચાહે, જે દેશનું પોતાના માતા-પિતાની જેમ સન્માન કરે! જે નેતાઓનો એક પગ સ્વીસબેંકમાં અને બીજો પગ ઘોટાલામાં હોય એ નેતા શું બદલશે ભારતનું ભવિષ્ય? હવે માત્ર વોટ આપવાથી દેશ નહિ બદલાય, દેશ બદલવા મારે કે તમારે આગળ આવવું પડશે- દેશનું સુકાન સંભાળવું પડશે! “યદા યદા હી ધર્મસ્ય ગ્લાનીર્વ ભવથી ભારત: અભ્યુંધ્ધાનમ અધર્મસ્ય તાદાત્માંનામ સ્રીજામીહમ” – કહીને આપણને ઉગારવા હવે કૃષ્ણ ભગવાન પણ નહિ જ આવે!”-અને તાળીઓના ગડગડાટ વચ્ચે એક આશાસ્પદ સ્વપ્નસેવી યુવતી મંચ પરથી ઉતરી. શ્રોતાઓને જાણે એ યુવતીમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈથી લઈને ઇન્દીરા ગાંધીજીના સાક્ષાત્કાર થવા લાગ્યા! અને મંચની સામેજ શ્રોતાગણમાં બેઠેલ એ યુવતીએ તુરંત પોતાનું ફેસબુક સ્ટેટસ અપડેટ કર્યું-“સો આઈ નેઈલ્ડ ઇટ અગેઇન! નો વન કેન વિન વેન આઈ એમ ઓન સ્ટેજ! આઈ એમ રોકસ્ટાર!”. અને પછી પોતાના વોટ્સએપ સ્ટેટ્સને અપડેટ કર્યું-“પેટ્રીઓટિક...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)