Skip to main content

Posts

Showing posts with the label લાગણી

પૂર્ણતા ને અધુરપ નો સરવાળો એજ - "તારો ને મારો" સંબંધ!

" હુ ઈઝ ગેટીંગ મેરીડ સો અર્લી ? "- આજકાલ ડીનર ટેબલ મેટ્મોરનીઅલ કાઉન્સેલિંગ સેન્ટર વધુ લાગે છે એવો માહોલ છે!  " અગેન અ રીચ , સેટલ્ડ, ડેસ્પરેટ ફોર મેરેજ - મેચ ! બટ ફોર અ ચેન્જ - "વુડ બી બ્રાઇડ " ઈઝ ચેન્જડ! "- ખલ્લાસ ૨ કલાક માટે નો નાસ્તો મળી ગયો પૂરી બ્રિગેડ ને!  "ડોન્ટ લુક એટ ભુમિકા ! હાઉ શી કેન બી "વુડ બી બ્રાઇડ" ? આઈ મીન , શી ફોલ્સ ઇન ફીમેલ કેટેગરી ? એક પણ એન્ગલ થી લાગતું નથી! " - વેફર ની સાથે ભુમિકા નો નાસ્તો શરુ થયો!  "સ્ટોપ ઈટ ગાયઝ! ઇટ્સ સીરીયસ! " - એટ લીસ્ટ મેરેજ ટ્રબલ માં તો - એક લડકીહી દુસરી લડકી કે દર્દ કો સમઝ સકતી હે .. પ્રુવ કર્યું મારી ડીયર રૂમી એ!  " ઓબ્વીયઝ્લી , ઇફ સમવન ઈઝ ગેટીંગ મેરીડ વિથ ભુમ્સ , હી મસ્ટ બી સીરીયસ- એટલીસ્ટ મેન્ટલી ! " .. મિત્રો ના બુમ બરાડા અને ધમાલ માં કદાચ વધુ પડતું જ ખવાઈ જતું ,  તો પણ માસી પ્રેમથી , આગ્રહ કરીને બધાને જમાડે . કદાચ એટલે કે આ એમના માટે બીઝનેસ નથી.. દીકરીઓ ને દીકરા ના યુ.એસ. સેટલ થયા પછી વસ્તી શોધવાનો રસ્તો માત્ર છે!  માસી એ ક્યારનું...

જોઈએ છે સુપર મોમ - ઇન્ટેલીજેન્ટ ,હાર્ડ વર્કિંગ , બયુટીફૂલ એન્ડ અબોવ ઓલ ઇમોશનલ ફૂલ !

"બેબુ , જલ્દી કર ને ...  મારે એક અરજન્ટ મીટીંગ માં જવાનું છે! એન્ડ પ્લીસ આજે લંચ ફીનીશ કરજે , તારા ફેવરીટ આલું ના પરોઠા બનાવ્યા છે! " - ટીનએજર દીકરી ની બેગ પેક કરી એને હાથ માં થામાંવતા માં એ રોજની સ્ટીરીઓટાઈપ સલાહ આપી... જે કદાચ હવે એમની બેબુ ને અડતી પણ નથી!  "મોમ, નોટ અગેન ! આઈ ટોલ્ડ યુ ! આઈ એમ ઓન ડાયેટ! આલું કે પરોઠે સાઉન્ડ્સ સો ફિલ્મી એન્ડ અનહેલ્ધી ! આઈ વિલ હેવ ફ્રુટ જ્યુસ એટ કેન્ટીન. " - નવી હેર કટ માં પોતે કેવી હેપ લાગે છે એ જોઈ ને ખુશ થતી ફિગર કોન્શિયસ બેબુ ખુશ થતા ટહુકી .. " કમ ઓન બેબુ! યુ આર ઇન શેપ ઓલરેડી! મેં આજે સવારે વહેલા ઉઠીને સ્પેશિયલી તારા માટે પરોઠા બનાવ્યા  , આજનો દિવસ ખાઈલે .. કાલ થી ડાયેટ સ્પેશિયલ કઈ બનાવીસ! " - રાતે [!!!] ઓફીસ નું પેન્ડીંગ કામ  પતાવીને  ઊંઘી ત્યારે પતિ ને બાળકો ને ક્વોલીટી ટાઈમ ના આપી શકવાની ગીલ્ટ , કદાચ આજે સવારનું રીચ મેનુ બની! પતિ ની પસંદગીના કોફતા અને બેટી ની પસંદગી ના પરોઠા , અને પોતાની પસંદગી નું ? .... કદાચ પોતાનું અસ્તિત્વ તો આ ગીલ્ટ નીચે ક્યાય ધરબાઈ  ગયું એ આ બીઝી લાઈફ માં રીયલાઈઝ પણ નથી થયુ...

ડબ્બાના "ડ" ની સફર :: અવગણના ના "અ" થી લાગણી ના "લ" સુધી...

"નીચેના દરેક પ્રસંગો જાણે અજાણે ક્યાંક મારી કે તમારી સાથે કે આપડી આસપાસ બનેલ - કાલ્પનિક - હકીકત છે! " ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ " તું મમ્મી ની વાત કેમ નથી માનતી ! તને હજાર વર કીધુ છે, મારી મમ્મી કહે એ બ્રહ્મ સત્ય! વધારે જીભા જોડી ના જોઈએ! " - ફુલ ટાઈમ "શ્રવણ છાપ" પુત્ર ના કેરેક્ટર  માં અચાનક પતિ નો આત્મા જીવિત થઇ ગયો! "પણ તમે મારી વાત તો સાંભળો! " - પત્ની ની વાત સાંભળી ને કઈ "જોરુ કા ગુલામ " નું મફત નું ટાઈટલ થોડું લેવાય ? એટલે પતિદેવ ઉવાચ - " પણ , બણ  ગયા ચુલા માં ! મમ્મી કહે એમ કરવાનું ! બે પૈસા કમાતી શું થઇ ચરબી ચઢી ગઈ છે! જીભ ચાલે છે એટલા હાથ ચલાવ ને તો મમ્મી ને કઈ કહેવું જ ના પડે ! " ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ " ચા થઇ કે નહિ ? કેટલી વાર ? એક કામ કરતા એક એક કલાક કાઢે છે! કોઈ કામ માં તારે ઠેકાણા છે ? ભગવાન જાણે કોણે તને એમ.ફાર્મ.  ની ડીગ્રી આપી દીધી છે! ભણ્યા પણ ગણ્યા નઈ એ આનું નામ ! " - મહેમાનો ની વચ્ચે પતિદેવ પોતાની "ધર્મ-પત્ની " ...

"આઈ એમ નોટ ઓકે પાપા, તમે ક્યાં છો ?"

" આજે કેમ આવાજ ધીમો આવે છે બેટા ?  રાતે હીર બૌ જગાડતી તો નથી ને?  કે હજુ પણ તું પહેલા ની જેમ રાતે જાગીને ન્યુઝ પેપર વાંચે છે? તું ક્યારે સુધરીશ? તું ક્યારે મોટી થાઈસ ? તને કેટલી વાર  કીધું રાતે જલ્દી ઉંઘી જવાનું , રાતે ઊંઘ પૂરી નથી થઇ ને ?   આઈ એમ ઓકે પાપા , ડોન્ટ વરી ... આજે બૌ વરસાદ છે, તું  ક્યાં છે બેટા ? આભ ફાટ્યું છે ને તને એલ.ડબલ્યુ.પી. ની ચિંતા છે? એક દિવસ જોબ પર નહિ જાય તો તારી કોલેજ બંધ નઈ થાય ને? જો પાછી છત્રી/રેઇનકોટ જાણી જોઈને ભૂલી ગઈ ને આજે? તું ક્યારે મોટી થાઈસ?  ભીંજાઈસ ને શરદી - તાવ આવશે તો ? રાતે તને વારે ઘડીએ ઉઠી ને કોણ ઓઢાવશે ? તને હળદર વાળું દૂધ નથી ભાવતું તો એમાં મધ કોણ નાખી આપશે?  આઈ એમ ઓકે પાપા , ડોન્ટ વરી ... બેટા , આજે ફરી દોડીને ટ્રેન પકડી ને ? તને કેટલી વર કીધું સાચવીને અપડાઉન કરવાનું .... ઘેર પહોંચતા હજુ સાંજ ઢળી જાય  છે બેટા ? તું કેમ નથી સાંભળતી , તારી ચિંતા બહુ થાય છે!  તું ક્યારે મોટી થાઈસ ? એક ટ્રેન ચુકાસે તો કઈ જીન્દગી થોડી અટકી જાય છે? આઈ એમ ઓકે પા...

તો કદાચ સ્વાર્થી હોઉં જરૂરી છે! ...

" હેય ડી-કંપની ના ડોન, બૌ દિવસે દેખાયા ને કઈ? બૌ રખડપટ્ટી કરી કે શું ? કંપની એ દિલ ખોલી ને બોનસ આપ્યું છે તો ગોઆ કે કાશ્મીર ની ટુર મારી આવ્યા કે શું ? " - બૌ દિવસે દિવા ને જોઈ ને અનાયાસે જ આદત પ્રમાણે ફૂટપટ્ટી ખેંચાઈ ગઈ! "ના યાર , ઘેર જ હતી! " - એક ફિક્કા હાસ્ય સાથે દિવા પરાણે બોલી શકી જાણે ! દિવા ના અવાજ નું એ અલ્લડપણું અને ઝીરો  ફીગર માં [ખરેખર તો માઈનસ માં !!!] પણ ધડ્ક્તી એ સિક્સ પેક ની હિંમત આજે જાણે હડતાલ પર છે!  "ડી કંપની "- એટલે કે દિવા , એની સરનેમ રાઠોડ ની  જગા એ  જો  દવે, પટેલ કે મન્સૂરી હોત તો પણ કદાચ એના તોફાન અને કારનામાં થી એને આજ પદવી ને ઉપનામ મળ્યું હોત! અસલ બરોડા ના પાણી માં વિદ્યાનગર ની આઝાદી અને સુરત નો મિજાજ મળે તો જે કોકટેલ બને એ જ તો "દિવા" ... છેલ્લા ૩-૪ વર્ષ થી ભિલાડ થી સયાજી નું સવારે ૭ થી રાતે ૧૦ નું ભાંગી ને ભુક્કો કરી નાખે એવું અપડાઉન પણ સહજતા થી ને હસતા રમતા કરે છે! "આજે આટલી ભીડ છતાં તમે કોઈ એનકાઉનટર નથી કર્યું તે આજે બોસ ને કઈ નરમ ગરમ છે ? આજકાલ તમારે ડોન લ...

Its tough for life time....

"Its tough... Its tough to look at the balcony, as i know, you no longer will be waiting for me there... Its tough .. Its tough to even be back to home, as i know, now its no longer HOME, as you are not there... Its tough .... Its tough to touch the same bed, as i know, It no longer have your fragrance... your touch... Its Tough.... Its tough to behave normal, or to talk about life is good, as i know, my eyes are constantly searching for u.... Its tough... Its tough when i turn back to bid bye... as i know, You are not there to say - come back soon with wet eyes! Its tough.... Its tough for life time, with the feel of being Orphan... being alone, being empty! " -- Bhumika , in memories of dearest DAD ...

પતિ ને પિતા શબ્દો ની જોડણી માં જેટલું સામ્ય ને કેટલું અંતર?

Scene 1::   "શીખ મમ્મી પાસેથી કઈ , ઘર કેમ ચલાવવું અને ઘરવાળા ઓ નું ધ્યાન કેમ રાખવું ! ૮ વર્ષ થયા પણ કઈ જ ના શીખી ! તારા મમ્મી-પાપા એ તો કઈ જ શીખવાડ્યું નથી ... તને ભણાવા સિવાય તારા મમ્મી પાપા એ તને શું સારું   શીખવાડ્યું ?  તને ખાલી એક જ કામ આવડે - સારું કમાતા ... બાકી બધા માં મીંડું! "  -  કળયુગ ના રામ એ એની "ગુડ ફોર નથીંગ" પત્ની ને સંભળાવ્યું .... Scene 2: "તને તો બાર્ગેનિંગ કરતા પણ નથી આવડતું .. મમ્મી ને જો કેટલી બચત કરે છે .. પૈસા કમાવા અઘરા છે તો બચવા પણ સહેલા નથી !  તને છોકરીઓ જેવું શું આવડે છે ? " - કળયુગ ના રામજી ની  અસ્લાખિત  વાણી અને    "ગુડ ફોર નથીંગ" પત્ની ના આંસુ વચ્ચે કોમ્પીટીશન ચાલુ થઇ...   "ગુડ ફોર નથીંગ " પત્ની સાંભળી રહી ચુપ ચાપ.. પણ મન આમ ચુપ રહે ?  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ scene -3 : "પાપા , મારા લ્યુના માં પેટ્રોલ ખૂટી ગયું છે .. હું તમારી ઓફીસ પાસે મુકીને ઓટો માં ઘેર જાઉં છું! " - ધોરણ -૧૦ માં ટ્યુશન ને સ્કુલ માં અટવાતી "બેસ્ટ એટ એવર...