Skip to main content

લાઈફ સફારી~૧૫: આદર્શવાદથી માનવતાવાદ સુધી!



"પપ્પા, કેટલું મોડું કર્યું તમે?"- ગુસ્સાથી રતુંબડો થયેલો મારો ફેસ પપ્પાને જોઈ ફરી ગુલાબી થયો જાણે! હવે પપ્પા આવી ગયા એટલે - હું અને મારા પ્રોબ્લેમ્સ બધું સોર્ટ થઇ જશે!
"મોડું કર્યું? મને તો એમ હતું કે તું કમ્પ્લેન કરવા આવી છે કે પપ્પા કેમ આટલી ઉતાવળ કરી? "- પપ્પા હસી રહ્યા, પેલી જલારામબાપાની મૂર્તિ જેમ મંદ મંદ હસે છે તેમ જ!
"સમયનો અભાવ બેટા તને જ રહ્યો છે, પહેલા પણ અને અત્યારે પણ! જોને હું બીમાર હતો ત્યારે પણ તેં વેકેશનમાં આવીશ એવા વાયદા કર્યા, અને તારા એ વાયદા તું પુરા કરે એ પહેલા મારી સફર શરુ થઇ ગઈ! અને મેં તો તને ત્યારે પણ કમ્લેન નથી જ કરી કે બેટા તું સહેજ જ લેઈટ થઇ ગઈ! હું બસ જોઈ રહ્યો એ ખુલ્લા દરવાજા સામે, અને તું આવ પણ ખરી ,પણ .... "- હું અને પપ્પા જોઈ રહ્યા એકબીજાની સામે... આંસુ , શબ્દો અને ફરિયાદો પણ ક્યારેક કેટલા મીઠા લાગે છે!
"હવે આમ મોઢું ના ચઢાવ! તારા જ મોઢું ચઢાવવાના ગુણ હીરમાં પણ આવ્યા છે! તારા જેવી જ થવાની હીર જોજે!"- પપ્પા મારા માથે હાથ ફેરવી મારા આંસુઓ ને નીચી નજરે ટોકી રહ્યા, એમની ગેરહાજરીમાં અગણિત વાર મારી આંખોને ભીની કરવા!
"પપ્પા, તમે પણ? બધા જ મને કહે છે, કે હીરમાં મારા જ ગુણો આવ્યા છે. પણ મને દિલ થી એવી ઈચ્છા છે કે હીર મારા જેવી બિલકુલ નાં જ થાય! "- પપ્પાના ખભે માથું નાખીને હું જાણે  8-10 વર્ષની વેલવેટનું ઘૂંટણ સુધીનું ફ્રોક પહેરતી, કારણ વગર ચપ ચપ કરતી,  ગોલુ મોલુ, પાપા કી પરી બની ગઈ!
"પપ્પા, ક્યાં ચાલ્યા?" - પપ્પા જાણે સાચેજ ગુસ્સે થઇ ગયા હોય એમ, મારી જ સ્ટાઈલમાં છણકો કરી ઉભા થઇ ગયા!
"તારે આવી વાતો કરવી હોય તો મારે વાત નથી કરવી."- મારી સામે જોયા વગર જ બોલ્યા પપ્પા.  એમને ખબર જ કે મારી સામે એકવાર જોઇલે એટલે ગુસ્સો કરવાની એમની તાકાત જ નથી!
"એવું તો મેં શું કીધું?"- હું રીવાઈન્ડ કરી રહી, મારા જ શબ્દોને, વાક્યોને! અને વિચારી રહી - કાશ આમ વીતેલી ક્ષણો - ગમતી પળો પણ રીવાઈન્ડ કરીને, ફરી જીવી શકાતી હોત ... તો ...

"મારી સામે એમ બોલવાની તારી હિંમત જ કેવી રીતે થઇ કે- હીરને તારે તારા જેવી નથી જ થવા દેવી.  તું જે છે, તને એ બનાવામાં મેં મારી જિંદગી, સપના અને સંવેદનાઓ સીંચ્યા છે. તું આજે મારી માવજત અને પરવરીશ પર સવાલ કરે છે!"- પપ્પા મારા હાથને એમના હાથમાં લઇ, હાલમાં જ ભાખરી કરતા દાઝી ગઈ હતી ત્યાં લાગેલા તાજા ઘાને પસવારી રહ્યા! હું વિચારી રહી -કદાચ ઘણા બધા ઘા માત્ર ને માત્ર પપ્પાને જ દેખાય છે છુપાવવાના લાખ પ્રયત્નો પછી પણ!

"પપ્પા, મેં તમારા પેરેન્ટિંગ પર નહિ મારા પોતાના હોવાપણા પર સવાલ કર્યો છે! તમને આખી જિંદગી મારા પર ગર્વ રહ્યો છે! પણ કદાચ દરેક પિતાને પોતાની દીકરી કે દીકરા માટે હોઈજ શકે એવી સાહજિક ફીલિંગ છે એ પપ્પા... "- આંખો નીચી કરીને બોલાયેલા દરેક શબ્દો મારા દ્વારા બોલાયેલા "બીજા કોઈકના" જ શબ્દો છે- એવું પપ્પા ક્યાં નથી જાણતા!

"સારું એમ રાખ...  મને જવાબ આપ કે હીરને તારે તારા જેવી નહિ તો-કેવી બનાવવી છે? " - પપ્પા શોધી રહ્યા મારા અસ્તિત્વના એ ખૂણાને જે એમની જાણ બહાર સર્જાયો છે- જાત માટેના અણગમાનો ખૂણો!
"પપ્પા, મારે હીરને એકદમ સામાન્ય છોકરી જેવી બનાવવી છે। જે ઢીંગલીઓથી જ રમે. જે એના ઘેર મહેમાન  આવે તો હોમવર્ક કરવાનું બાજુ પર મૂકીને પાણીનો ગ્લાસ ભરવા જાય. જે સ્ટડીઝપ્રોજેક્ટ વર્ક કે સાયંસ કોમ્પીટીશન કરતા કિચન, કુકરી શો અને રેસેપી કોમ્પીટીશનમાં વધુ રસ લે. જે ઘરમાં બેસી વિવિધ સાહિત્યિક બુક્સ વાંચવામાં સમયનાં વેડફે પણ ઘરના ઓટલે બેસી કિચન પોલીટીક્સસોસાયટી સમાચાર અને ફેશન-બ્યુટી ટીપ્સને એન્જોય કરી શકે.  જે પોતાનું દિમાગ માત્ર ને માત્ર પિતા, પતિ કે ઘરવાળાઓની મરજી અને ઈચ્છા જેટલું જ ચલાવે અને જે સપના જોતા પહેલા પણ પરિવારની પરમીશન અચૂક લે – એવી!  ઇન શોર્ટ સુંદર, સુશીલ, સંસ્કારી, ઘર રખ્ખું- આદર્શ ભારતીય નારી! "- એક એક શબ્દ બોલતા સરી પડેલો એક એક આંસુ, એ એક એક એચીવમેન્ટ  હતી જે મેં રાત-દિવસ મહેનત અને ઉજાગરા કરીને મેળવ્યા હતા- અને જેના માટે પપ્પા ને આજીવન ર્વ રહ્યું , આજીવન!
વહી ગયું સઘળું. શબ્દો બનીને, આંસુઓમાં ..

"તું જેમ કહે છે એમ તો હીર ક્યારેય નાં જ બની શકે! તે  કોઈ દિવસ સુરજમુખીના છોડ પર ગુલાબનું ફૂલ ઉગેલું જોયું છે? હીર જે બીબામાં પોષાઈ છે -જન્મતા પહેલા  અને પછી પણ, એ બીબાની અસર અને આકાર તો તું કેમ છોડાવીશ? અને સાચેજ તારા દિલ ને પૂછ - શું સાચે તને તારા ઉછેર કે તારા તું જે છે એવી હોવા પર એટલો સંકોચ છે નાં જ હોઈ શકે, હું જાણું છું તને! આ માત્ર તારી જગ્દોજહેદ છે, તારા માં રહેલા  "જુદા-નોખા" અસ્તિત્વનો સ્વજનોનાં અસ્વીકાર સામે! તારો આક્રોશ છે  તને ગમતી એ સહેજ "જુદી દિશાઓ"માં જતી અને વિકસતી તને રોકવા અને ઘેંટાઢાળમાં તને દોરવા ખેંચાએલી સીમાઓ સામે! "  પપ્પાનો બોલાયેલો  એક એક શબ્દ જાણે   બરફ   બનીને  એ બળતરા અને અજંપાને ઠારી રહ્યો જે એમના જવા પછી જ કદાચ મારા પર હાવી થઇ શક્યો છે!
"જવા પછી ..... ? "  - કેટલાક શબ્દો વિચારવાથી પણ થાક લાગે, ભાર લાગે!


" બેનતમારી તબિયત તો ઠીક છે ને? તમારી સાથે કોઈ આવ્યું છે?"  - ચોકીદાર જેવો દેખાતો એક માણસ મને પૂછી રહ્યો। 

"ના,કોઈ નથી આવ્યું મારી સાથે. કાયમ સાથે ચાલનારને અહીજ તો મૂકી ગઈ છુ, કાયમ માટે."- મારા શબ્દોમાં વર્તાતી સ્વસ્થતા કે મારા ચહેરા પર દેખાતી શાંતિ કદાચ એ ચોકીદારને મુંઝાવી ગઈ ...

બહાર નીકળતા - "વડી-વાડી સ્મશાન ગૃહ, વડોદરા" - નામ વાંચીને હું અનાયાસે હસી પડી।
કોણ જાણે હવે ફરી વાર ક્યા શોધીશ તમને પપ્પા .....
કોણ જાણે  ક્યા સુધી આ -શોધવું , મળવું અને ફરી ખોવાઈ જવું ....
***
આજે કરવા બીજી કોઈ વાત નથી. શેર કરવા કોઈ સલાહ નથી!
માત્ર થોડા પ્રશ્નો છે આંખોમાં અને દિલમાં જે પૂછવા શબ્દો ખૂટી પડ્યા છે!
વિકાસશીલમાંથી ઝડપભેર વિકસિત દેશોમાં ગણતરી પામવા ઉત્સુક આપણે- સાચે માનસિક રીતે વિકસિત છીએ?
ટેકનોલોજી અને વિજ્ઞાનના આ યુગમાં જયારે દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ અગ્રેસર છે ત્યારે એ પ્રશ્ન થાય છે કે – શું એમની સિદ્ધિ માટે એમના પરિવાર- પોતાનાઓને ગૌરવ છે?
જયારે સમગ્ર વિશ્વ ફ્રીડમ અને ઇક્વાલીટીને ખુલ્લા દિલે અપનાવી રહ્યું છે ત્યારે આપણે ડ્રોઈંગરૂમમાં બેસીને- બિચારી, દુખ્યારી, પીડિત હોવા છતાં પણ  સંસ્કારી, સુંદર, સુશીલ અને ઘરરખ્ખુ એવી આદર્શ ભારતીય નારીઓવાળી ડેઈલી સોપ જોવામાં જ વ્યસ્ત અને ખુશ છીએ!
આપણી દીકરીઓને પરાણે પહેરાવેલી આ આદર્શતાની આ સો-કોલ્ડ ફ્રેમ આપણે જાતે તોડીશુ?
કે રાહ જોઈશું એમના આક્રોશ, ગુસ્સા અને સહિષ્ણુતાનાં બધા બાંધ તૂટવાની?
કે તૂટવા દઈશું આપણી દીકરીઓને, આ જડ-ફ્રેમોમાં ફીટ ના થઇ શકે એવી- સહેજ જુદી હોવાના કારણથી?
વ્યક્તિ માત્ર શું નોખું-અલગ વ્યક્તિત્વ નથી ધરાવતા? તો એમાં કેવી સરખામણી? કયા પરિમાણથી અને કેવી માપપટ્ટીથી માપણી?
શું દરેક ક્ષેત્રમાં આદર્શ બનવું જરૂરી છે?
કાયમનું પરફેક્શન શું લાઈફ બોરિંગ નાં બનાવી દે?

Comments

Popular posts from this blog

Vidyanagar revealed : few snaps, many memories.....

BIRLA VISHVAKARMA MAHAVIDYALAYA   A PREMIER INSTITUTION OF  CVM FOUNDED IN  1948 Motto:  Work is Worship First Approved by Government as grant paid College More than  16000  engineers Graduated. Degrees offered –  B.E. ,  M.E.  and  PhD C-Cube....  A cyber cafe , a cafe , where one can enjoy his/her space as well as the food with friends!  A place i love the most!  the day when i had seen a new building of hotel in place of it, i remember , i had cried like have lost some one very dear! Ajay book stall :: A small store of books in 1999, is now a real big super book stall, where you can find any technical or non-technical book!  Its situated at nana bazar! Bhaikaka Library::  Almost all students have enjoyed reading in this huge library!  Nasta house ! jay yogeshwar nasta house!  chai/c...

મમતાજી બેનર્જી જી જવાબ આપો :: મહિલા અનામત કે મહિલા-આના-મત ?

" ભીલાડ ટુ ભીલાડ .... મોર્નિંગ ૮:૧૫ ટુ ઇવનિંગ ૮:૦૦ ... "અપ ડાઉન" કહો કે "કમ્યુટીંગ " ... એની એક મઝા પણ છે અને સજા પણ!  અને લકીલી છેલ્લા ૬ વર્ષ થી મને અપ ડાઉન ની જાહોજલાલી નસીબ છે!  અલબત્ત સોર્સ અને ડેસ્ટીનેશન સીટી બદલાતા રહે છે! પહેલા અમદાવાદ થી બરોડા વચ્ચે  અને હવે અંકલેશ્વર થી સુરત વચ્ચે  !  મિત્રો કહે છે તારી અડધી જિંદગી તો ટ્રેન માં જ જવાની!  એક રીઢા ગુનેગાર ને  જેમ જેલ ની સજા માં પણ એક મજા આવે છે... તેમ હું પણ આ ટ્રેન , રેલવે  સ્ટેશન, લેડીઝ  કંપાર્ટમેન્ટ  ની આદી થઇ ગઈ છું!  મારા ટ્રેન મિત્રો ની મારી જિંદગી માં એક ખાસ જગ્યા છે! સવાર સાંજ ટ્રેન માં એક જ કમપાર્ટમેન્ટ માં બેસવાથી એકબીજા સાથે એક અજીબ લાગણી નો સંબંધ બંધાઈ જાય છે અને જે વાતો-દુખ સગા ને નથી કરી શકતા તે ટ્રેન-ફ્રેન્ડ ને કરવા રૂટીન બને છે! દિવસ ના ૪ કલાક [જાગૃત અવસ્થા માં ] જ્યાં કુટુંબ સાથે રહેવા નથી મળતું ત્યારે જેમની સાથે  આ ૪ કલાક ગાળીએ છે એ મિત્રો સગા થી વિશેષ છે!  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~...

I think - We need to talk!

Time : 7.55 AM Venue: Drawing Hall, BVM [ i wonder how huge drawing rooms BVM has... its a real Engineering Institute! UNIQUE!] Scene :: Whole Drawing hall filled with Geeks.... today target is "OS- Operating System"! All Future Engineers are quite prepared well to crack internals , as it is first paper [ more energy, more preparation, more hopes... gradually it evaporates!] and the stronger reason was the faculty who teaches this subject! subject is taught by Prof. N.M.Patel, have no words to describe his intelligence! but how quick he is in learning n applying the gained knowledge, can be explained by a joke all BVMites cracked very often - " If Prof. N.M.Patel needs to learn Car driving, he will simply get 10-20 books titled as "Learn car driving in 24 hours" or similar, read it thorough and will drive smart enough to win a car race!" ... He was/is/will always be considered a GEM of BVM! "Your time starts now... start writing... All the be...