"ભૂમિકા , કાલ થી તું આ કામ્પર્ત્મેન્ત માં ના જોઈએ અમારે ! " -પલ્લવીબેન ની વોર્નિંગ સાંભળી ક્યારથી ચાલી રહેલા ડિસ્કશન માં મેં ધ્યાન લગાવ્યું!
"હમમમ " - મેં સાંભળું છું નો નાનો સંકેત આપ્યો!
" જેમને વાત ના કરવી હોય ને ખાલી બુક્સ વાંચવી હોય કે ગીતો સંભાળવા હોય કે પોતાના લંગર સાથે ફોન પર વાત કરીય કરવી હોય એ બધાની હું કાલથી જગ્યા નહિ લાવું! " - પલ્લવીબેન એ મારી સાથે એક સામટા ૨-૩ જણા ને ઝપાટા માં લીધા! પલ્લવીબેન નવસારી થી આવે અને અમારા ૧૦-૧૨ ના ગ્રુપ માટે લડી ઝગડીને પણ જગા લાવે! એટલે અમારા પર ગુસ્સે થવાનો એમનો પાક્કો હક!
" ચાલો મેં બુક મૂકી દીધી , હવે ફરમાવો , આજે કોનો વારો છે ? " - મારી અડધી વંચાયેલી "એબોવ એવરેજ " ને પર્સ માં પછી મૂકી અને આજના ટાર્ગેટ ની ઇન્ક્વાયરી શરુ કરી!
"તમે બધા તો કોઈ ની કઈ ખબર જ નથી રાખતા! આ ઉષાતાઈ ની કાલે એકસામ હતી તે કોઈએ બેસ્ટ ઓફ લક કેવા ફોન કરેલો ? "- પલ્લવીબેન એ વાત શરુ કરી ને બધા ને આજનું ટાર્ગેટ મળી ગયું!
અમારા ગ્રુપ ના "મધુબાલા" ની જાજરમાન બ્યુટી , "માધુરી" ની મોહક સ્માઈલ અને "કેટરીના " ની કાતિલ અદાઓ નું હીટ કોમ્બીનેશન એટલે અમારા વ્હાલા ઉષાતાઈ !
"તો , મને કોઈએ ફોન ના કર્યો ને ! પછી કે છે તાઈ ગુસ્સે થાય છે! કાલે મારી "CCC" ની પરીક્ષા હતી! " - ઉષાતાઈ એ એમની એવરગ્રીન અદાથી જવાબ આપ્યો!
"તાઈ, કઈ તવાઈ આવી ગઈ કે તે "CCC" ની પરીક્ષા આપી? જ્યાં સુધી આભ ના ફાટે તમે કોઈ હાલો એવા પણ નથી- તો નવી ટેકનોલોજી શીખવાની કે "પરીક્ષા" આપવાની વાત તો મને હું કુકિંગ માં પીચેડી કરું એવી ડેન્જર લાગે છે! " - મારા આખા ગ્રુપ માં બધા ઓવર સોશિઅલ અને ઘર, પરિવાર અને નોકરી ની પળોજણ માં આવું કોઈ સાહસ તો ના જ કરે! હા કોઈ નવી રેસીપી ની વાત નીકળે તો [મારા સિવાય] બધા જ કુદી પડે!
" તને નથી ખબર ? ગવર્મેન્ટ માં બધા ના ઇન્ક્રીમેન્ટ સ્ટોપ કાર્ય છે જ્યાં સુધી "CCC" પાસ ના કરે ત્યાં સુધી! એટલે તો ઉષાતાઈ , જયશ્રી , ને મેં , અમે બધા એ આ વર્ષે પતાવી દીધી! " - પલ્લવીબેન એ સિક્રેટ રીવીલ કર્યું!
" ઓહહ, એ તો ઘણું સારું કહેવાય તો! હવે તો તમે બધા એટ લીસ્ટ કોમ્પ્યુટર બેઝીક્સ થી અવેર! ગવર્મેન્ટ આજકાલ ઘણા સારા કામ કરે છે યાર! આઈ મસ્ટ એપ્રીશીયેત! પણ હું તમારા બધા પર ગુસ્સે છું , મને પહેલા કીધું હોત તો સાંજે ટ્રેન માં ગામ ગપાટા કરવાની જાગે હું તમને એકદમ મસ્ત "CCC " ની તૈયારી કરાવી દેત! " - હજુ સુધી કમ્પ્યુટર ચાલુ કરવું અને ઈ-મેલ / ફી મેલ માં ડીફરન્સ કહેવો પણ જેમને ના આવડે , અને જ્યાં રૂટીન કામ "આજ કરે સો કાલ કર કાલ કરે સો પરસો " ના સુવર્ણ સિધ્ધાંત થી શાંતિ થી ચાલે છે એવા કુમ્ભ્કારણ ના સીધા વારસદારો એવા ગવાર્ન્મેન્ત એમ્પ્લોઇ ને કોમ્પ્યુટર લીટરેટ કરવાનો ગવાર્ન્મેન્ત તો આઈડિયા મને તો ગમ્યો!
"એમ કે ? સારું કેવાય ? તાઈ, CPU નું ફૂલફોર્મ શું થાય ? બોલો જોઈએ? " - પલ્લવીબેન એ તાઈ ની તાજી પાસ કરેલી પરીક્ષા ને પડકારી!
તાઈ શરમાઈ ને હસી પડ્યા ,
"ભૂમિકા, તાઈ ને અમે ૨ દિવસ પહેલા સવારથી સાંજ સુધી CPU નું ફૂલ્લ્ફોર્મ ગોખાવિયું હતું! છતાં જો આવડે છે! આવી પરીક્ષા પાસ કરી ટીચરે ! " - પલ્લવીબે ની સડી થી બીજા અમારા "આરડીએક્સ" થી વધુ વિસ્ફોટક એવા જયશ્રીબેન ઉકાળી ઉઠ્યા!
"હે પલ્લવી , તને તો આવડે છે ને તું જ બોલ! "- જયશ્રી બેન ઉવાચ!
"હસતો મને તો આવડે જ છે! કંટ્રોલ પ્રોસેસ યુનિટ ! " - પલ્લવીબેન એ ગર્વ થી જવાબ આપ્યો!
" અલા, સારું થયું તાઈ તમે આમની પાસે ના શીખ્યા! સાવ wrong શીખવાડતા તા! " - રીના એ પલ્લવીબેન ના કોન્ફીદંસ ની હવા કાઢી નાખી!
"ઉષાતાઈ , કેટલા આપ્યા ? " - જયશ્રીબેન એ તાઈ ને પૂછ્યું!
" ૫૦૦૦ , સર્ટી પણ એક્ઝામ પછી તરત જ મળી ગયું! હવે શાંતિ! બળ્યું આ CPU ને ફીપીયું મારે ક્યાં શીખીને લાટસાહેબ બનવું છે! " - તાઈ એ માધુરી ઈસ્માઈલ માં મીઠ્ઠો જવાબ આપ્યો!
"તાઈ, આવી ભૂલ કરાય? મને પૂછ્યું હોત તો ૩૦૦૦ માં, જાતે ગયા વગર, એક્ઝામ આપ્યા વગર , ઘર બેઠા CCC નું સર્ટી મળી જાત! આપડે તો કઈ CPU ને DPU ની ભણીયુંતો પણ મસ્ત સર્ટી આઈ ગયું! " - જયશ્રીબેન એ તાઈ ની બચેલી હવા પણ એક ઝટકા માં કાઢી નાખી!
"ઓય જયશ્રી સાચ્ચે ! મને એક સર્ટી લાવી આપને , મારી મમ્મી આવતા વર્ષે રીટાયર થાય છે અને સર્ટી વગર એનું ઇન્ક્રીમેન્ટ અટકી ગયું છે! " - પલ્લવીબેન એ તરત એમની મમ્મી ના પ્રોબ્લેમ ને સોલ્વ કરી દીધો !
" સારું! હું એજન્ટ ને વાત કરી દઈસ, તું ફોન પર મને તારી મમ્મી નું આખું નામ લખવી દેજે, કાલે સર્ટી આવી જશે! " - જયશ્રીબેન એ આંખ મારી ને બચ્યું કુચ્યું કામ પતાવી આપ્યું!
"હવે તું કેમ આમ કોમા માં જતી રહી છે ? " - મને આઘાત માંથી જગાડતા પલ્લવીબેન એ પૂછ્યું!
"અરે યાર, આ પણ તો એક જાત નું કરપ્શન નઈ? આઈ મીન, આની કોઈ જરૂર જ નથી! CCC નો સિલેબસ તો જુઓ , નાના છોકરાઓને પણ આવડે એવો છે! અને મને કહ્યું હોત તો હું પણ કરાવી દેત... યાર, ૩૦૦૦ ને ૫૦૦૦, આઈ કાન્ટ બીલીવ.. તમે કોઈ સારા કમ્પ્યુટર સેન્ટર માં બેઝીક કમ્પ્યુટર નો કોર્સ કર્યો હોત તો પણ આનાથી ઓછો ખર્ચો થાત ! અને મેઈન થિંગ ઈઝ , ઇટ્સ રોંગ! ગવાર્ન્મેન્ત આ ફોર્સ એટલે કરે છે કે આજે નહિ તો કાલે પણ ધીમે ધીમે પેપરલેસ અને ઓનલાઈન કામગીરી શરુ થાય! અને .... આઈ એમ સ્પીચ્લેસ! " - હજુ હું આગળ કઈ બોલું એ પહેલા ઉષાતાઈ એ બુમ પાડી - "મેડમ ૫૫ મિનીટ પતી લેકચર પૂરું કરો! "
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"CCC" ની પરીક્ષા ના સર્ટી જ્યાં હવે પરીક્ષા આપ્યા વગર મળવા લાગ્યા છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું સરકાર ને આ ગોરખધંધા ઓ ની જાણ નથી ?
અને જાણ છે તો , જાણી જોઇને રાજ્ય ના વિકાસ ના નામે આ કોર્સ ની પરીક્ષા લેતી સસ્થાઓ ના ગજવા ભરવા થી ના તો પેપરલેસ કે ઓનલાઈન કામ થશે કે ના તો સ્વર્ણિમ ગુજરાત થશે!
ગવર્મેન્ટ ની જે ઓફિસો માં કમ્યુટર ના નામે ડાયનાસોર ના જમાના ના ડબલા છે, જે ચાલુ કરવા "પાવર ઓન" ના બટન ની સાથે હ્યુમન ટચ ટેકનોલોજી થી એક સોલીડ ધબ્બો મારવો પડે છે અને પાછા આખા સ્ટાફ વચ્ચે આવા જુજ સફેદ હાથી ની હાજરી થી સ્ટાફ માં ગ્રુપ માં શેરીંગ થી કમ્યુટર[!!!! સફેદ હાથી] યુઝ કરવાનું હોય છે! તો "કાગ નું બોલવું ને ડાળનું પડવું" એ ન્યાયે "ક્યારે મરું ક્યારે મારું" થતા આવા સફેદ હાથી થી સ્ટાફ દુર જ રહે એ સાહજિક છે! [ અમારી લેન્ગવેજ માં આવા આઉટડેટેડ ભંગાર સફેદ કલરની કમ્યુટર સીસ્ટમ ને સફેદ હાથી કહેવાય છે! ]
દરેક ગવર્મેન્ટ કર્મચારી માટે CCC અનિવાર્ય કરવાની સાથે જે તે સંસ્થા માં જ એની કામ ના કલાકો દરમ્યાન ટ્રેનીંગ ની વ્યવસ્થા રાખી , માત્ર પરીક્ષા ને સર્ટી ની જગાએ જો કામ ના જ સ્થળે ફરજીયાત ટ્રેનીંગ ની વ્યવસ્થા કરી હોત તો કદાચ સર્ટી વહેલું આવે કે મોડું , કમ્પ્યુટર લીટરેસી ની આ ફેન્ટસી કદાચ રીયાલીટી બની શકી હોત!
સામા પક્ષે સરકારી કર્માંચારો ઓ દ્વારા જેટલા એફોર્ટ્સ ફેક સર્ટી બનાવતા એજન્ટ શોધવામાં અને એને સાધવામાં થાય છે એટલા જ દિલી પ્રયત્નો , જે તે ફરજીયાત પરીક્ષા નું મહત્વ સમજી બદલાવ ને ઉમળકાથી વધાવી ને શીખવામાં થયા હોત તો ...
તો..................
મારા પિક્સેલ ને મારી લાઈન " ::
"પરીક્ષા - એક્ઝામ એ તમારી વાંચેલી , સમજેલી કે ગોખેલી માહિતી ને ૨-૩ કલાક માં પેપર પર ટપકાવી દેવું નથી! પરીક્ષા કે એક્ઝામ એ તો સટ્રેસફૂલ , પ્રતિકુળ પરિસ્થિતિ માં પણ હિંમત થી પ્રોબ્લેમ નો "સાચી રીતે" સામનો કરી ને જીત મેળવવી છે!
Comments
Tamara blog hu chupi rite vanchto avyo chu..ghanu saras lakho cho tame..tame prof. cho e jani ne ghano anand thayo..
Ane ha aa article vishe lakhvanu rahi gayu...tame bau KATHI ladat ladi rahya cho..Litrate hoy eva Illitrate manso same...ne e tamari ladat me tamara darek article ma joi che..pan jit thase MEM...tamari nai to tamara vicharo ni...Jem ghandhi mari gaya pan emna Vicharo aje pan kyak jiti jay che Kadiyug ma em...
Tamane ane tamara family ne nava varsh ni Shumbkamna...aamj lakhta rejo...
Thanks.
Bye
૧૦૦% સાચી વાત!
મને આ અખા પ્રસંગ માં સૌથી વધુ આઘાત એજ લાગ્યો કે રોજનું ભ્રષ્ટાચાર ના નામ નું રડવા વાળા સો કોલ્ડ શિક્ષિત લોકો પણ કેવી સાહજિક રીતે કરપ્શન ને સ્વીકારે ને વધારે છે!
આ એક continuous પ્રોસેસ છે, શરુ માં કોઈ પણ ચેન્જ નો સ્વીકાર અઘરો જ લાગે પણ લાંબા ગળે એના લાભ અનુભવાય!
પણ એ લાંબુ વિચારવા કરતા પોતાનો ટૂંકો લાભ બધા ને વધુ વ્હાલો લાગે છે!
છતાં ના ગમે એ ની સામે પોતાના કે પારકા સામે અવાજ ઉઠાવાની બાદ-આદત ને કારણે આ પોસ્ટ કરી નેજ રહી!
મારો બ્લોગ વાંચવા માટે ખુબ ખુબ આભાર!
મને ખબર છે કે મારા બ્લોગ પર લખવાથી કોઈ સામાજિક પરિવર્તન ની જ આવી જાય રાતો રાત, પણ, આ તો એક વિચાર બીજ રોપવાની વાત છે!
જે વાત/ઘટના કે પ્રસંગ ગમે કે ના ગમે એ પરથી કૈક ભવિષ્ય માટે શીખવાની અને જે શીખ્યું હોય એ મિત્રો સાથે શેર કરવાની આ આદત છે!
બૌ મોટા પરિવર્તન ની આશા નથી પણ જો મારા બ્લોગ વાંચી કોઈ ૧-૨ વ્યક્તિ ને પણ કઈ રસ્તો મળે કે કઈ વિચારબીજ ઉગે તો મારી પોસ્ટ સાર્થક છે!