Skip to main content

હા, અમે તો બહુ સુધરેલા!


" નવરાત્રી માં હું તો ૯ દિવસ ઉપવાસ કરું એકદમ શ્રદ્ધાપૂર્વક અને માતાજી નું મારા પર એટલું બધું સત્ ને કે નવરાત્રી માં તો માતાજી મારા શરીર માં આવે જ!" !!!!
-- એક માણસ ગાંડા ની જેમ ધ્રુજે , બુમો પડે, આંખો કાઢે , જાતજાત ની ફરમાયીશ કરે, બધા એને પગે લાગે, અને આશીર્વાદ લે! - અને કહે મને માતાજી આવ્યા છે!!!
અઆહ... માતાજી તો જાણે બહુ free તે નવરાત્રી માં બધા ના શરીરો માં ફરવા નીકળે?


"હું તો ગયા વર્ષે એટલી બીમાર ગયી... કોઈ દવા અસર જ ના કરે... બધા ડોક્ટર ને બતાયું, પણ કોઈ ફર્ક ની.. પછી મને કોઈએ પેલા XXX/YYY બાબા/માતાજી/ભુવા/ ઓઝા નું કહ્યું .. હું અમને મળી... એમને મને તરત કહ્યું કે, તમને તો ફલાણા એ મૂઠ મારી છે.. તમારા પર કાળું જાદુ કરાવ્યું છે.. જો તમે એને ની તોડવો તો ૧ વર્ષ માં તમે બરબાદ થઇ જાસો! ... મેં એમણે કીધેલી વિધિ કરાવી, ખાલી ૧૦,૦૦૦ રૂપિયા થયા પણ આ જુઓ હું ચાલતી ફરતી થઇ ગઈ!"
-- હદ છે આ તો... કોઈ તમારી જાણ બહાર તમારા શરીર ને control કરે, તમરી system માં problem કરે... એ પણ scientifically નહિ! માત્ર ધૂણી ને, થોડા આડા-અવળા મંત્રો ફૂંકી ને કોઈને બરબાદ કરતુ હોય તો આપડે ૫૦-૬૦ વર્ષો થી પાકિસ્તાન સાથે ખોટી લડાઈ ઓ કરીએ છે... ૧૦-૧૨ ભુવા/ઓઝા ઓ ની ફોજ બેસાડી પાકિસ્તાન પર મુંઠ મારવો, એટલે કામ પત્યું!!! શું કો છો??


"તમે બૌ વિજ્ઞાન વાળા તે અમારું કહ્યું ના માનો... હું કહું છું ને તમારા જ ઘરના કોઈએ તમારા પર બંધન કર્યું છે.. લગન ના ૫ વર્ષ થયા અને હજુ ઘરમાં પગલી નો પડનારો નથી... તે બીજું કઈ ની , કોઈએ કુખબંધન કર્યું લાગે છે! દવા લેવાથી ના માટે.. આ તો તોડાવવું પડે.. વિધિ કરાવી, અમાસ ની વિધિ! "
-- હે ભગવાન... મને લાગે છે આ લોકો gynecologist doctors નો ધંધો બંધ કરાવી ને જ રહેશે ... જો સંતાન ના થાય તો બાબા/ ઓઝા ની વિધિ કરવો કુખબંધન તોડાવવા ! ઓહહ હવે આમને કોણ સમજાવે કે સંતાન થાય એ માટે ની આદમ-ઈવ ના જમાનાથી એક જ રીત છે , અને એ કરવા ભુવા/ ઓઝા પાસે ના જવાય ભૈલા, નહિ તો સંતાન પણ મંત્ર બોલતું જ પેદા થાય! [ટૂંક માં જેવું મેળવણ હોય આવું જ દહીં બને... તો ધ્યાન રાખવું!]


"અમને તો એક પછી એક બાધા આવે જ રાખે છે ! એક સંધે ત્યાં તેર તૂટે ... જ્યોતિષ ને બતાવ્યું.. કહે છે પિતૃ દોષ છે.. હવે ચાણોદ વિધિ કરવા જવાનું છે... આખા કુટુંબ ને ભેગું જવાનું છે.. આ વિધિ પતે તો ઘર માં કઈ શાંતિ થાય!"
-- અલા... તને પિતૃ ના નડે... તું પિતૃ ઓ ને નડે છે! ઉપર પણ તું જેમને નડેલો એ બધા તારો બદલો તારા ડોહા/ડોહી પાસે લે છે.. એમણે પુત્ર-દોષ ની વિધિ કરાવી?? પણ આ વિધિ કરવા માં એક સારો પોઈન્ટ એ છે કે ભલે પિતૃ ઓ ની છેલી ઘડી એ એમનું મોઢું જોવા કે ગંગા જળ પીવડાવા આખું કુટુંબ નવરું ના પડ્યું હોય... વિધિ કરાવવા તો બધા જ ભેગા થાય... ખબર હોય , આખી જિંદગી ડોહા-ડોહી ને બૌ વિતાડ્યા એટલે જો વિધિ થી પતતું હોય તો ખોટું નથી! લો બોલો!

"આ ટીકુ ના લગન માંથી પાછી આવી ત્યારથી તબિયત સારી જ નથી રહેતી... તમારા ભાઈ ને કેટલી વાર કીધું શનેશ્વર જઈ આવીએ ને ત્યાનો કાળો દોરો બનાવી લાવીએ મારા માટે... મને તો ઝટ દેતા નજર લાગી જાય... બેન શું કહું? મીઠી નજર પણ લાગે અને તમારા ભાઈ તો કહે હું બિલકુલ કંગના રાનાવત જેવી લાગુ છું! "
-- હા, તમે કંગના જેવા લાગો પણ તમારા એ મન માં બોલ્યા હશે કે "રાઝ-૨ - the mystery continues " વાળી એટલે કે ભૂત જેવી! અને તમને મીઠી /તીખી/ખાતી/મોદી કોઈ નજર ના લાગે... [નજર લાગવા માં પણ સ્વાદ હોય! ] ... મને એમ ની સમજાતું કે કોઈની નજર આંખ માં થી નીકળી ને બીજા ને જઈ ને કેવી રીતે લાગે?? પેલું cartoon માં બતાવે એમ આંખો માં spring હોય કે તે કઈ સારું જોયી ને બહાર આવી જાય??

.............આ તો માત્ર થોડા ઉદાહરણ છે ! આવા ઘણા બધા લોકો , પ્રસંગો રોજ-બરોજ આપડી સાથે આપડી આજુ-બાજુ બનતા રહે છે!

પણ શું આપડે એ શ્રદ્ધા / અંધશ્રદ્ધા ને દુર કરવા પ્રયાસ કરી એ છે?

ના, આપડે ભણેલા , શિક્ષિત, so called civilized લોકો બીજા ના ફટામાં ટાંગ નથી અડાવતા, આ લોકો માં તો આવું બધું જ માને અને કરે.. આપડે એમાં શું? - આવું વિચારીએ... ... અને માત્ર હસી ને , અવગણી ને ભૂલી જઈએ છે... અને આશા રાખી એ છે કે સમાજ બદલાય... લોકો સુધરે.. વૈજ્ઞાનિક દ્રષ્ટિ થી વિચારે..

પણ આ દ્રષ્ટિકોણ બદલશે કોણ? શરૂઆત કોણ કરશે?

Comments

Vishal Kansagra said…
ઓહહ હવે આમને કોણ સમજાવે કે સંતાન થાય એ માટે ની આદમ-ઈવ ના જમાનાથી એક જ રીત છે , અને એ કરવા ભુવા/ ઓઝા પાસે ના જવાય ભૈલા, નહિ તો સંતાન પણ મંત્ર બોલતું જ પેદા થાય! [ટૂંક માં જેવું મેળવણ હોય આવું જ દહીં બને... તો ધ્યાન રાખવું!]

That was funny as hell. :D
Minal said…
Ekdam baraabar kahyu.
But i think sm ppl. don't even want to change after we give scientific explanation to them.
Problem occurs when smbdy make force to follow superstitious things to other ppl.
" mataji free nathi ke badha naa sharir maa aave" even i used to say this :D Funny though, but we can't change ppl. unless they want to change. :)
Hemang said…
It takes long time to chane thinking of society. Lareg & sucessful attempts are being done. One of such is at "Miradatar" mosque nr Unjha. Govt started "Dava & Duva" project 2 yrs ago. Now all "Munjavars" (Faith healers) send mentally ill patients to clinic nr dargah where scientific treatment is given.

Funniest thing I ever came across in my career as a Psychiatrist was when a patient handed me a chit by a "Bhuva", saying " Aanu bhoot kadhi kadhyu chhe, have teni dava karsho !!" (This was in1984 )

But yes you are right, people are more attrected / exploited by such gimmics & WE all must act in unity.
Dumb Eagle said…
Lol!!! hilarious... :D
krunalc said…
http://tinyurl.com/n5tkhw
ma'am as usual... too good...
really very well written... especially that part "10-12 bhua o ni fauj ne border par besadi daie"

lovely...!!

Popular posts from this blog

Vidyanagar revealed : few snaps, many memories.....

BIRLA VISHVAKARMA MAHAVIDYALAYA   A PREMIER INSTITUTION OF  CVM FOUNDED IN  1948 Motto:  Work is Worship First Approved by Government as grant paid College More than  16000  engineers Graduated. Degrees offered –  B.E. ,  M.E.  and  PhD C-Cube....  A cyber cafe , a cafe , where one can enjoy his/her space as well as the food with friends!  A place i love the most!  the day when i had seen a new building of hotel in place of it, i remember , i had cried like have lost some one very dear! Ajay book stall :: A small store of books in 1999, is now a real big super book stall, where you can find any technical or non-technical book!  Its situated at nana bazar! Bhaikaka Library::  Almost all students have enjoyed reading in this huge library!  Nasta house ! jay yogeshwar nasta house!  chai/c...

મમતાજી બેનર્જી જી જવાબ આપો :: મહિલા અનામત કે મહિલા-આના-મત ?

" ભીલાડ ટુ ભીલાડ .... મોર્નિંગ ૮:૧૫ ટુ ઇવનિંગ ૮:૦૦ ... "અપ ડાઉન" કહો કે "કમ્યુટીંગ " ... એની એક મઝા પણ છે અને સજા પણ!  અને લકીલી છેલ્લા ૬ વર્ષ થી મને અપ ડાઉન ની જાહોજલાલી નસીબ છે!  અલબત્ત સોર્સ અને ડેસ્ટીનેશન સીટી બદલાતા રહે છે! પહેલા અમદાવાદ થી બરોડા વચ્ચે  અને હવે અંકલેશ્વર થી સુરત વચ્ચે  !  મિત્રો કહે છે તારી અડધી જિંદગી તો ટ્રેન માં જ જવાની!  એક રીઢા ગુનેગાર ને  જેમ જેલ ની સજા માં પણ એક મજા આવે છે... તેમ હું પણ આ ટ્રેન , રેલવે  સ્ટેશન, લેડીઝ  કંપાર્ટમેન્ટ  ની આદી થઇ ગઈ છું!  મારા ટ્રેન મિત્રો ની મારી જિંદગી માં એક ખાસ જગ્યા છે! સવાર સાંજ ટ્રેન માં એક જ કમપાર્ટમેન્ટ માં બેસવાથી એકબીજા સાથે એક અજીબ લાગણી નો સંબંધ બંધાઈ જાય છે અને જે વાતો-દુખ સગા ને નથી કરી શકતા તે ટ્રેન-ફ્રેન્ડ ને કરવા રૂટીન બને છે! દિવસ ના ૪ કલાક [જાગૃત અવસ્થા માં ] જ્યાં કુટુંબ સાથે રહેવા નથી મળતું ત્યારે જેમની સાથે  આ ૪ કલાક ગાળીએ છે એ મિત્રો સગા થી વિશેષ છે!  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~...

I think - We need to talk!

Time : 7.55 AM Venue: Drawing Hall, BVM [ i wonder how huge drawing rooms BVM has... its a real Engineering Institute! UNIQUE!] Scene :: Whole Drawing hall filled with Geeks.... today target is "OS- Operating System"! All Future Engineers are quite prepared well to crack internals , as it is first paper [ more energy, more preparation, more hopes... gradually it evaporates!] and the stronger reason was the faculty who teaches this subject! subject is taught by Prof. N.M.Patel, have no words to describe his intelligence! but how quick he is in learning n applying the gained knowledge, can be explained by a joke all BVMites cracked very often - " If Prof. N.M.Patel needs to learn Car driving, he will simply get 10-20 books titled as "Learn car driving in 24 hours" or similar, read it thorough and will drive smart enough to win a car race!" ... He was/is/will always be considered a GEM of BVM! "Your time starts now... start writing... All the be...