Skip to main content

ભૂમિકા :: ખોવાઈ છે ! તમને મળી ?

હું એટલે લાગણી, પ્રેમ, વેદના, સંવેદના ...
[હતી...હવે આ શબ્દો ના અર્થ થી પણ જોજન દૂર છું! ]
ના રે...
આ મારા નામ ની ચર્ચા નથી કરતી...

આજે બહુ વખતે હું મારી જાત સાથે વાત કરું છું, અને પ્રયત્ન કરું છું શોધવાનો એ ભૂમિકા ને જેને સમય , કારકિર્દી, ભોતિક સુખ અને સંબંધો ની જટિલતા માં ક્યાંક ખોઈ ચુકી છું!!!

શોધું છું મારી ઓળખાણ.. [જે મેં લખી છે પહેલી લાઈન માં.. ]અને દુખ અનુભવું છે જયારે,જ્યારે મને મળે છે એક લગભગ સંવેદના શૂન્ય થવા મથતી , લાગણી ઓ થી ભાગતી અને સ્વાર્થ ને મહત્વ આપતી ભૂમિકા...અંદરથી મને દુખ છે મારી ઓળખ ગુમાવ્યાનું , પણ મને અંદરખાને જાણ છે અને સંતોષ છે કે આજની દુનિયા માં ટકી રહેવા હવે હું સક્ષમ છું!

છતાં આજે હું વિચારું છું , શું હું ખુશ છું મારા માં આવેલા આ પરિવર્તન થી .... કે મેં મેળવેલી આ નવી લાયકાતો થી? અને મને જવાબ મળે છે ... ના...

"split personality" - આપડે બધા જાણ્યે જાણ્યે આ ભાગદોડ ભરી દુનિયા માં આ રોગ થી પીડાયીએ છે. શા માટે? જવાબ બહુ જ સરળ છે , પોતાની જાત સાથે ની પ્રમાણિકતા આપડી ચિંતા નથી! સૌ ને ચિંતા છે બીજા ની , બીજા શું કહેશે તેની! સ્પર્ધા માં સાચી - ખોટી રીતે ટકી રહેવાની! માત્ર પ્રગતિ કરવાની [કોઈ પણ ભોગે!] ...

આજે સંબંધો આપડે આપડી સગવડ ના બનાવ્યા છે! જયારે,જ્યારે નિભાવાય , સરસ .. અને ના નિભાવાય તો છાપેલા કાટલાં જેવા બહાના તૈયાર ! લક્ષ્મી ની આરાધના માં આપડે એટલા વ્યસ્ત છે કે બધા સંબંધો, લાગણી અને પ્રસંગો ને જોખી-તોલી ને નિભાવી એ છે.. સાચું નથી લાગતું ?

ચાલો જાત સાથે પ્રમાણિક થઇ મારા જ કેટલાક અસંવેદનશીલ-સ્વાર્થી પાસા ઓ રજુ કરું!

મારા માં - બાપ , મારા પ્રથમ ભગવાન... હું જયારે,જ્યારે માણસ માં હતી... [જયારે,જ્યારે હું લાગણી ઓ થી લીલીછમ હતી!, જો કે અત્યારે તો તો હું છું એક machine - સમય પર , સમય પ્રમાણે કામ કરતુ! ] ત્યારે મારા માતા-પિતા એ મારા માટે આપેલા બલિદાનો ની કદર કરતી. . [જે ને હવે હું એમની જવાબદારી માં ખપાવું છું! ] , મારા સપના ઓ માં એમના ક્ષેમ કુશળ અને સુખ નું મહત્વનું સ્થાન હતું![ આજે સપના ઓ માં ભૌતિક સુખો નું લીસ્ટ છે!] ...મારા માતા-પિતા જ મારું સર્વસ્વ હતા... [આજે મારા કુટુંબ માં માત્ર હું+મારા પતિ+ મારી પુત્રી ની ગણતરી કરતા મારા મન ને સહેજે ઉચાટ નથી થતો.. શું પુત્રી ને જન્મ સાથે આપડે આ માનસિકતા નથી આપતા? ]..... પહેલા માં-પિતા ને સહેજ જેટલી બીમારી માં મારી આંખો શ્રાવણ-ભાદરવો વરસાવી દેતી...[અને આજે એમની બીમારી ના સમાચાર સંભાળતા હું મારી પેન્ડીંગ લીવ ની ગણતરી મારું છું! , મોબાઈલ થી વાત કરી, સમાચાર જાણી, સલાહ - સૂચનો આપી, ફરજ પૂરી કર્યાનો સંતોષ માનું છું! ]

મારા મિત્રો , જેમને હું મારો જીવ ગણું છું ... [ કે એવો દેખાડો કરું છું? -- આ પ્રશ્ન હું મારી જાત ને પૂછું છું!] એમના માટે તો હું બહુ જ સ્થિતિ-સ્થાપક... "તું તો સમજે છે મને.. તને તો ખબર મારે કેટલું કામ હોય! તને તો બધી ખબર મારી priorities!" .. આટલા dialog અને મારા બધા ગુના માફ! [કેમ? હું પૂછું છું મારી જાતને? મિત્રો મને પ્રેમ કરે છે એટલે નિભાવી જાણે છે અને હું પણ સમજાવી દઉં છું - મિત્રો ને અને મારા મન ને !] મારા ખાસ મિત્રો ના જીવન ના ખાસ પ્રસંગો માં પણ હું રહું ગેરહાજર... એ ભલે હેના ના લગન હોય કે માધવી નું US જવું કે પછી હોય pins ની સગાઇ..... .. હું બનું છું practical અને લઉં છું નિર્ણય મારી priority પ્રમાણે...

પણ જે ભૂમિકા ને હું ઓળખું છું તે આવી ક્યારે ય ના હતી... તો આજે કેમ આમ? કદાચ જવાબ હું જાણું છું!

મારી priority જ્યાં હું , મારા મિત્રો અને મારા શોખ કે ઇચ્છાઓ આવે છે છેલ્લા ક્રમે... મારી જવાબદારી છે મારા કુટુંબ ને સાચવવાની , મારી સામાજિક ફરજ પૂરી કરવાની , મારા કુટુંબ ના સપના પુરા કરવાના , મારી દરેક ભૂમિકા [ [પુત્ર વધુ, પત્ની, માં, ભાભી, કાકી,અધ્યાપક ,બહેન, પુત્રી,મિત્ર .....લીસ્ટ ક્રમ પ્રમાણે priority સમજવી! અને લીસ્ટ બહુ લાંબુ છે! ] શ્રેષ્ઠ રીતે પૂરી કરવી !... અને એમાં જો સમય બચે તો એ મારો!

કદાચ આ એક નવું બહાનું છે - મારું , મારી જાતને સમજાવાનું ! !


ભૂમિકા : લાગણી, પ્રેમ, વેદના, સંવેદના વાળી... જો જાણ્યે-અજ્ણ્યે મળે તમને ક્યાંક, તો કહેજો હું એને શોધું છું!

Comments

Rinku said…
Oh Mam..Your every blog makes me crying....Fulll of emotional,love nd all.....hats off to u mam.....

Very True..
Bhumika said…
thanx dear...


this is just what i m crying for myself!
i feel i am lost!

but i cant help myself!
તમે ત્યાં જ છો બીજે ક્યાય નથી ગયા. તેની સૌથી મોટી સાબીતી તમારા જ શબ્દો છે. શું આવા શબ્દો લાગણીહીન, પ્રેમવિહીન, અસંવેદનશીલ વ્યક્તિ લખી શકે ?
Minal said…
When you realized 'this' about yourself that means you are 'there'. you aren't lost yourself. :)

Popular posts from this blog

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...

Vidyanagar revealed : few snaps, many memories.....

BIRLA VISHVAKARMA MAHAVIDYALAYA   A PREMIER INSTITUTION OF  CVM FOUNDED IN  1948 Motto:  Work is Worship First Approved by Government as grant paid College More than  16000  engineers Graduated. Degrees offered –  B.E. ,  M.E.  and  PhD C-Cube....  A cyber cafe , a cafe , where one can enjoy his/her space as well as the food with friends!  A place i love the most!  the day when i had seen a new building of hotel in place of it, i remember , i had cried like have lost some one very dear! Ajay book stall :: A small store of books in 1999, is now a real big super book stall, where you can find any technical or non-technical book!  Its situated at nana bazar! Bhaikaka Library::  Almost all students have enjoyed reading in this huge library!  Nasta house ! jay yogeshwar nasta house!  chai/c...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...