Skip to main content

Posts

લાઈફ સફારી~112: તમે ગરબા રમો છો કે?

*** " આ પાછી નવરાત્રી આવી ગઈ . માં - બાપને માટે નવ દિવસના ઉજાગરા અને ટેન્શન મફતમાં ." " સાચી વાત . ગયા એ જમાના જ્યારે નવરાત્રીમાં ગરબા માં - અંબાની ભક્તિમાં રમતાં હતા . હવે તો ગરબાનાં નામે ડાન્સ થાય છે ." " હા ભાઈ , બધે આ જ રામાયણ છે . ગરબામાં ગરબા સિવાય બધ્ધું જ થાય છે . અને પાછું આજકાલનાં છોકરાઓને રોક - ટોક પણ નાં કરાય , નહીતો છુપાવીને જાય ." " હા આજની પેઢીને કઈ જ કહેવાઈ નહિ . મને તો પ્રશ્ન એ છે કે આ નાટક - ચેટક - નૃત્ય - ડાન્સ કરીને મળતું શું હશે ? બધા ભવાડા ખાલી ખોટા સમય અને પૈસા બગડવાના . ભાઈસાબ એના કરતા કઈ કામ - ધંધો કરો તો દહાડો વળે !" એક પછી એક સજ્જન પોતાનો ઉગ્ર પ્રતિભાવ મૂકી રહ્યા હતા . નવરાત્રી આવે એટલે લગભગ દરેક ઘરમાં એકજ ટેપ ચાલુ થાય અને લગભગ બધા જ વડીલોની એક સરખી હૈયા - વરાળ ઠલવાય . સ્કુલમાં પેરેન્ટ્સમીટીંગમાં આવેલા વાલીઓનું આ માનો - મંથન તમે શાંતિથી સાંભળી રહ્યા છો અને એક ...

લાઈફ સફારી~111: મેં ગલત હું... તો કોન સહી?

“ તુમ લોગો કી ઇસ દુનિયા મેં , હર કદમ પે ઇન્સાન ગલત , મેં સહી સમઝ કે જો ભી કરું , તુમ કહેતે હો ગલત ..” હોન્ડા સીટી માં મોહિત ચૌહાણનુ રીયલમાં રોકિંગસોંગ વાગી રહ્યું .. “ સબ - રજીસ્ટ્રાર ની કચેરી ” , બોર્ડ ની લગભગ બાજુમાં જ તમે ગાડી પાર્ક કરી , બાજુમાં ઝુકીલુ “ નો પાર્કિંગ ” નુ બોર્ડ જોયા વગર જ ! બહારથી નામનો જ સફેદ ચૂનો લગાવેલી જૂની ઢબની બે માળ ની ઈમારત . બહાર છુટા છવાયેલા ટેબલો . તમને તમારી હોન્ડા સીટી થી લઈને હાથમાં રહેલા આઈફોન ફાઈવ સુધી ઓબ્ઝર્વ કરી , પોટેન્શિયલ કસ્ટમર તરીકે માપી રહેલી સરકારી નજરો . “ હું પહોંચી ગયો છું અહી . પપેર્સ રેડી છે ને ? હું ઇઝ કમિંગ વિથ પેપર્સ ? અહી કોને મળવાનું છે ?” – તમે સત્તાવાહી અવાજે ઓર્ડર કર્યો . સામેથી ‘ એજન્ટ - દસ્તાવેજ ’ નાં નામે મોબાઈલ માં સેવ થયેલો નંબર રણક્યો – “ સરજી , બસ મારો એક પંટર ઓન ધ વે જ છે . બધા પેપર્સ રેડી છે અને સાહેબ સાથે વાત પણ થઇ ગઈ છે .. બસ ૫ મીનીટ ની ફોર્માલીટી છે . ” અન...