Skip to main content

લાઈફ સફારી~111: મેં ગલત હું... તો કોન સહી?



તુમ લોગો કી ઇસ દુનિયા મેં, હર કદમ પે ઇન્સાન ગલત,
મેં સહી સમઝ કે જો ભી કરું,
તુમ કહેતે હો ગલત..”
હોન્ડા સીટી માં મોહિત ચૌહાણનુ રીયલમાં રોકિંગસોંગ વાગી રહ્યું..
સબ-રજીસ્ટ્રાર ની કચેરી, બોર્ડ ની લગભગ બાજુમાં તમે ગાડી પાર્ક કરી, બાજુમાં ઝુકીલુનો પાર્કિંગનુ બોર્ડ જોયા વગર !
બહારથી નામનો સફેદ ચૂનો લગાવેલી જૂની ઢબની બે માળ ની ઈમારત. બહાર છુટા છવાયેલા ટેબલો. તમને તમારી હોન્ડા સીટી થી લઈને હાથમાં રહેલા આઈફોન ફાઈવ સુધી ઓબ્ઝર્વ કરી ,પોટેન્શિયલ કસ્ટમર તરીકે માપી રહેલી સરકારી નજરો.
હું પહોંચી ગયો છું અહી. પપેર્સ રેડી છે ને? હું ઇઝ કમિંગ વિથ પેપર્સ? અહી કોને મળવાનું છે?” –તમે સત્તાવાહી અવાજે ઓર્ડર કર્યો.
સામેથીએજન્ટ-દસ્તાવેજનાં નામે મોબાઈલ માં સેવ થયેલો નંબર રણક્યો – “સરજી, બસ મારો એક પંટર ઓન વે છે. બધા પેપર્સ રેડી છે અને સાહેબ સાથે વાત પણ થઇ ગઈ છે ..બસ મીનીટ ની ફોર્માલીટી છે. ”
અને સાચે તમારા એજન્ટનાં કહ્યા પ્રમાણે માત્ર મીનીટમાં બધું કામ પતી ગયું. પેપર્સ માં વિટનેસ નાં સિગ્નેચર કરવા પણ બે ડમી પપલુ તમારા એજન્ટનાં પંટરએ મેનેજ કરેલા છે જોઈને તમે એમનાં સેટિંગને મનોમન વખાણી રહ્યા. સાહેબની સામે સામે ચેર પર બેસી એક ફોટો, બે થમ્બ ઈમ્પ્રેશન અને પેપર્સ પર - સિગ્નેચર. કામ પૂરું.
હાશ , ફીલ થયું તમને.
સરજી, પેપર્સ ઝેરોક્સનાં સેટમાં કાલે સાંજ સુધી મળી જશે!” – કામ પત્યાનુ સિગ્નલ આપી પંટર આશાભરી નજરે તમને જોઈ રહ્યો.
થેન્ક્સ, તો હું નીકળું? કાલે મારો મેનેજર પેપર કલેક્ટ કરી જશે.” – દિવસ રાત નોટ છાપવામાં અને બેંકનાં એકાઉન્ટ ભરવામાં બીઝી તમને નાના મોટા કામ કરવા કાયમ સમયનો અભાવ રહ્યો છે.
સર , મોટાસાહેબનો વ્યહવાર? બોલે તો પેપર્સ પાસ કરાવવા ખુરશીની સલામી.”-ખુંધુ હસતા ઝીણી આંખો કરી તમારા પપલુએ તમને સરકારી સેટિંગ યાદ કરાવ્યું.
અને એક સેકંડ પણ વિચાર્યા વગર તમે હજાર-હજારની લીલી નોટો ગણીને એને પકડાવી. ડાબા હાથે મોડું થઇ ગયું રીયાલાઈઝ કરાવતી રોલેક્સમાં નજર નાખી અને ગાડી તરફ પરાયણ કર્યું...
ગાડી સ્ટાર્ટ થતા મોહિત ચૌહાણ જાણે તમને સંભળાવવા ગાઈ રહ્યો
મેં ગલત હું,
તો કોન સહી,
મરઝી સે જીને કી ભી મેં, ક્યાં તુમ સબ કો અરઝી દુ,
મતલબ કી તુમ સબકા મુઝ પે મુઝસે ભી જ્યાદા હક્ હે!
સાદ્ડા હક ઇથ્થે રખ..!”
અને એકદમ રીઢા , કેલ્ક્યુંલેટીવ અને મની-માઈન્ડેડ બિઝનેસમેનની અંદર ક્યાંક ઊંડે ઊંડે છુપાએલા અને દબાવી દેવાએલા કેટલાક ઇમોશન્સ-સિદ્ધાંતો અને સંસ્કારો થોડી વાર માટે સળવળી ઉઠ્યા!
કંઇક ખોટું-ગલત-રોંગ કર્યાની ફીલ એક પળ માટે ધૂંધવાઈ અને સળગાવી ગઈ તમારી અંદર છુપેલા કોઈને!
વ્યહવાર સાચવીને કેટ-કેટલી ફાઈલસ, કોન્ટ્રાક્ટસ , ટેન્ડરસ અને ડીલ્સ પતાવ્યા નો આંકડો પણ કોને યાદ છે હવે, તો ધૂંધવાટ હજુ સુધી?
***
સર, આપણાયુનીટ-માં ચોરી થઇ છે. નાઈટ શીફ્ટનો વોચમેન હમણાં રીપોર્ટીંગ કરીને ગયો. જે કેમિકલ ચોરાયું છે પોઈઝ્નસ છે અને કોસ્ટલી પણ. આઈ થીંક વી શુડ રીપોર્ટ ટુ પોલીસ સુન.”- ઓફીસ માં એન્ટર થતા તમારા રાઇટહેન્ડ એવા મેનેજરે ન્યુઝ આપ્યા.
મોબાઈલ માં આજની એપોઇન્મેનટ્સ ચેક કરી સહેજ વિચારી, બેક ઓફ માઈન્ડ ટાઈમ વર્સીસ મની અને લોસની ગણતરી માંડી તમે સુચના આપી –“ નાં, એફ.આઈ.આર લખાવાની કોઈ જરૂર નથી. નાહકનાં પોલીસ સ્ટેશન અને કોર્ટનાં ધક્કા થશે અને એવો ફાલતું ટાઈમ કોની પાસે છે! ડુ વન થીંગ ફ્લોર સુપરવાઈઝર ને મોકલીજાણ ખાતરની અરજીલખાવી દો ચોરી ની. એટલે કેમિકલ મિસયુઝ થાય તો વી વિલ બી સેફ.”
પણ સર, આઈ બીલીવ એફ.આઈ.આર. લખાવવી જોઈએ! સવાલ ચોરી નો કે ફાઈનાન્શિયલ લોસ નો નથી.. એક વાર ચોરી કરી બચી ગયેલો ચોર બીજી વાર મોટી હિંમત કરશે. ઈટ્સ રોંગ! રીપોર્ટનાં લખાવીને વી આર મોટીવેટીંગ થીફ એન્ડ ડેમેજીંગ સોસાઈટી. આપણે ભણેલા ગણેલા થઈને લો અને રૂલ્સ ફોલો નહિ કરીએ તો ...” – તમારો યંગ, ડાયનેમિક અને ઝીલસ મેનેજર તમારું રુક્ષ અને ખુંધુ હાસ્ય જોઈ અધવચ્ચે બોલતા અટકી ગયો.
વેલ સેઈડ, પેન ડાઉન ઓલ યુ સેઈડ! હમણાં જે લેક્ચર આપ્યું કંપની ટ્રેનીંગમાં કે સેલ્ફ મોટીવેશનનાં કોઈ વર્કશોપમાં ક્વોટ કરવા કામ લાગશે. બધું ફેસબુક કે રીયલ બુક માં શોભે! રીયલ લાઈફ માં ટાઈમ કોની પાસે છે? ટાઈમ ઇઝ મની! એન્ડ મની સેવ્ઝ ટાઈમ! એટલે પોલીસ માં અરજી લખાવો, એમનો વ્યહવાર અને ચા-પાણી આપો એટલે વાત પૂરી. અને સમાજ સુધારવા સરકાર, પોલીસ, એન.જી.. અને બીજા ઘણા બધા નવરા લોકો છે, બેટર વી ડુ સમથીંગ ફ્રુટફૂલ અને યુઝફૂલ.” – લેપટોપ પર ટ્પ ટ્પ કીઝ દબાવતા તમે તમારી અંદર પણ કૈક દબાવી રહ્યા.
***
કોલેજ નો ચિક્કાર ભરેલો ઓડીટોરીયમ, સ્ટેજ પર ચારે તરફ ચકડ-વકળ જોતી સ્વપ્નીલ આંખો, માઈક હાથમાં લઇને એકદમ આક્રમકતાથી બોલી રહેલો યુવાન અવાજ – “ શરૂઆત ક્યાંક થી તો કરવી પડશે! “હુંઅનેમારુંભૂલીનેઆપણુંસમઝવું અને વિચારવું પડશે! સક્સેસ માટે નાં શોર્ટકટ ભલે લોભામણા રહ્યા, એમાં સિદ્ધાતો અને નીતિ નિયમો ને વળગીને- લડીને, નડીને જીતવાની અને નવો રસ્તો બનવાની ખુમારી અને ખુશી ક્યારેય નહિ મળે! સિસ્ટમ કે સરકાર કરતા સમાજ માં કરપ્શન નાં કેન્સર માટે સૌથી વધુ જવાબદારહું છુ- સ્વીકારૂ છુ! અને હું , ભારતનું ભવિષ્ય પોતાની જાતને એક પ્રોમીસ કરું છુંપોતાની જાતને દિવસ પુરો થાય કોલર પકડીને યાદ કરાવવાની કેહું લડીશ , ખોટું કરનારને નડીશ અને નવા કરપ્શનફ્રી ઇન્ડિયા ની પહેલી ઈંટ હું બનીશ!”
તાળીઓ નો ગડગડાટ .....
અને આંખો ની ખુમારી , શબ્દે શબ્દ જીવવાની કસક, લડવાનું જુનૂન નો સરવાળો એવો યુવાન, કોણ? નાં, તમે તો કોઈ કાળે નાં હોઈ શકો!
***
તાળીઓનો ગડગડાટ હજુ રોજ રાતે એકાંત માં કાન માં ઘુમરાય છે અને અરીસામાં પોતાની જાતને જોઈ નજરો નીચી થઇ જાય છે.
***
માત્ર તમારી વાત નથી!
તમે, હું અને આપણે બધાજીવી રહ્યા છે એકફેક કેફને.
ચાલો, જાગીએ કેફ માંથી, ભ્રમમાંથી અને જીવવા દઈએ પોતાની અંદર છુપાવેલા અને દબાવેલા પ્રામણિક , સ્વપ્નીલ અને સરળહુંને!
ચાલો ફરી યાદ કરીએ પોતાની જાત સાથે કરેલા દરેક વાયદા અને એને દિલથી પુરા પણ કરીએ!
ચાલો બનાવીએ આપણો નવો રસ્તો, ભલે હોય -થોડોક પથરાળ કે ચઢાઈવાળો , થોડો દુર્ગમ કે ભૂલ ભૂલામણી વાળોજે લઇ જાય નવા ભવિષ્ય તરફ ~ એક સાચા , સરળ અને પ્રમાણિકહુંસાથે.



Comments

Popular posts from this blog

Vidyanagar revealed : few snaps, many memories.....

BIRLA VISHVAKARMA MAHAVIDYALAYA   A PREMIER INSTITUTION OF  CVM FOUNDED IN  1948 Motto:  Work is Worship First Approved by Government as grant paid College More than  16000  engineers Graduated. Degrees offered –  B.E. ,  M.E.  and  PhD C-Cube....  A cyber cafe , a cafe , where one can enjoy his/her space as well as the food with friends!  A place i love the most!  the day when i had seen a new building of hotel in place of it, i remember , i had cried like have lost some one very dear! Ajay book stall :: A small store of books in 1999, is now a real big super book stall, where you can find any technical or non-technical book!  Its situated at nana bazar! Bhaikaka Library::  Almost all students have enjoyed reading in this huge library!  Nasta house ! jay yogeshwar nasta house!  chai/c...

મમતાજી બેનર્જી જી જવાબ આપો :: મહિલા અનામત કે મહિલા-આના-મત ?

" ભીલાડ ટુ ભીલાડ .... મોર્નિંગ ૮:૧૫ ટુ ઇવનિંગ ૮:૦૦ ... "અપ ડાઉન" કહો કે "કમ્યુટીંગ " ... એની એક મઝા પણ છે અને સજા પણ!  અને લકીલી છેલ્લા ૬ વર્ષ થી મને અપ ડાઉન ની જાહોજલાલી નસીબ છે!  અલબત્ત સોર્સ અને ડેસ્ટીનેશન સીટી બદલાતા રહે છે! પહેલા અમદાવાદ થી બરોડા વચ્ચે  અને હવે અંકલેશ્વર થી સુરત વચ્ચે  !  મિત્રો કહે છે તારી અડધી જિંદગી તો ટ્રેન માં જ જવાની!  એક રીઢા ગુનેગાર ને  જેમ જેલ ની સજા માં પણ એક મજા આવે છે... તેમ હું પણ આ ટ્રેન , રેલવે  સ્ટેશન, લેડીઝ  કંપાર્ટમેન્ટ  ની આદી થઇ ગઈ છું!  મારા ટ્રેન મિત્રો ની મારી જિંદગી માં એક ખાસ જગ્યા છે! સવાર સાંજ ટ્રેન માં એક જ કમપાર્ટમેન્ટ માં બેસવાથી એકબીજા સાથે એક અજીબ લાગણી નો સંબંધ બંધાઈ જાય છે અને જે વાતો-દુખ સગા ને નથી કરી શકતા તે ટ્રેન-ફ્રેન્ડ ને કરવા રૂટીન બને છે! દિવસ ના ૪ કલાક [જાગૃત અવસ્થા માં ] જ્યાં કુટુંબ સાથે રહેવા નથી મળતું ત્યારે જેમની સાથે  આ ૪ કલાક ગાળીએ છે એ મિત્રો સગા થી વિશેષ છે!  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~...

I think - We need to talk!

Time : 7.55 AM Venue: Drawing Hall, BVM [ i wonder how huge drawing rooms BVM has... its a real Engineering Institute! UNIQUE!] Scene :: Whole Drawing hall filled with Geeks.... today target is "OS- Operating System"! All Future Engineers are quite prepared well to crack internals , as it is first paper [ more energy, more preparation, more hopes... gradually it evaporates!] and the stronger reason was the faculty who teaches this subject! subject is taught by Prof. N.M.Patel, have no words to describe his intelligence! but how quick he is in learning n applying the gained knowledge, can be explained by a joke all BVMites cracked very often - " If Prof. N.M.Patel needs to learn Car driving, he will simply get 10-20 books titled as "Learn car driving in 24 hours" or similar, read it thorough and will drive smart enough to win a car race!" ... He was/is/will always be considered a GEM of BVM! "Your time starts now... start writing... All the be...