Skip to main content

Posts

લાઈફ સફારી~૧૪: પાણો ભરે તો પાણો આવે!

સીન - ૧ ::   એક રીલેટીવના ઘેર સીમંત [ સીમંત સાઉન્ડ્સ એલ.એસ. -બેબી શાવર કેહવાય હવે! ] નો પ્રસંગ. " હીર , તું અંદર લેડીઝ સેક્શનમાં બેસવાને બદલે અહી બહાર હિંચકે કેમ   બેઠી   છે ? આજે તો તારે વટમાં રહેવાનું છે, જેઠાણી બનીને ખોળો ભરવાનો છે દેરાણીનો! તારે તો આજે બધી વિધિ ડીટેલમાં જોવી હતી એમ તું કહેતી હતી અને સવારે તો તું સુપર એક્સાઈટેડ હતી, અત્યારે કેમ બેટરી ડાઉન છે? " - ચાનો કપ મારા હાથમાં પકડાવી હીરના પતિદેવે પૂછ્યું. હીરને કદાચ આ પ્રશ્નનો જવાબ જ નથી આપવો પણ એની આંખો એના કરતા વધુ બોલકી છે! " કઈ નહિ , એ તો અંદર બહુ સફોકેશન-ભીડ છે એટલે મેં વિચાર્યું કે બહાર હિંચકે શાંતિથી બેસુ! અને ખોળો મારે નથી ભરવો, આઈ ટોલ્ડ યુ! હું આ બધા રીતી-રિવાજોમાં નથી માનતી. કીપ મી આઉટ ઓફ ઓલ ધીસ! " – હીર જવાબ તો આપી ગઈ પણ નીચી નજરે. સામે જુએ તો આંખો સાચું બોલી જ દેવાની છે! હીરની આંખો બે જ પરિસ્થિતિમાં ઢળી જાય, સંજોગવશાત જુઠ્ઠું બોલવું પડે ત્યારે કે પછી રડું આવે ત્યારે અને એના પતિદેવને સુપેરે ખબર આ ઢળતી આંખોના કોડ્સ અને કન્ડક્ટ! હીર નજર છુપાવી રહી પોતાના જીવનસાથીથી. કાયમ લડી લેત...

લાઈફ સફારી~૧૩ : રેશમી દોરીનું બંધન...

" દેર લગી લેકિન અબ મેને હે જીના સીખ લિયા .. અબ મૈને એ જાના હે , ખુશી હે ક્યા ગમ ક્યાં..."   સવાર સવારમાં થોડીક ફુરસદ, હાથ માં ગરમ ચા , નજરો ન્યુઝ પેપર પર અને કાન માં મેલોડીયસ મ્યુઝીક! મ્યુઝીક અને પેપરના અલ્ટીમેટ એડીકશનમાં અડચણ થતા નજર વંકાઈ - આ રુકાવટ કે લિયે ખેદ હે નું રીઝન શોધવા!   અને નજર ગોઠવાઈ નાના સા પડોસી પર.   એકદમ સ્વીટ , ક્યુટ અને હેન્ડસમ ! – પ્રિન્સ. પ્રિન્સના કિંગડમ –શર્માવિલા માં ચાલી રહેલા “ માં કા પ્યાર ” ને જોઈ રહી હું લાઈવ. " પ્રિન્સ , સ્વીટ-હાર્ટ , શું થયું છે તને ? આર યુ હન્ગ્રી ? કે પછી ફીલિંગ કોલ્ડ ? ડાર્લિંગ કામ ડાઉન!"- મીસીસ શર્મા પ્રિન્સને શાંત કરવા એના સુંવાળા સફેદ વાળ ને સહેલાવી રહ્યા. {  હા જી , પ્રિન્સ ના સુંવાળા સફેદ વાળ છે.   તમને શું લાગ્યું? પ્રિન્સ એટલે મીસીસ શર્માનો સ્વીટ ક્યુટ હેન્ડસમ ડોગી!    ના , ડોગી કહીએ તો એમને દુખ થાય. પ્રિન્સ તો એમનો સન છે! } " ગુડ મોર્નિંગ , મીસીસ શર્મા , હું બે-ત્રણ દિવસથી ઓબ્ઝર્વ કરું છુ , પ્રિન્સને કદાચ ગળામાં આ ચેઈન કળે છે! જુઓને ઘા પણ પડી ગયો છે ! એ તાજા ઘામાં ચેઈન...