Skip to main content

Posts

શોધવું , મળવું અને ફરી ખોવાઈ જવું ....

"ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ આઈ એમ ટોકિંગ ટુ માય ડેડ . ગીવ મી  સ્પેસ એન્ડ પ્લીઝ લીવ ફ્રોમ હિઅર ."- આંખો થઇ શકે એટલી મોટી કરીને , ફેસ પર ગુસ્સા નો લાલ રંગ થોપી ને, અવાજ ની પીચ એકદમ હાઈ કરીને મેં કહ્યું , ખખડાવ્યા એમને।।। એમને એટલે - નામ શું ખબર ? લાસ્ટ 20 મીનીટસ થી હું ડેડ સાથે વાત કરવા એમની રાહ જોઉં છું અને આ  અજનબી ક્યારનો મને સ્ટેર કરી રહ્યો છે,  જાણું છું હું। જો બીજી કોઈ જગા એ , બીજા કોઈ પ્રસંગે આ ગુસ્તાખી કોઈએ  કરી હોત , તો સુરતી શ્લોક કે એક ટાઈટ સ્લેપ થી જ જવાબ આપ્યો હોત! ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ "પપ્પા , કેટલું મોડું  કર્યું તમે ? "- કદાચ  ગુસ્સા નો પારો ઉપર જ હતો। પણ હવે પપ્પા આવી ગયા એટલે - હું ને મારા પ્રોબ્લેમ્સ બધું સોર્ટ થઇ જશે! "મોડું કર્યું ? મને તો એમ કે તું કમ્પ્લેન કરવા આવી છે કે પપ્પા કેમ આટલી ઉતાવળ કરી? "- પપ્પા હસી રહ્યા, પેલી જલારામબાપા ની મૂર્તિ જેમ મંદ મંદ હસે છે ને  તેમ જ! "હા એ કમ્પ્લેન તો આખી જિંદગી ની જ છે ! છેલ્લા 3 વર્ષ થી કરું છું , પણ તમે ક્...

"જાહેર નોટીસ" ની ટીસ ....

જાહેર નોટીસ :: ઉપરની નોટીસ વાંચીને સૌથી પહેલો શું વિચાર આવે ? -- આપણું નામ નથી ને એમાં - એ જોવાનો! { જવાબ પુરો! }  દર બીજા કે ત્રીજા દિવસે જાહેર નોટીસ ના નામે છપાતી આવી સંબંધો ની હરાજી - જોઈને લાંબા સમયથી કૈક લખવાની ઈચ્છા થઇ હતી .... -- તો હવે ભોગવો!  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ જાહેર નોટીસ :: અમો એડવોકેટ નહિ એવા { અહી કોઈ ડોક્ટર કે ઈન્જીનીયર ને સી.એ થી આગળ ક્યા કોઈ કઈ બનવા દે છે યાર! } - મતદાન ની ઉમર વિતાવ્યે પણ મુ. ને કુ. એવા - તમારા સુપુત્ર / સુપુત્રી , રહે - તમારી નીગરાની  માં ૨૪ કલાક , ની સૂચના અને માહિતી અન્વયે આ જાહેર નોટીસ થી તાકીદ કરવાની કે અમારા બાજુના ફોટોવાળા માતા/પિતા નામે - પૂજ્ય પપ્પા /મમ્મી  તેઓએ અમારી સંમતિ સિવાય અમારી  સાયન્સ/કોમર્સ લાઈન ની પસંદગી , કેરિયર , અમારી ફ્યુચર જોબ , અમારા રોજ પહેરવાના કપડા થી લઈને આજીવન સાથે જ રાખવા પડતા જીવન સાથી ની પસંદગી કરતા રહ્યા છે અને તેમના આ આપખુદ વર્તન અને દખલગીરી થી ગૂંગળાઈને અમે એમને આમારા "વાલીપણા" માંથી બેદખલ કરીએ છે! જેથી અમારા વાલીઓ ની સાથે કોઈ પણ પ્રકારન...

જીન્દગી "આઈ","યુ " નહિ - "વી" ~ " શ્વાસ " સાથે જ જીવી શકાય !

"હેલો , કેન આઈ ટોક ટુ પ્રોફેસર શ્રીવાસ્તવ ? "- ફોન ના સામે છેડે થી એક સૌમ્ય અને મધુર પ્રશ્ન ડોકાય . " પ્રોફેસર સાહેબ  લંચબ્રેક પર છે , કોલ કરતા પહેલા એક વાર ટાઈમ જોઈ લેતા હોવ તો ! એક મિનીટ ચાલુ રાખો." - અણગમા અને ગુસ્સો કદાચ સમા છેડે સ્પષ્ટ વર્તાઈ જ જાય એટલો વેધક. " સંભાળો છો? તમારી કોઈ સગલી નો ફોન છે! બધા કાઠા- કબાડા ઓફીસ માં જ પતાવીને આવતા હોવ તો! કોણ જાણે કઈ નવી આફત છે, અંગ્રેજી તો જાણે આખી દુનિયા માં બીજા કોઈને આવડે જ નઈ !! " - પ્રોફેસર શ્રીવાસ્તવ ને ફોન આપતા આપતા એમના ધર્મ- પત્ની એ જાણી જોઈને જ મોટેથી આખી કથા કરી, કોલ કરનાર ને શરમિંદા કરવા જ તો કદાચ! અને આટલું સાંભળ્યા પછી કોલ સામેથી કટ નાં થાય તો જ નવાઈ ! " હેલો , હેલો ... " - પ્રોફેસર શ્રીવાસ્તવ ક્ષોભ સાથે સામે છેડે  થી કોલર વોઇસ ની જગ્યા એ  સંભળાતી રીંગ થી એક વાર ફરી અકળાયા! " શું મઝા આવે છે તને આમ મારા પ્રોફેશનલ રીલેશન બગડવાની ? તારે જે કહેવું હોય મને કહે, બીજા ની સામે કેમ આમ ભવાઈ કરે છે! તું કહે એમ , તું કહે એટલું જ જીવું છું - તો પણ કેમ વાતે વાતે આમ ગૂંગળાવે છે! "...

ઉતાવળે આંબા પાકે ? - ના , માણસ પાકે!

"બૌ મોડું કર્યું ને કઈ પાછા આવતા ! બહેનબા એ બૌ આગતા-સ્વાગતા કરી લાગે છે ! બેબુ , ફિયા એ શું આપ્યું તને? "- ઘર ના ઉંબરે જ પગ અટકી ગયા . હા, દિલ અને દિમાગ જુદી જુદી દિશા માં ફંટાઈ રહ્યા!  "ચુકેટ આપી ફિયા એ.. "- હજુ હમણા જ ખાધેલી ડેરી મિલ્ક સિલ્ક હજુ બેબુ ના ગુલાબી ચબ્બી ગાલો પર હાજર હતી!  બેબુ  ની ફિયા એટલે મારી પિતરાઈ નણંદ- હની , મારા પતિદેવ નાં કાકા ની દીકરી. "બસ ખાલી ચોકલેટ આપી ને જ પતાવી દીધું ? મેં કીધું હતું ને તને , બહુ પહોળા થવાની કોઈ જરૂર નહતી આપણે પણ! નમસ્કાર એટલાજ ચમત્કાર - આ કળયુગ માં ! "- મમ્મી કદાચ એમના  અનુભવે કહી રહ્યા પણ આમ સાવ જ સ્વીકારી લેવાનું પણ ક્યાં મારા સ્વાભાવ માં છે !  રસોડા માં બેબુ નું કોમ્પલાન અને મમ્મી-પાપા માટે દૂધ ગરમ કરતા જાણે  દિમાગ નું ટેમ્પરેચર પણ વધી રહ્યું ..  " શું નાસ્તો કરાવ્યો નણંદબાએ ? બહારથી જ કઈ મંગાવ્યું હશે , ઘેર કઈ રાંધવા તો આજકાલ ની ભણેલી ગણેલી જોબ કરતી છોકરીઓ ના ઢેકા જ ક્યા નામે છે! " - ભીના વસાણ ને કોરા રૂમાલ થી લૂછતાં લુછતા મમ્મી મારા જવાબ ની રાહ જોઈ રહ્યા!  અને જાણે ભીના વાસણ ન...

હીર , સ્ટોરી બુક, ટેલેન્ટ શો અને કોમ્પીટીશન ની પીટીશન : રુક જાના નહિ તુ કહી હાર કે ...

"રીયલી , વોટ અ મુવી.. વોટ અ મેસેજ... હેટ્સ ઓફ !  ખરેખર બાળકો ને જે બનવું હોય, જે કરવું હોય એ જ કરવા દેવું જોઈએ! એમની ઈચ્છા , એમના સપના અને એમનું ગોલ જે હોય એ રસ્તે વળવા દેવા જોઈએ! આપડે તો બોસ માની ગયા ૩-ઇડીઅટ્સ ની ટીમ ને! કાશ આ જોઇને પણ માં-બાપ ની આંખ ઉઘડે! " " યુ આર એબ્સોલ્યુટલી રાઈટ બડ્ડી ! જો ને અમારી ચિંકી ની મોમ ને તો મેં પહેલે થી જ કહી દીધું છે, ચિંકી ને કોઈ વાત નું પ્રેશર ની જ આપવાનું! એને જે ગમે કરવા દેવાનું. આપણે આટલું ભણ્યા ને આ રેટ રેસ માં આટલું દોડ્યા ને હન્ફ્યા , હવે આપણા બાળકો ને તો નહિ જ આ ગાંડપણ ! અમારી ચિંકી ને મ્યુઝીક નો બહુ શોખ છે! એટલે એને અમે મ્યુઝીક ના એરિયા માં જ પુશ કરીએ છે.. ભણવા માં જેટલું ખેંચે ... જોર નહિ કરવાનું યાર! " " એકદમ સહી બોસ! "તારે ઝમીન પે"  મુવી માં પણ એવો જ મેસેજ છે ને કે બાળકો નાના છોડ જેવા છે , એમને ઉગવા દો, મનગમતી દિશા માં , મનગમતા શેપ માં .. એમના પર તમારા સપનાઓ અને અપેક્ષાઓ નો બોજો નહિ જ લાદો.. યાર ભલે ને આર્ટસ માં ભણે કે સાયંસ , ભેજું  અને પેશન હશે તો એની ફિલ્ડ માં કઈ પણ કરી ને સેટ થઇ જ જશે! આ કોમ્પીટ...

પામ્યા ના પેશન થી ગુમાવ્યા ના ગમ સુધી : કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હે...

P.S. ::  આ પોસ્ટ ડેડીકેટેડ છે . કયાંક સંજોગવશાત છૂટી ગયેલા સપનાઓ અને સ્વજનો ને ... આજની દોડધામભરી જિંદગીમાં મહત્વાકાંક્ષાઓ અને કરિયર ની ચેઝ માં ક્યાંક આપણે આપણા સ્વજન ને "ટેક્ન ફોર ગ્રાન્ટેડ" લઇ લઈએ છે ..  એ સ્વ-જન નું આપણી જિંદગી માં મહત્વ ભૂલી જઈએ છે ... કદાચ એ સ્વ-જન આપણા નસીબ માં સહજતાથી આવી ગયું છે , એથી એનું મહત્વ નાં સમઝી શકનાર આપણે એ નથી જાણતા કદાચ ... કે એ સ્વ-જન નું મહત્વ એને ગુમાવી ચુકેલા કોઈક ને વધુ છે , કદાચ એને પામી ચુકેલા અને છતાં કદર નાં કરી શકનાર આપણા કરતા!  કાલ્પનિક કેનવાસ પર વાસ્તવિકતાના આ શેડસ કદાચ મદદ કરે આપણી , જે ખોવાઈ ગયું છે એ શોધવા કે પછી જે ખોવાઈ જવાની તૈયારી માં છે એને સહેજવા!  આમીન !  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~` ટાક.. ટીક.. ટાક .. ટીક .. ફરી એજ અવાજ .. થોડો પરિચિત.. છતાં અજાણ્યો..  વર્ષો પહેલા દિલ ને ધબકાર ચુકાવી દેનાર.. એ હાઈ  હિલ ના સેન્ડલ .. ને સેન્ડલ પર ચાલી આવતી મારી મુસ્કુરાતી સવાર, શરારતી સાંજ ને શમણાઓ ભરેલી રાત ... અને એક બેફિકરાઈ ભર્ય...

સેકન્ડ સેક્સ : રેશમી ડોરી અને રૂહ ને રૂંધતી રીસ્પોન્સીબીલીટીઝ !

" દેર લગી લેકિન અબ મેને હે જીના સીખ લિયા .. અબ મૈને એ જાના હે , ખુશી એ ક્યા ગમ હે ક્યાં..." સવાર સવારમાં થોડીક ફુરસદ ...  હાથ માં ગરમ ચા, નજરો ન્યુઝ પેપર પર અને કાન માં મેલોડીયસ મ્યુઝીક...  કદાચ એટલે જ સંડે નો એક ચાર્મ હોય છે કેમકે, સંડે જે ફ્રીડમ અને સ્પેસ આપે છે જાત સાથે અને જાત પાસે રહેવાની એ વિક- ડેયઝ માં કયા?  મ્યુઝીક અને પેપર ના અલ્ટીમેટ એડીકશન માં અડચણ થતા નજર વંકાઈ - આ રુકાવટ કે લિયે ખેદ હે નું રીઝન શોધવા!  અને નજર ગોઠવાઈ નાના સા પડોસી પર.  એકદમ સ્વીટ , ક્યુટ અને હેન્ડસમ ! - પ્રિન્સ .. આજે કોણ જાણે પ્રિન્સ ની રિયાસત માં કઈ ગરાસો લુટાઈ ગઈ છે કે પ્રિન્સે આમ તબાહી મચાવી છે એ જોવા અને એને શાંત કરવા, પેપર ને હેડફોન્સ મૂકી ને સામેવાળા "શર્માઝ " ના ઘર તરફ ગઈ.. અને  હું પહોંચું એ પહેલા તો પ્રિન્સ ની મમ્મી પ્રગટ થઇ!  "પ્રિન્સ , સ્વીટ-હાર્ટ, શું થયું છે તને ? આર યુ હન્ગ્રી ? કે પછી ફીલિંગ કોલ્ડ? ડાર્લિંગ કામ ડાઉન ! " - મીસીસ શર્મા પ્રિન્સ ને શાંત કરવા એના સુંવાળા સફેદ વાળ ને સહેલાવી રહ્યા.. {     એક મ...