Skip to main content

Posts

મેરેજ, લવ મેરેજ અને અરેન્જડ લવ મેરેજ ... :

લગ્ન, મેરેજ, લવ મેરેજ , એરેન્જડ મેરેજ,  એરેન્જડ લવ મેરેજ  ... એક્સેત્રા.... ઉપરના બધા શબ્દો માં સૌથી ડેન્જર ને છતાં સૌથી લોભામણો શબ્દ છે "એરેન્જડ લવ મેરેજ"... કોઈ પણ બે વિરુદ્ધ પ્રકૃતિ ને મિક્સ કરતા જે લોચો [ સુરતી લોચો ની રે.. ]  થાય એવો ભયંકર લોચો  એટલે "એરેન્જડ લવ મેરેજ" .. માનવામાં નથી આવતું .. તો સાંભળો .. ના રે વાંચો થોડા સંવાદો ,  પ્રેમ ને માતા પિતા ની મરજી નો થપ્પો લગાવી ને લગ્ન કરવા ઉત્સુક વધૂ ને એના માતા પિતા  વચ્ચે ના !  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ " લગ્ન મારા જ છે ને? "  - { દરેક વાત માં અણગમો ને શબ્દ્પ્રહાર થી કંટાળેલી ને છંછેડાએલી "ટુ બી વધૂ" નો કટાક્ષ! } " હા એમ જ લાગે છે! " - { માતા નો " હું પણ તારી માં છું"  ના લય માં પ્રતિ કટાક્ષ ! } "મારા લગ્ન ની બધી જ જવાબદારી હું લઈશ તો તમે બધા શું કરશો? "  - { લગ્ન અને તેની જવાબદારી મોટેભાગે ઘરના વડીલો જ લેતા હોઈ કન્ફ્યુઝ્ડ "ટુ બી વધૂ" નો પ્રત્યાઘાત ! } " છોકરો પસંદ કરવા જેટલી તું મેચ્યો...

આ "ફ્રેન્ડશીપ ડે " પર કરવા જેવો એક લાગણીભીનો પ્રયોગ..

બીપ , બીપ, ... બીપ , બીપ...  રાતના ૧૨ વાગવા થી જ શરુ થઇ જતી એસ.એમ.એસ ની  આ સાયરન ને આજે "પેઈડ એસ.એમ.એસ " હોવાનું રીસટ્રીક્શન  પણ નઈ  નડે.. આજે રવિવાર , એટલે મોડે સુધી ચાદર તાણી સૂર્યવંશી બની દીવા સ્વપ્નો સાથે ગુફતેગો કરવાની જાહોજલાલી!  પણ આ શું ? આજે સવારે ૬ વાગવા માં જ દિવસ શરુ થઇ ગયો ?  રોજ ઉઠાતાની સાથે ટીવી ના રીમોટ ને હાથ માં લેવાની આદત ને પણ આજે રવિ વાર ની રજા મળી કે શું ?  અને ક્યારેય ભૂલે ચુકે રસ્તો ભુલાતા જ્યાં  પહોંચી જવાતું એ રસોડા માં આજે બને છે એક "ચાઈ ગરમ - સ્પેસીઅલ " .. અને સાથે ગરમ ગરમ આલું - પરોઠા .. રવિ વારે રજા ની મઝા માં મેસ્ડ અપ અને મુન્જયેલો રહેતો ડ્રોઈંગ રૂમ ને  આજે સ-રસ ને સુવ્યવસ્થિત ગોઠવ્યો ત્યારે ખબર પડી કે ડ્રોઈંગ રૂમ ના રાત પડે  આ ફટેહાલ  દીદાર  બનાવામાં અમને સહેજે કષ્ટ નથી પડતો પણ મમ્મી ચહેરા પર હમેશા રમતી એ "મધુબાલા  ઈસ્માઈલ " [ પપ્પા ખાનગી માં કહે છે તેમ જ તો! ] સાથે કેવું અમારા ઉઠતા પહેલા ઘર ને ઘર બનાવે છે, એની ઊંઘ ને સમય ના ભોગે..  પપ્પા ના બધા...

વ્હાલના દરિયા માં લાગણી વર્સીસ જવાબદારી ની સુનામી ...

"Have I told you how good it feels to be me, when I'm in you? I can only stay clean when you are around. Don't let me fall. If I close my eyes forever, would it ease the pain? Could I breathe again? Maybe I'm addicted,  I'm out of control,  but you're the drug  that keeps me from dying.  Maybe I'm a liar,  but all I really know is  you're the only reason I'm trying ... " "ભૂમિકા , આ કેવો રીંગ ટોન રાખ્યો છે ? તારા મોબાઈલ ને સાઈલેન્ટ કર અથવા રીસીવ કરી ને વાત કર.. અમને  તારી રીંગ ટોન થી અમારા આજ ના ઇન્ટરેસટીંગ ડિસ્કશન માં ડીસ્ટર્બ થાય છે! " - પલ્લવીબેન ઉવાચ.. "હા રે , ઉર્વી [મારી એક ની એક વહાલી બેન ] નો ફોન છે , આ ચેપ્ટર પતવા જ આવ્યું છે , હું એને કોલ બેક કરી દૈસ.. તમે તમારા  " મેલ વર્સીસ મોબાઈલ ના ડીફરન્સ " નું ડિસ્કશન ચાલુ રાખો! "- કાન કથા માં હતા ને નજર કિતાબ માં , મલ્ટીપ્રોસેસિંગ નો ફંડો કોને કહ્યું નવો છે ? હું તો વર્ષો થી એપ્લાઇ કરતી આવી છું ..  ...

"સ્લોગન ટી-શર્ટ" :: યુથ ફ્રીડમ મંત્ર !!

  " મોમ , આ ફેશન છે , ઇટ્સ ઇન , તને શું ખબર પડે ? " - એક નવા સવા   ટીન્સ ક્રોસ કરી , યુવાની ના પહેલા પગથીયે અટવાતા ,   કોલેજ અને   ગ્રુપ માં "ફેશન સેવી" ને "હેપ" થવા મથતા એવા   "મમ્મા ' સ બોયે"  એની મમ્મી આગળ છણકો કર્યો!   " ફ્રીડમ ઓફ એક્સપ્રેશન   મોમ , તને ના ખબર પડે... ! " –   તાજી તાજી આઉટ ઓફ ફેશન થયેલી મમ્મી એના "બાબલા" ના નવા ટી-શર્ટ પર "અભિવ્યક્તિ સ્વાતંત્ર " ના સિમ્બોલ એવા સ્લોગન ને વાંચી રહી ... "   માય મોમ થીન્ક્સ આઈ એમ વર્જિન !   "  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ફ્રીડમ , લીબર્ટી , સ્વાતંત્ર્ય ...   આજના યુથ માં છવાઈ જવા કોઈ પણ બ્રાંડ , પ્રોડક્ટ કે કંપની માટે સીધી ને સરળ સીડી છે - "યુથ ફ્રીડમ મંત્ર "! આજ ના યુથ ને બધું એક્સપ્રેસ કરવું છે એની સ્ટાઈલ માં -  સ્માર્ટનેસ થી કે બોલ્ડનેસ થી , નફ્ફટાઈ થી કે નફીકરાઈ થી , અલ્લડતા થી કે   સહજતાથી ... અને પાછા દર ૫ મીનીટે આઉટ ઓફ ડેટ થઇ જતા આ યુથ ને કૈક નવું , ડીફરન્ટ અને અપીલિંગ જોઈએ !   ને આવો   જ એક યુથ ફેવ...

એ.સી.પી.સી :: {" [A] એમ તો [C]કલીઅર [P] પણ થોડું [C] કોનટરોવ્ર્સીઅલ !!]

ACPC :: "એડમીશન કમિટી  ફોર પ્રોફેશનલ કોર્સીસ  "  ગુજરાત  સરકાર ની દેર આયે દુરસ્ત આયે જેવી નવી ઓનલાઈન  એડમીશન પધ્ધતિ  માટે વાદ-વિવાદ બંને આજકાલ ચર્ચા માં છે! { વાદ-વિવાદ પણ એમ જોતા મફત પબ્લીસીટી અપાવે તો નફો જ ને! } નવી આવેલી દરેક પ્રથા ને હમેશા વગોવતા રહેવાની આપડી "માણસ સહજ" આદત છે ! જુનું એટલું સોનું ને નવું એટલું ખોટું એવા જડ અભિપ્રાય હમેશા નવી પ્રથા , શોધ કે વિચાર ને અવરોધતો રહ્યો છે!  { જુનું એટલું સોનું માનવા વાળા ઓ ને પ્રશ્ન કે  જુનો સુ-વર કે પત્ની કેટલા કેરેટ ના લાગે છે  ? } ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન એડમીશન માટે  "એડમીશન કમિટી  ફોર પ્રોફેશનલ કોર્સીસ- ACPC " નું ગઠન એ એક સરાહનીય પગલું છે જે જાણકારી ને માહિતી ના અભાવે વિવાદો નો ભોગ બન્યું છે! સંપૂર્ણ એડમીશન પ્રોસેસ  ની ટુ ધ  પોઈન્ટ  વિગતો સ્નેપ શોટ સાથે ACPC  ની ઓફીશીઅલ વેબસાઈટ  http://www.jacpcldce. ac.in/    પર પ્રાપ્ય હોવા છતાં પ્રશ્ન એ છે કે કેટલા વાલીઓએ આ સુલભ અને માહિતીસભર વેબ સાઈટ ઓપન કરવાની પણ જ...

"વર્કિંગ વુમન અને વાંચન! "

“e_વાચક-૨૦૧૦”  માં પબ્લીશ થયેલો મારો ફર્સ્ટ આર્ટીકલ ... http://docs.google.com/fileview?id=0B1xd-zTpPPu7YWE4YzIyNTAtOGM1Yy00YWQyLTgxMDktNGY2MDRjN2UzYjJm&hl=en&pli=1 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ "વર્કિંગ વુમન અને વાંચન! "  " ઉફ્ફ્ફ ...  ૧૦.૩૦ વાગ્યા.. હાશ કેયુર અને હીર પોઢી ગયા હવે જરાક આજ ના ન્યુઝ પેપર પર નજર ફેરવી જોઉં!  પેપર હાથ માં લેતા જ વિચાર આવે છે- " આજે તો મંગળ વાર ... અરેરે રે , આજે તો મહીલ વિશેષ પુરતી હશે! એમાં તે વળી શું વાંચવાનું? ટાઈમ  પાસ કરવા પણ જો એ ભૂલ થી વાંચી જાય છે તો મન માં એક ચચરાટ થઇ જાય છે , એક તો સમય બગડ્યા નો અને બીજો અપરાધભાવ! " મન ચકડોળે ચડ્યું અને અનિચ્છા એ પણ પુરતી ના પાના ફેરવી કૈક વાચવા યોગ્ય મળે તો .. ની શોધ આરંભાઈ... [૧]પતિ ને કેવી રીતે ખુશ રાખવો !  { શું સાસુ માં ને ફોન કરી ને આ ઉપાય પૂછવો વધુ અસરકારક ના રહે? લેખ ને અનુસરતા કયાંક "આપડા વાળા  "  ની જગ્યા એ "બીજી નો" ખુશ થઇ જાય તો ? }  [૨]મન ના માણીગર ના મન સુધી પહોંચવાના રસ્તા! ...