Skip to main content

આ "ફ્રેન્ડશીપ ડે " પર કરવા જેવો એક લાગણીભીનો પ્રયોગ..

બીપ , બીપ, ... બીપ , બીપ... 

રાતના ૧૨ વાગવા થી જ શરુ થઇ જતી એસ.એમ.એસ ની  આ સાયરન ને આજે "પેઈડ એસ.એમ.એસ " હોવાનું રીસટ્રીક્શન  પણ નઈ  નડે..

આજે રવિવાર , એટલે મોડે સુધી ચાદર તાણી સૂર્યવંશી બની દીવા સ્વપ્નો સાથે ગુફતેગો કરવાની જાહોજલાલી! 


પણ આ શું ?

આજે સવારે ૬ વાગવા માં જ દિવસ શરુ થઇ ગયો ? 

રોજ ઉઠાતાની સાથે ટીવી ના રીમોટ ને હાથ માં લેવાની આદત ને પણ આજે રવિ વાર ની રજા મળી કે શું ? 

અને ક્યારેય ભૂલે ચુકે રસ્તો ભુલાતા જ્યાં  પહોંચી જવાતું એ રસોડા માં આજે બને છે એક "ચાઈ ગરમ - સ્પેસીઅલ " .. અને સાથે ગરમ ગરમ આલું - પરોઠા ..


રવિ વારે રજા ની મઝા માં મેસ્ડ અપ અને મુન્જયેલો રહેતો ડ્રોઈંગ રૂમ ને  આજે સ-રસ ને સુવ્યવસ્થિત ગોઠવ્યો ત્યારે ખબર પડી કે ડ્રોઈંગ રૂમ ના રાત પડે  આ ફટેહાલ  દીદાર  બનાવામાં અમને સહેજે કષ્ટ નથી પડતો પણ મમ્મી ચહેરા પર હમેશા રમતી એ "મધુબાલા  ઈસ્માઈલ " [ પપ્પા ખાનગી માં કહે છે તેમ જ તો! ] સાથે કેવું અમારા ઉઠતા પહેલા ઘર ને ઘર બનાવે છે, એની ઊંઘ ને સમય ના ભોગે.. 

પપ્પા ના બધા છાપા અને મેગેઝીન ને ટી- ટેબલ પર મુકતા નવાઈ લાગી કે એમ.એન.સી ની ૧૨ કલાક ની થકવી નાખતી નોકરી - સાથે પણ પપ્પા હર હંમેશ "પોતાનું કામ  પોતે જ કરવાના " આગ્રહ ને અનુસરે છે અને આ છાપા , મેગેઝીન નું નિયમિત વાંચન જાળવે છે , કદાચ આ સંસ્કાર નું મારા માં સિંચન કરવા જ તો !!  

છેલ્લે ટી -ટેબલ પર "ઈસ્પેશિઅલ  ચા"  સાથે ગરમ ગરમ અલુ પરોઠા સજાવી બાજુમાં ગાર્ડન માંથી તોડેલું મમ્મી નું ફેવરીટ ગલગોટા નું પીળું  ફૂલ મૂકી સર્વિંગ પ્લેટ માં ટોમેટો કેચ અપ થી લખ્યું - " હેપ્પી ફ્રેન્ડશીપ ડે , જેમણે મને મિત્રતા નો અર્થ સમજાવ્યો એવા મારા વ્હાલા મમ્મી ને પપ્પા !"   


-- આ "ફ્રેન્ડશીપ ડે " પર કરવા જેવો એક લાગણીભીનો પ્રયોગ....  

Comments

Harsh Pandya said…
saras ane hridaysparshi rajuaat...wah..savar na porma uthine je chaa ni kick mle,evi tarotaja post...
wah...khub saras...mast idea api didho tame to...thts y i love ur writing...its something diff n hatke..
CHIRAG said…
very good writing and a novel idea in life... should be read by young generation...

do keep writing such novel things and keep sharing...
NIRAV said…
hi,,
it"s a nice.......

Popular posts from this blog

Vidyanagar revealed : few snaps, many memories.....

BIRLA VISHVAKARMA MAHAVIDYALAYA   A PREMIER INSTITUTION OF  CVM FOUNDED IN  1948 Motto:  Work is Worship First Approved by Government as grant paid College More than  16000  engineers Graduated. Degrees offered –  B.E. ,  M.E.  and  PhD C-Cube....  A cyber cafe , a cafe , where one can enjoy his/her space as well as the food with friends!  A place i love the most!  the day when i had seen a new building of hotel in place of it, i remember , i had cried like have lost some one very dear! Ajay book stall :: A small store of books in 1999, is now a real big super book stall, where you can find any technical or non-technical book!  Its situated at nana bazar! Bhaikaka Library::  Almost all students have enjoyed reading in this huge library!  Nasta house ! jay yogeshwar nasta house!  chai/c...

મમતાજી બેનર્જી જી જવાબ આપો :: મહિલા અનામત કે મહિલા-આના-મત ?

" ભીલાડ ટુ ભીલાડ .... મોર્નિંગ ૮:૧૫ ટુ ઇવનિંગ ૮:૦૦ ... "અપ ડાઉન" કહો કે "કમ્યુટીંગ " ... એની એક મઝા પણ છે અને સજા પણ!  અને લકીલી છેલ્લા ૬ વર્ષ થી મને અપ ડાઉન ની જાહોજલાલી નસીબ છે!  અલબત્ત સોર્સ અને ડેસ્ટીનેશન સીટી બદલાતા રહે છે! પહેલા અમદાવાદ થી બરોડા વચ્ચે  અને હવે અંકલેશ્વર થી સુરત વચ્ચે  !  મિત્રો કહે છે તારી અડધી જિંદગી તો ટ્રેન માં જ જવાની!  એક રીઢા ગુનેગાર ને  જેમ જેલ ની સજા માં પણ એક મજા આવે છે... તેમ હું પણ આ ટ્રેન , રેલવે  સ્ટેશન, લેડીઝ  કંપાર્ટમેન્ટ  ની આદી થઇ ગઈ છું!  મારા ટ્રેન મિત્રો ની મારી જિંદગી માં એક ખાસ જગ્યા છે! સવાર સાંજ ટ્રેન માં એક જ કમપાર્ટમેન્ટ માં બેસવાથી એકબીજા સાથે એક અજીબ લાગણી નો સંબંધ બંધાઈ જાય છે અને જે વાતો-દુખ સગા ને નથી કરી શકતા તે ટ્રેન-ફ્રેન્ડ ને કરવા રૂટીન બને છે! દિવસ ના ૪ કલાક [જાગૃત અવસ્થા માં ] જ્યાં કુટુંબ સાથે રહેવા નથી મળતું ત્યારે જેમની સાથે  આ ૪ કલાક ગાળીએ છે એ મિત્રો સગા થી વિશેષ છે!  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~...

હસના મના હે !

દિવસ - ૧ ::   "સર, મેં તમને કાલે પણ કહ્યું હતું , મને મેડીકલ ફિલ્ડ માં કઈ જ ના ખબર પડે... " - મારો  કન્વીન્સીંગ પાવર સારો છે પણ પ્રોફેશનલી મોટેભાગે હું જાતે જલ્દી કન્વીન્સ થઇ જાઉં છું! મેં મેડીકલ કોલેજ ના દિન ને રીક્વેસ્ટ કરી , આ મારી ચોથી નિષ્ફળ રીક્વેસ્ટ હતી!  " અરે, કઈ વાંધો ની મેડમ, તમે ખાલી એક વાર સોફ્ટવેર જોઇને ઓકે કરી દો તો અમે એ ડીઝાઈનર નું પેમેન્ટ કરી દઈએ ! " - મેડીકલ ના ડીન  આજે મને કોઈ પણ ભોગે હલાલ કરવાના મુડ માં હતા !  " પણ સર તમારે કેવી રીક્વાયાર્મેન્ત હોય, કેવા કન્સટ્રેન  ચેક કરવાના હોય મને ના ખબર પડે! તમે મારી સાથે કોઈ ડોક્ટર ને પણ મોકલો ! " - મેં છેલો પ્રયાસ કર્યો!  " અરે ડોકટરો તો હજુ કાલે આવશે! " - ડીન અટવાઈ ને બોલ્યા!  "અરે હું તમારા હોસ્પિટલ ના ડોક્ટર્સ ની વાત કરું છે! કાલે કોણ આવાનું છે? કાલે તો ઇન્સ્પેકશન નથી ? " - હું થોડી મૂંઝાઈ  ગઈ!  "તમે એ બધું જવા દો , ગેસ્ટ હાઉસ માં તમને લઇ જવા ગાડી બહાર આવી ગઈ છે , તમે એક વાર ઓકે કહો તો વાત પતે! " - ડીન મને ને વાત બંને ને પતવાની ફીરક માં હ...