Skip to main content

લાઈફ સફારી 110: મર્ઝી સે જીને કી ભી મેં ક્યા તુમ સબકો અરઝી દુ?

 



***

ડેડ, નોટ એટલીસ્ટ ફોર વીક! એક વીક માટે મનેએટ હોમફીલ કરવા દો. મને કોઈદુલ્હા મિલ ગયા- શો નઈ જોઈએ! પ્લીઝ!” – હેર ઓઈલની બોટલ લઈને હું મોમની આગળ ગોઠવાઈ. છેલા બે-અઢી વર્ષોથી કેટલી આતુરતાથી રાહ જોઈ છે ફુરસદની પળોની!
ચાલુ. આવતાંની સાથે તારી દાદાગીરી ચાલુ!”- ચશ્માને સહેજ ઉપર ચઢાવી ડેડ ટેન્શનમાં આમ તેમ આંટા મારવા લાગ્યા.
કરેક્શન ડેડ- દાદીગીરી નોટ દાદાગીરી!” – મેં આંખો નચાવી, મારી નૌટંકી સ્ટાઈલમાં. અને ડેડ હસી પડ્યા! કપાળ પર ઉંચે ચઢાવેલા સ્પેક્ટ્સ ફરી પહેરીને મને અપલક જોઈ રહ્યા. જાણે શોધી રહ્યા હોય એમની નાની ગોલુંમોલું દીકરીનેજેને ભારે હૈયે ફરી પોતાનાથી દૂર કરવાની છે, કાયમ માટે- પરણાવીને.
આઈ હેડ મિસ્ડ ધીસ ડેડ! મોમની સ્પેશ્યલ ચંપી, તમારો ટેન્શનવાળો લુક- બધું દિલના કેમેરામાં ક્લિક કરી લેવા દો. સાચે મોમ, જે મઝા રીયલમાં પાસે હોવામાં છે ગુગલ હેંગઆઉટ કે ફેસબુક વીડીઓ ચેટમાં ક્યાં? સ્પેશીયલી ઘરની અરોમા-ફીલ, અહીં આવીને મળે!” – મોમ જાણે પાછલા બધા વર્ષોનું વ્હાલ એક સાથે વરસાવી રહી અને હું પણ માની રહી એનાં સ્પર્શની હુંફ અને પ્રેમ.
તમે પણ શું લગ્ન અને મુરતિયાનું લીસ્ટ લઈને બેબુ આવી દિવસથી એની પાછળ મંડ્યા છો! સહેજ શાંતિથી - દિવસ રેહવા દો, થાક ઉતારવા દો. હજુ નાની છે... કેમ આમ પરણાવવા ઉતાવળા થયા છો.” – મોમ આવી મારા રેસ્ક્યુમાં- કદાચ પરણવા પછીની પળોજણ મોમ સુપેરે જાણે છે એટલે કે પછી ડિસ્કશન મારા જુના ઝખમ તાજ્જા કરશે બીકથી .
તું લેડી ડોનને આમ માથે ના ચઢાવ. માસ્ટર્સ પણ પત્યું, જોબ પણ સારી છે, હવે એક સારો મુરતિયો પસંદ કરીલે તો લાઈફ સેટ થઇ જાય.”- ડેડ કોફીના મગ લઈને આવ્યા. મારા માટે સ્ટ્રોંગ અને મોમ માટે સ્વીટ- ડેડ મેઇડ સ્પેશિયલ કોફી.
સહેજ ખચકાતા ડેડએ મારાવુડબી ગૃમ્સનાં લીસ્ટમાંથી એક પીક કાઢીને મોમને બતાવ્યું.
અને ડેડનો ખચકાટ મોમની આંખો ભીની કરી ગયો. હું સમજી ગઈ આખી સ્ટોરી.
મારા દિલનો અવાજ સાંભળવાનું ભલે મેં બંધ કરી દીધું છે પણ ડેડ કંઈ કહ્યા વગર પણ સમઝે છે!
કદાચ મારી લવ સ્ટોરી પર મારી જાતે પૂર્ણવિરામ મુકવા પાછળના મારા કારણો, મેં ડેડને દુખ ના થાય એટલે જણાવ્યા નથી... અને એટલેજ કદાચ ડેડ એજ વ્યક્તિના પીકને હજુ સિલેક્ટ કરી રહ્યા છે જેને મેં , જાતે સમઝી વિચારીને રીજેક્ટ કર્યો છે- મારો બેસ્ટ બડ્ડી કમ એક્સ બોય ફ્રેન્ડસમર્થ!
ડેડ, નોટ હિમ! ઇફ હી ઇઝ લાસ્ટ મેન ઓન અર્થ, આઈ વિલ લાઈક ટુ હેવ સિંગલ સ્ટેટ્સ!” – હું ખોટો ગુસ્સો બતાવી, મારા આંસુઓ છુપાવવા, ઉભી થઈને બાલ્કનીમાં રોક ચેર પર ગોઠવાઈ.
જાણીતી સોસાયટીમાં અજાણ્યા ચહેરાઓ વચ્ચે, વીતી ગયેલી સાંજ, ના ચાહવા છતાં તરવરી ઉઠી મારા માનસપટ પર. આજ બાલ્કનીમાં, હું અને સમર્થ અમારા ભવિષ્યની રાહ નક્કી કરી રહ્યા તે સાંજ!
***
બેબુ હિઅર ઇઝ યોર ટ્રીટ, સેમ માટે સ્પેશિયલ ફૂદીનાવાળી ચા અને તારા માટે સ્ટ્રોંગ કોફી. નાવ આઈ નીડ ટુ ટોક ટુ યુ બોથ! આગળ શું પ્લાન્સ છે તમારા?” – વીકમાં એક વાર ડેડનાં હાથની સ્પેશિયલ રજવાડી ચા પીવા સમર્થ ઘેર અચૂક આવે અને ડેડ એક ફ્રેન્ડ બની અમારી સાથે અમારી જનરેશનની વાતોમાં ખોવાઈ જાય. આજે ડેડ ફ્રેન્ડ નહિ પણડેડના રોલમાં હતા!
ડેડ, વી હેવ નેવર પ્લાન્ડ એનીથીંગ! પણ આઈ હેવ સરપ્રાઈઝતમારા બંને માટે! ગેસ વોટ? આઈ ગોટ એડમિશન ઇન ફાઈનેસ્ટ હોટલ મેનેજમેન્ટ કોલેજ ઇન સ્વીત્ઝર્લેન્ડ. નેક્સ્ટ મંથ કોલેજ સ્ટાર્ટ થાય છે. આઈ એમ સો સો સો હેપ્પી.” – મેં ક્યારનો છુપાવી રાખેલો મારો એડમિશન લેટર ડેડ અને સમર્થને બતાવ્યો. ડેડની આંખોમાં હું ગર્વ અને ખુશી સાફ જોઈ રહી! પણ સમર્થ, જાણે હું કૈંક ખોટું બોલી ગઈ હોઈ એમ મને ઘૂરી રહ્યો.
લેટ્સ સેલીબ્રેટ! ગુડ ન્યુઝનાં માનમાં કુછ મીઠા નઈ તો એટલીસ્ટ મેગી હો જાયે! હું કિચનમાં મેગી બનવાનો ઓર્ડર આપું, ત્યાં સુધી તમે બંને પ્લાન કરો મોટું સેલીબ્રેશન.”- ડેડ કદાચ સમર્થની આંખોમાં પોપ અપ થયેલા બહુ બધા પ્રશ્નો સમઝી ગયા અને એટલેજ ...
બેબુ, ઈટ્સ બીગ ડીસીઝન! યુ આર કમિટેડ ટુ મી. તારા કેરીયરનું ડીસીઝન તું આમ કેમ લઇ શકે? તને દુનિયાદારીમાં અને કેરીયરમાં ખબર શું પડે? ઈટ્સ ફાઈનલ, આવા કોઈ નાટક નથી કરવાના. જોબ કરવી હોય તો ટીચરની જોબ કરો, નહીં તો- લાઈફ એન્જોય કર, શોપિંગ કર અને એટલીસ્ટ આવા સ્ટુપીડ સપના જોવાના બંધ કર!”- સમર્થ આટલા વર્ષોમાં પહેલી વાર ટીપીકલ મેઈલની જેમ ઉંચા સત્તાવાહી અવાજે બોલી ગયો. મારા સપનાઓ પર પોતાના પ્રેમનું બુલડોઝર ફેરવી રહ્યો જાણે.
સમર્થનો ઉંચો અવાજ કિચનમાં મોમ ડેડને પણ સ્પસ્ટ સંભળાઈ રહ્યો.
***
તારું લાસ્ટ ડીસીઝન છે? તો બેટર વી બ્રેક અપ. તું - વર્ષ એકલી બહાર ભણવા જાય વાત મને કે મારા ફેમિલીને પસંદ નથી. અને પાછુ કેરીયર પણ કેવું- વેઈટરનું? યુ હેવ ટુ ચુઝ આઈધર મી ઓર કેરીયર!” – સમર્થ એક શ્વાશે આંખો કાઢી બોલી ગયો.
સેમ, ઈટ્સ હોટલ મેનેજમેન્ટ! ”- હું અકળાઈ ઉઠી- સંબંધની શરૂઆતમાં શરુ થયેલા અણધાર્યા રીસ્ટ્રીક્શનથી!
સ્ટોપ આર્ગ્યુંઈંગ! એન્ડ ફોલો વોટ આઈ સેઈડ! કેન્સલ એડમિશન, મારી ઓફીસ જોઈન કર જો ટાઈમ પાસ ના થતો હોય તો. “- સમર્થ બેફિકરાઈથી મારી લાઈફનું સૌથી મોટો ડીસીઝન લઇ રહ્યો- તુમાખીથી!
સેમ, ઈટ્સ ઇનફ. એક મહિનાથી હું તને સમજાવું છું. ઈટ્સ નોટ ટાઈમપાસ! ઈટ્સ માય કેરીયર એન્ડ હું સીરીયસ છું એના માટે. આઈ લવ યુ, પણ ઇટ ડઝ નોટ મીન યુ ઓન મી. મને મારા ફેમિલીએ બહુ મોકળાશથી જીવવા દીધી છે, મારા બધા નિર્ણય- ભણતરથી લઇ તને કમીટ થવા સુધીના મારી જાતે લેવા દીધા છે! જો મારે મારા કેરીયરનું ડીસીઝન, પણ અત્યારથી જો તને પૂછીને લેવાનું હોય તો લગ્ન પછી તો કદાચ શ્વાસ લેતા પહેલા પણ તારી પરમીશન લેવી પડશે! મને ગૂંગળામણ થાય છે- આઈ કાન્ટ. યુ વર ઓસમ એઝ બેસ્ટ ફ્રેન્ડ એન્ડ બોયફ્રેન્ડ- કેમકે તે કોઈ દિવસ તારા નિર્ણય થોપ્યા નથી મારા પર... બટ યુ આર નોટ માય ચોઈસ એઝ લાઈફ પાર્ટનર- જો આમ મારે તારા શબ્દો પર- તું કહે એટલું , જીવવાનું હોય તો! હું જેટલી બિન્દાસ્ત, બોલ્ડ અને ઇનટેલેક્ટ તારી ફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ તરીકે હતી, આજીવન એમ રહીશ. તારી વાઈફ બનવા પોતાની જાતને તારી કે તારા ફેમિલીની એક્સ્પેક્ટેશન પ્રામાણે ટાઈપ કાસ્ટ કરવાનું મને નહિ ફાવે. અને તારા માટેના પ્રેમનાં કારણે જો હું મારી જાતને બદલી પણ લઈશ તો એક બનાવટ થશે, આપણા બંને સાથે! બેટર વી બ્રેક અપ.” – એક એક શબ્દ જાણે એક એક મોમેન્ટને તોડી રહ્યું સાથે જીવેલી અને સાથે જીવવા કલ્પેલી.
***
મરઝી સે જીને કી ભી મેં... ક્યા તુમ સબકો અરઝી દું?
મતલબ કી તુમ સબકા મુજ પે મુજસે ભી જ્યાદા હક હે ....
સદ્ડા હક, ઇથ્થે રખ!” – મોહિત ચૌહાણનો રોકિંગ અવાજ સાંભળી અચાનક હું મ્યુઝીકલી પાસ્ટમાંથી પ્રેઝન્ટમાં આવી!
ડેડ, નેક્સ્ટ વીક મારો સ્વયંવર રાખીએ તો? કેવો આઈડીયા છે? ” – અને ચાલુ મારી નૌટંકી ફરી- મારી લાઈફ, મારા નિર્ણય અને મારી પોતાનાં અસ્તિત્વ સાથે!
***
શા માટે સ્ત્રી માટે નોકરી  કેરિયર બનાવવી બંને બાબતોને ભિન્ન રાખવામાં આવે છે? નોકરી કરવી  એટલે માત્ર અને માત્ર નાણાકીય જવાબદારીઓ માટે કામ કરવું જ્યારે કેરિયર બનાવવી એટલે પોતાના ક્ષેત્રમાં અગ્રેસર રહીને નવી ઊંચાઈઓ સુધી પહોંચવું. સ્ત્રીને નોકરી કરવાની સો-કોલ્ડ આઝાદી તો આપવામાં આવે છે તે પણ આકાશનો પરિઘ અને ઊંચાઈની સીમા-રેખા નક્કી કરીને. ઉપર લખેલી વાર્તા ભલે કાલ્પનિક છે પણ ક્યાંક વધતા-ઓછા અંશે આપણે સૌ એને જીવી ચુક્યા છે.
શું આપણી દીકરીઓને પણ જીવવું પડશે? કે આપણે સ્ત્રીઓના કેરિયર નો એની જોબની જેમજે ગ્રેસફુલી સ્વીકાર કરીને, પરિવારમાં સમાન જવાબદારીઓની વહેંચણી કરીને, એક સ્વસ્થ અને બેલેન્સ્ડ કુટુંબ વ્યવસ્થાનું નિર્માણ કરીશું
 

Comments

Popular posts from this blog

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...

Vidyanagar revealed : few snaps, many memories.....

BIRLA VISHVAKARMA MAHAVIDYALAYA   A PREMIER INSTITUTION OF  CVM FOUNDED IN  1948 Motto:  Work is Worship First Approved by Government as grant paid College More than  16000  engineers Graduated. Degrees offered –  B.E. ,  M.E.  and  PhD C-Cube....  A cyber cafe , a cafe , where one can enjoy his/her space as well as the food with friends!  A place i love the most!  the day when i had seen a new building of hotel in place of it, i remember , i had cried like have lost some one very dear! Ajay book stall :: A small store of books in 1999, is now a real big super book stall, where you can find any technical or non-technical book!  Its situated at nana bazar! Bhaikaka Library::  Almost all students have enjoyed reading in this huge library!  Nasta house ! jay yogeshwar nasta house!  chai/c...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...