Skip to main content

લાઈફ સફારી 109: ઘરેલું હિંસા-શું તમે તો ભોગ નથી બન્યા ને?

 
** *
સ્વર્ણિમ ગુજરાત, ગરવું ગુજરાત,વાયબ્રન્ટ ગુજરાત - આપણું ગુજરાત. આપણા ગુજરાતની પ્રગતિ એટલે 6 કરોડ ગુજરાતીઓની પ્રગતિ. ધંધો, રોજગાર, વિકાસ, શિક્ષણ, સંસ્કાર અને સભ્યતામાં ગુજરાત મોખરે હોવા માટે વટ્ટભેર કોલર ઊંચા કરતા આપણે કોલરની સાથે નજર પણ નીચી કરવી પડે એવા સમાચાર છે. દેશભરમાં ઘરેલ હિંસાનાં બનાવોમાં ગુજરાત બીજા ક્રમે છે અને તામીલનાડુના પ્રથમક્રમને ટૂંક સમયમાં પહોંચી વળે તો નવાઈ નહિ.

26- માર્ચ , 2012 નાં ગોઝારા દિવસે ધૃતિ પટેલ, આપણાં ગુજરાતની દીકરી, ઘરેલું હિંસાના ચક્રવ્યૂહમાં ફસાઈને- રીબાઈને કહેવાતા સ્નેહી-પરિવજનોના (હાથે કે ) કારણે મૃત્યુ પામે છે. "ધૃતિ પટેલ અપમૃત્યુ કેસ"ને ન્યુઝમાં વાંચી/સાંભળી - ઈમેઈલમા એની લીંક ફોરવર્ડ કરી, મિત્રો સાથે ફેસબુક પર કે ટ્વિટર પર અન્યાય શેર કરી, દુખ પ્રદર્શિત કરી આપણે ભૂલી જવાનું છે.
પાછલા ત્રણ વર્ષોમાં કોણ જાણે કેટલીયે ધૃતિ દીકરીઓ સપનાઓથી અપમૃત્યુ સુધી દોરાઈ અને ફંગોળાઈ હશે?
શું કરી શકીએ આપણે?
શરૂઆત.
***
ડોમેસ્ટિક વાયોલેન્સ અર્થાત ઘરેલું હિંસા શબ્દ સાંભળતા કે વાંચતા સબ કોન્શિયસ માઈન્ડમાંથી જે વેર વિખેર તસ્વીરો નજર સામે તરવરી ઉઠે- શું કહી જાય છે?
મનનાં કેનવાસ પર ઉપસી આવેલા અજાણ્યા કે જાણીતા ચહેરાઓની વિષાદલીંપી આંખોમાં એવા તે કયા પ્રશ્નો છે, જેના જવાબ મારે અને તમારે આપવાના છે?
દયા કે સહાનુભુતિ નહિ - જવાબ ,સ્વીકાર અને જીવન જીવવાની તક જોઈએ છે આંખોને!
આંખોમાં ડોકાઈને એની વેદના આંકતા કે માપતા પહેલા, એક નજર કરી લઈએ આપણી ભીતર કે ક્યાંક તરડાએલી આંખોમાં પીડાનો ઘેરો લાલ રંગ પૂરનાર આપણે તો નથી ને?
***
ઘરેલું હિંસા એટલે - જલ્લાદ , ક્રૂર અને મોટેભાગે નશાબાજ એવા પતિ દ્વારા બિચારી, બાપડી અને સંસ્કારી એવી પત્ની પર કરાતી મારપીટ - જો આવી માર્યાદિત વ્યાખ્યા બાંધીને આપણે પોતાની જાતને ઘરેલું હિંસાનાં વર્તુળની બહાર રાખવા મથીએ છે તો મિથ્યા છે!
નાં, અચાનક મને પણ બ્રહ્મજ્ઞાન સ્ફ્ર્યું નથી ! મારી તંદ્રા અને મિથ્યાધારણાઓને તોડી છે એક સ્ટોરીએ અને છે- "સ્ટોરી ઓફ ક્રેઝી લવ". સ્ટોરીને જીવનાર અને હિંમતભેર આખી દુનિયાને કહેનાર - લેસ્લી મોર્ગન સ્ટેનર - સમઝાવે સ્ટોરી વડે રહસ્ય ઘરેલું હિંસાનું.
એવું રહસ્ય જે બચાવી શકે છે ઘરેલું હિંસાના દૈત્યથી આપણા પરિવાર અને સમાજને.
ઘરેલું હિંસાનું પીડિત માત્ર અને માત્ર સ્ત્રી હોઈ શકે - આપણી સ્વીકારી લીધેલી મીથ્યાધારણા માત્ર છે. ઘરેલું હિંસાનાં સરકારી આંકડાઓ મુજબ ૮૫% પીડિત મહિલાઓ છે તો પુરુષોનો એક નાનો સમૂહ પણ યાતનાઓ ભોગવી રહ્યો છે.
ઘરેલું હિંસા બહુધા ઇન્ટીમેટ, ઇન્ટર ડીપેનડન્ટ અને લોંગટર્મ રિલેશન્સમાં પાંગરે છે - જેને આપણે કુટુંબ-ફેમીલી કહીએ છે। કુટુંબ એટલે એવી હૂંફાળી અનુભૂતિ કે જ્યાં હિંસા નાં તો આપણે એક્સ્પેકટ કરીએ કે નાં તો સ્વીકારી શકીએ!
હર હમેશ કામવાળીબાઈને મારતો એનો નશેબાજ પતિ કે રસોઈવાળીબેનનો આખો પગાર જુગારમાં હારીને એને ફટકારતો જલાદ્છાપ પતિ જોવા અને સાંભળવા ટેવાયેલા આપણે ઘરેલું હિંસા ને માત્ર મારપીટ અને નિરક્ષરતા સાથે અભાનપણે જોડીએ છે. પરંતુ ઘરેલું હિંસાનો શિકાર કોઈ પણ થઇ શકે છે - જાતી, સમુદાય, ભણતર કે કેરિયરના બેરીયર વગર- કોઈ પણ!
માન્યમાં નથી આવતું ને?
આવો હું તમને સંભળાવું લેસ્લી મોર્ગનની "ક્રેઝી લવ સ્ટોરી", જે થોડા માં ઘણું કહી જાય છે.
***
હાર્વર્ડ કોલેજમાંથી બી.. વિથ ઈંગ્લીશ અને વારટન સ્કુલ ઓફ બીઝનેસમાંથી એમ.બી.. ઇન માર્કેટિંગની ડીગ્રી લઇ જોહ્ન્સન એન્ડ જોહ્ન્સનનાં માર્કેટિંગ સાથે જોડાયેલી 22 વર્ષની સુંદર અને ઇનટેલેક્ચ્યુઅલ લેસ્લી મળે છે સ્માર્ટ, ફન્ની અને સ્વીટ એવા એના ડ્રીમમેનને, ન્યુ યોર્ક સિટીના સબવેમા , જાન્યુઆરીની એક ઠંડી વરસાદી રાતે.
એક એવો ડ્રીમમેન જે એને સ્વીકારે છે અને ચાહે છે, જે એને પ્રેરણા માને છે અને એનામા વિશ્વાસ કરે છે. લેસ્લી સાથે પોતાના પેઈન્ફુલ બાળપણ નાં ડાર્ક સિક્રેટ્સ શેર કરી ગુંથે છે એક મેજીકલ વિશ્વાસનું વાતાવરણ. હિંસા, દુખ કે એબ્યુઝની એક હિન્ટ પણ નહિ- એવા પ્રેમાળ, લાગણીભીનાં અને વિશ્વાસભર્યા સંબંધથી ડ્રીમમેન જીતી લે છે લેસ્લીને - ચક્રવ્યૂહ નું પ્રથમ સોપાન સર! ચક્રવ્યૂહનું બીજું પગથીયું એટલે આઇસોલેશન. લેસ્લીને એનો ડ્રીમમેન એક નવીજ સીટીમાં શીફ્ટ થવા પ્રેમ-આગ્રહ કરે છે. નવા સપના અને નવી દુનિયા, નવી જગ્યાએ વસાવવાના અને પોતાના દુખદ ભૂતકાળ થી દુર જવાના બહાને! એક એવી નવી અજાણી સીટીમાં, જ્યાં કોઈ સ્નેહી, સ્વજન , પડોસી કે મિત્રોના લેસ્લીને નાં તો મદદ કરી શકે કે નાં મદદ મોકલી શકે! અને શરુ થાય એક દર્દ ની નવી દાસ્તાન- ત્રીજું ચરણ ચક્ર્વ્યુંહનુંડાયરેક્ટ એટેક. નવી સીટીમાં લોડેડ રિવોલ્વર વચ્ચે સહેમીને જીવવાની અને મોતને રોજ નજીકથી જોવાની રમત જાણે! મેકઅપ કરવો કે નહિ, કેવા કપડા પહેરવા, ક્યાં જોબ કરવી, કોની સાથે વાત કરવીરોજબરોજનાં લેસ્લીના બધા નાના-મોટા ડીસીઝન થયા સો-કોલ્ડ ડ્રીમમેનનાં મહોતાજ!
અંતે રોજ મોતને ખુબજ નજીકથી મહેસુસ કરીને લેસ્લી મોર્ગન લે છે અંતિમ નિર્ણય- મુક્તિનો. લેસ્લી શોધે છે પોતાનો રસ્તો- મુક્તિ, ખુશી અને નવા જીવન સુધી.
કઈ રીતે? – લેસ્લી તોડે છે મૌનની અને સો-કોલ્ડ મર્યાદાની દીવાલો- કેમકે ઘરેલું હિંસા નું ઉદ્દીપક છે મૌન. શેર કરે છે પોતાનું પેઈન બધા સાથે! પોલીસ, પડોસી, મિત્રો, કો-વર્કર્સ દરેક ને જણાવે છે પોતાની આપવીતી અને હિમતપૂર્વક શરુ કરે છે નવી જીન્દગી , નવા સપના અને નવી આશાઓ સાથે.
***
ઘરેલું હિંસા માં સૌથી અકળાવનાર સવાલ છેશા માટે કોઈ જોડાઈ રહે છે પેઈનફૂલ સંબંધમાં?
જવાબ ઘણા છે.
- મોટેભાગે પીડિતને જાણ નથી હોતી કે પોતે ઘરેલું હિંસાનો ભોગ બની રહ્યો છે.
તમારો જીવનસાથી તમને તમારા પરિવારથી અળગા રાખે છે? નાણાકીય બાબતોમાં તમારું શોષણ કરે છે? તમને નાના મોટા બહાને ઉતારી પાડે છે કે અપશબ્દો સંભળાવે છે? તમને જોબ નાં કરવાની કે બદલવાની ફરજ પાડે છે? તમારે કેવા કપડા પહેરવા કે કયા મિત્રો સાથે બોલવું અંગે ફરજ પાડે છે?
- તો તમે પણ ઘરેલું હિંસાનાં વિષચક્રમાં ફસાઈ ચુક્યા છો.
માત્ર શારીરિક પીડા નહિ, માનસિક ઉત્પીડન, શાબ્દિક પ્રહાર, નાણાકીય શોષણ, નોકરી કરવાની મનાઈ, પરિવાર સાથે સંબંધ રાખવાની મનાઈ , સેક્સ્યુઅલ એસોલ્ટજેવા ઘણા વરવા રૂપ છે ઘરેલું હિંસાનાં! “
- ડાયવોર્સ નાં નિર્ણય પછી પણ ફેમીલી કોર્ટ દ્વારા પીડીતને બાળકો સાથે અમુક મહિના એજ ક્રૂર જીવનસાથીનાં ત્રાસમાં જીવવા ફોર્સ કરવામાં આવે છે, જેમાં ફરી પીડિતને પોતાના નિર્ણય બદલ અવનવી સજાઓ ભોગવવી પડે છે અને નિર્ણય બદલવા પણ ફરજ પડાય છે.
- પીડિતને આવા સંબંધવિચ્છેદ બાદ જાનહાનીનું પણ જોખમ રહે છે.
***
હું, તમે, આપણા સંતાનો કે સ્નેહીજનો , કોઈ પણ ઘરેલું હિંસાનાં અકળ ચક્રવ્યૂહમાં ધીમે ધીમે ગરક થઇ જાય પહેલા, ઘરેલું હિંસા નાં રહસ્યો, કારણો અને નિશાનીઓ સમઝીએને વખતસર અટકાવીએ.
કોઇ પણ પ્રકારની ઘરેલું હિંસા સહન કરી, નસીબ ને દોષ દઈ, આખી જીદગી રડવાની જગ્યાએ - આવો શીખીએ - સામે બોલતા, વિરોધ કરતા અને પોતાની આપવીતી મિત્રો, સ્નેહી-સ્વજન,આડોસી-પાડોસીને કહેતા.
યાદ રાખીએ કે ઘરેલું હિંસા સહન કરવાથી અને સહન કરી ચુપ રહેવાથી વધે છે!
આવો આપણા શબ્દો અને અવેરનેસથી ઘરેલું હિંસાનો સામનો કરીએ સાથે મળીને અને બનાવીએ આપણા બેડરૂમ, ડાયનીંગ ટેબલ અને પરિવારને ગુંજતો-મહેકતો!

Comments

Popular posts from this blog

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

Vidyanagar revealed : few snaps, many memories.....

BIRLA VISHVAKARMA MAHAVIDYALAYA   A PREMIER INSTITUTION OF  CVM FOUNDED IN  1948 Motto:  Work is Worship First Approved by Government as grant paid College More than  16000  engineers Graduated. Degrees offered –  B.E. ,  M.E.  and  PhD C-Cube....  A cyber cafe , a cafe , where one can enjoy his/her space as well as the food with friends!  A place i love the most!  the day when i had seen a new building of hotel in place of it, i remember , i had cried like have lost some one very dear! Ajay book stall :: A small store of books in 1999, is now a real big super book stall, where you can find any technical or non-technical book!  Its situated at nana bazar! Bhaikaka Library::  Almost all students have enjoyed reading in this huge library!  Nasta house ! jay yogeshwar nasta house!  chai/c...