Skip to main content

Posts

લાઈફ સફારી~100: હઝારો ખ્વાહિશે એસી...

                                                   *** " દરેક મનુષ્યનું મૃત્યુ નિશ્ચિત છે .. છતાં શું દરેક મનુષ્ય જીવે છે ખરો ?"- પ્રશ્ન વાંચીને ઘડીભરતો ગમ્મત પડી ગઈ . દિમાગ તરત બોલી ઉઠ્યું -" આવો કેવો ડમ્બ સવાલ ? સિમ્પલ લોજીક છે - જો મનુષ્ય જીવતો હોય તો જ મૃત્યુ પામેને ?" અને દિલે ખળખડાટ હસીને કહ્યું -" ઇડીયટ , દરેક વાક્ય , તથ્ય , પ્રશ્નમાં લોજીક  નથી . સવાલ એકદમ શાર્પ અને ઈન્ટેલેકટવાળો છે ." દિમાગે ધીરેથી મશ્કરી કરતા કહ્યું -" અચ્છા , તારું ઈન્ટેલેકટ મને સુપેરે ખબર છે .. ઇશ્ક - પ્યાર - મહોબ્બતથી આગળ તારી ગાડી પંક્ચર થઇ જાય છે , એટલે જીવવા મારવામાં પણ તું પ્રેમના જ તમ્બુરા વગાડીશ દોસ્ત !" દિલ દિમાગની ટીખળ તો સમઝી ગયું છતાં મસ્ત મલકાઈને બોલી ઉઠ્યું -" બંધુ , અહી વાત પ્યાર - ઇશ્ક - મહોબ્બતની નથી અને છે પણ . ચાલ સમઝા...

લાઈફ સફારી~99: અપશબ્દોમાં અપડેટ..

  *** ધારો કે આજે રોજનાં જેવો જ એક સામાન્ય દિવસ છે . તમે રોજીંદા કામો આટોપવામાં વ્યસ્ત છો . કિચનમાં ફટાફટ હાથ ચલાવી રહ્યા છો . સામે ગેસ પર કુકર ચઢાવેલું છે જે એક પછી એક સીટી વગાડીને પોતાનું પ્રેશર ઓછુ કરવા મથી રહ્યું છે .. અને અચાનક કુકરની સીટીઓ અટકી જાય છે . અને પોતાનો બળાપો , ગરમી , અકળામણ અસહ્ય થઇ ઉઠતા કુકર આમતેમ કુદકા મારે છે .. અર્થાત કુકર પોતાનું પ્રેશર યેનકેન પ્રકારે પણ બહાર કાઢવા ફાટવા સુધ્ધા તૈયાર થઇ જાય છે .. તો તમારી કોઠાસુઝ તમને શું કરવા સૂચવશે ? આપકે ઓપ્શન્સ હે - એ ) ગેસ બંધ કરીને કુકરથી દુર જતા રહીને કુકરને એની કિસ્મત પર છોડી દેવું . ( એના નસીબમાં હશે તો ફાટશે , નહિ તો જાતે ઠંડું પડી જશે . કૈક એવું ...). બી ) ગેસ બંધ કરીને કુકરને જાળવીને ઠંડા પાણીનાં તપેલામાં કે નળની ધારની નીચે મુકીને એને ઠંડું પાડવા મથવું . સી ) ગેસ બંધ કરીને કુકરને ઠંડું પાડવા એના પર બરફના ચોસલા મુકીને ફૂંકો સુધ્ધા મારવી અને અંતરમનથી કુકરની ક્ષેમકુશળતા માટે ભગવાનજીને પ્રાર્થના કરવી .. કે પછી ડી ) ગેસ બંધ કરીને કુકરની સીટીને સહેજ ઉંચી કરીને હવા નીકળી જવા દેવી ... ભલેને તમે કે કુ...

લાઈફ સફારી~98 : પ્રાયવસી કેમ જરૂરી છે?

  *** ધારોકે તમે કોઈ હિલ સ્ટેશન પર ફરવા ગયા છો . સુંદર રોમેન્ટિક વાતાવરણમાં તમે તમારા સાથી / મિત્રો / પરિવારની સાથે મહાલી રહ્યા છો . વેકેશન , વાતાવરણ , માહોલ , મુડ અને આઝાદી બધું જ છે છતાં કૈક ખૂટે છે . યેસ , તમે હજુ સુધી ફેસબુક પર " એન્જોયિંગ વેકેશન - ચિલીંગ વિથ ફ્રેન્ડસ " લખીને જીપીએસ વડે - એટ લોકેશન સિલેક્ટ કરીને પોસ્ટ મૂકી નથી , અર્થાત તમે વર્ચ્યુઅલિ હજુ સુધી વેકેશન શરુ જ નથી કર્યું ! અને શું ફાયદો આટલી ખુબસુરત વાદીઓ , પહાડો , સમુંદર , નદીઓ ફરી આવવાનો - જ્યારે હજુ સુધી તમે ઇન્સટાગ્રામ પર એક પણ ક્લિક શેર નથી કરી . કમ ઓન , એવું તે કેવું વેકેશન જેમાં તમે -"# હેપ્પીનેસ ઈઝ સ્પેન્ડીંગ ટાઈમ વિથ સેલ્ફ # વેકેશન એટ # હોનુંલુંલું " જેવી ટવીટ કરીને પચાસ મિત્રોને ટેગ નથી કર્યા ? અને ઓફકોર્સ દરેક સેલ્ફી ક્લિક કર્યા પછી વોટ્સએપ પર ડીપી ચેન્જ કરવું તો ફરજીયાત છે . સોશિયલ એનીમલ્સ એવા આપણે થેન્ક્સ ટુ ટેકનોલોજી આપણી હયાતી , હાજરી , અસ્તિત્વ , ...