*** “ મમ્મી તું કોને વોટ આપવાની ?”- સવાર સવારમાં બ્રેકફાસ્ટ ટેબલ પર તમારો પ્રિન્સ ચાર્મિંગ , જે આ વર્ષે પહેલી વાર વોટ આપવાનો છે , એ ઉત્સાહથી તમારો અભિપ્રાય માંગે છે . “ અરે એને શું ખબર પાડે પોલીટીક્સમાં ? આ કઈ શાકભાજી કે કરિયાણું લેવાની વાત થોડી છે જે એને ટપ્પો પડવાનો ?”- તમારા પતિદેવ ચશ્માં ઉંચા ચઢાવી જાણે તમારો ઉપહાસ કરી રહ્યા . તમે જાણી જોઈને જવાબ આપવાનું ટાળ્યું . “ પણ મમ્મી તો એવરી યર વોટ આપવા જાય છે ને ! રોજ ન્યુઝ પેપર પણ વાંચે છે , મમ્મીને તમે આમ અન્ડરએસ્ટીમેટ ના કરો પોપ્સ !”- તમારા સંવેદનશીલ દીકરાને કદાચ તમારી ખામોશીમાં અને આંખોના ખૂણમાં આવેલી ભીનાશ વર્તાઈ ગઈ . અને તમે એક ફિક્કું સ્મિત આપી , ચર્ચામાંથી સ્વેચ્છાએ વોકઆઉટ કરી ગયા . ઝીન્દગીમાં જેમ વર્ષો ઉમેરતા ગયા એમ અનુભવગત તમારું બોલવાનું જાણે ખોવાતું ચાલ્યું છે . જ્યાં તમારા શબ્દોનું માન નથી ત્યાં તમે ખામોશી જ જાળવો છો . અને એ ખામોશીની કંપનીમાં ચાના કપ સાથે તમે ગાર્ડનમાં તમારા પ્રિય હિંચકે ગોઠવાયા . ગાંધીનગર વિધાનસભાગૃહ તરફ જતા રસ્તાને અડીને આવેલા તમારા ભવ્ય આવાસમાં , ગાર્ડનની એકદમ ક્રોસમાં ફૂટપાથ , બસસ્ટેન...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)