Skip to main content

Posts

લાઈફ સફારી~૪૧: હકારાત્મક બદલાવ- સમાજમાં રહીને, સામાજને સાથે રાખીને!

પપ્પાના દેવલોક થયાને હજુ પૂરું અઠવાડિયું પણ નથી થયું.. થોડા દિવસો પહેલા પપ્પાને વળાવવા ઉમટેલા સ્નેહી સ્વજનોનું મહેરામણ જાણે યંત્રવત એમની મીઝી લાઈફમાં ખોવાઈ ગયું છે. અટકી છે તો માત્ર ત્રણ જિંદગીઓ-તમારી મમ્મી, મોટી બહેન અને તમારી. સંધ્યાકાળે રોજ તમે ભજન અને પાઠ કરો છો, પપ્પાની આત્માંની શાંતિ માટે તેમજ તમારા વ્યગ્ર મનને પણ શાંત કરવા. આજે પાઠ કરતા કરતા અનાયાસે તમારી નજર તમારી મમ્મીના ચહેરા પર અટકે છે, અને કૈક ખાલી, કૈક જુદું, કૈક બહુ અકળામણ લાગે છે. યાદોની કલરફૂલ અને ખુશીઓ ભરી ફ્રેમ્સમાંથી તમે શોધીને કાઢો છો મમ્મીનો ચહેરો, સરખાવો છો એને અત્યારની આ મમ્મીની બદલાયેલી સુરત સાથે અને... એક અઠવાડિયામાં મમ્મીના અસ્તિત્વમાંથી ગાયબ થઇ ગયેલું એનું ઘણું બધું તમને સમઝાઈ જાય છે. પપ્પાના જવાની સાથે મમ્મીએ એની લાઈફમાંથી બધા રંગોને પણ જાકારો આપી દીધો છે. કાયમ ગોળ લાલ ચટ્ટક ચંદ્લાથી શોભતું મમ્મીનું કપાળ હવે કોરું રહે છે,એની આંખો જેવું, પપ્પાના જવા પછી ગળાઈ ગયેલી તમારી લાગણી જેવું. મમ્મીના હોવાપણાની સાબિતી આપવા કાયમ રણકતી રહેતી લાલ-લીલી બંગડીઓનો અવાજ પણ હવે મૂંગો થઇ ગયો છે.  પપ્પાના જવા સાથે એક સાથે ...

લાઈફ સફારી~૪૦: ક્યા સુધી આપણે પીડિતા કહેવાશું ?

સ્વર્ણિમ ગુજરાત , ગરવું ગુજરાત , વાયબ્રન્ટ ગુજરાત - આપણું ગુજરાત. આપણા   ગુજરાતની પ્રગતિ એટલે 6 કરોડ ગુજરાતીઓની પ્રગતિ. ધંધો, રોજગાર, વિકાસ , શિક્ષણ , સંસ્કાર અને સભ્યતામાં ગુજરાત   મોખરે હોવા માટે વટ્ટભેર   કોલર ઊંચા કરતા આપણે કોલરની સાથે નજર પણ નીચી કરવી પડે એવા સમાચાર છે. દેશભરમાં ઘરેલુ   હિંસાનાં બનાવોમાં ગુજરાત બીજા ક્રમે છે અને તામીલનાડુના પ્રથમક્રમને ટૂંક સમયમાં પહોંચી વળે તો નવાઈ નહિ. ઓક્ટોબર મહિનો “ ડોમેસ્ટિક વાયોલેન્સ અવેરનેસ મન્થ ” કહેવાય છે ત્યારે શું આપણે સાચે અવેર છીએ? શું છે આ ઘરેલું હિંસા? કાયદો શું કહે છે ઘરેલું હિંસા અંગે? દર વર્ષે ઘરેલું હિંસાનાં ખપ્પરમાં હોમાઈ જતી માસુમ જિંદગીઓ માટે શું કરી શકીએ છે આપણે? શરૂઆત. *** ડોમેસ્ટિક વાયોલેન્સ અર્થાત ઘરેલું હિંસા શબ્દ સાંભળતા કે વાંચતા જ સબ કોન્શિયસ માઈન્ડમાંથી જે વેર વિખેર તસ્વીરો નજર સામે તરવરી ઉઠે- એ શું કહી જાય છે? મનનાં કેનવાસ પર ઉપસી આવેલા એ અજાણ્યા કે જાણીતા ચહેરાઓની વિષાદલીંપી આંખોમાં એવા તે કયા પ્રશ્નો છે, જેના જવાબ મારે અને તમારે આપવાના છે? દયા કે સહાનુભુતિ નહિ - જવાબ ,સ્વીકાર...

લાઈફ સફારી~૩૯ : “દીકરી- લાગણીઓની જણસ અને સંબંધોનો સેતુ!”

“દીકરી- લાગણીઓની જણસ અને સંબંધોનો સેતુ!” “ દીદી, બહુ ભીડ છે, આજે લેડીઝ ડબ્બામાં ચઢાય એવી પરિસ્થિતિ નથી. અહી આવી જાઓ. મને ખબર છે તમે વિકલાંગના ડબ્બામાં નથી જ આવતા. પરંતુ, આજનો દિવસ તમારા નીતિ-નિયમોને રીસેસ આપો!” – યુનિવર્સીટીમાં માસ્ટર્સનો અભ્યાસ કરતી સ્નેહાએ લેડીઝ ડબ્બાની લગોલગ આવતા વિકલાંગના ડબ્બામાંથી ટહુકો કર્યો. હું મને –કમને આમ-તેમ નજર ફેલાવી, એક નજર પ્લેટફોર્મ પર લટકતી ક્લોક પર નાખી અને ટ્રેનની વ્હીસલ સંભળાતા, અનિચ્છાએ વિકલાંગના ડબ્બામાં ચઢી. સામ-સામી બે સીટની વચ્ચે વિશાળ ખુલ્લી જગ્યામાં રોજના અપ-ડાઉનવાળા ન્યુઝપેપર પાથરીને ગોઠવાયા હતા. કોઈ સ્કુલના પેપર્સ ચેક કરી રહ્યું હતું, તો કોઈ હનુમાન ચાલીસાના પાઠ! કોઈ વોટ્સએપ પર બીઝી હતું તો કોઈ બુક્સમાં મગજ લગાવી રહ્યું હતું. હું રોજીંદી આદત પ્રમાણે મારા મોબાઈલમાં  મ્યુઝિકનો આંનદ લઇ રહી હતી. “અબ મુઝે કોઈ ઇન્તેઝાર કહા...”- ગાઈ રહેલા રેખા ભારદ્વાજનો અવાજ કાનમાં કૈક ઇમોશન્સ રેડી રહ્યો હતો. “દીદી, અહી આ બાજુ જગ્યા છે. “-એક અજાણ્યો અને થોડો સહેમેલો અવાજ સંભળાયો. મેં પાછળ નજર કરી તો એક પંદર-સોળ વર્ષની છોકરી થોડા થાકેલા, છતાં વ્હાલ...

લાઈફ સફારી~૩૮: ગણેશોત્સવ: પ્રેમનું સર્જન, નકારાત્મક ઉર્જાનું વિસર્જન!

લાઈફ સફારી, પેજ ૩, વુમન્સ ગાર્ડિયન, ગુજરાત ગાર્ડિયન [ ૧૭, સપ્ટેમ્બર, ૨૦૧૩] લીંક:   http://gujaratguardian.in/E-Paper/09-17-2013Suppliment/pdf/09-17-2013gujaratguardiansuppliment.pdf ***  “મમ્મા, તારા ફેવરેટ ભગવાન કયા?”-હોમવર્ક કરતા કરતા બેબુ અચાનક મને પૂછી રહી. અને હું વિચારમાં પડી ગઈ.. આજ સુધી કદાચ આ વિષય પર કોઈ દિવસ વિચાર જ નથી કર્યો! રોજ મંદિરમાં દર્શન કરવા જવું કે ઘેર રોજીંદા પૂજાપાઠ કરવા જેટલી આસ્તિક કદાચ હું હજુ નથી બની શકી, પરંતુ પ્રભુના અસ્તિત્વ પર પ્રશ્ન કરવા જેટલી નાસ્તિક પણ નથી જ! “બેટા, તારા ફેવરેટ ભગવાન કયા?”- બેબુના કન્ફ્યુંઝીંગ પ્રશ્નોને એવોઈડ કરવાનો મેં શોધેલો સૌથી સીધો અને સરળ રસ્તો એટલે એને સામે પ્રશ્ન પૂછવાનો! “મને છે ને.. મને ગનુદાદા બૌ ગમે.”- નાની નાની આંખોને ચકળ-વકળ ફેરવતી બેબુ આહોભાવથી સામે ટીવી પાસે રાખેલી ગણપતિદાદાની મૂર્તિને વંદન કરી રહી. “અચ્છા, એમ? તો તારા હનુદાદા અને ક્રિશ્નાને ખોટું નહિ લાગે? એ પણ તો તારા ખાસ ફ્રેન્ડ છે ને?”- મારા પૂછેલા સેન્સીટીવ ક્વેશ્ચનથી એઝ એક્સ્પેકટેડ બેબુ અટવાઈ ગઈ.. “એ તો છે ને... આમ તો મને બધા ભગવાનજી ગમે-...

લાઈફ સફારી~૩૭: હું હ્યુમન, સારા અને ખરાબની વચ્ચે!

લાઈફ સફારી, પેજ ૩, વુમન્સ ગાર્ડિયન, ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર  *** સીન-૧: " હેલ્લો મેમ ,  આઈ હોપ હું તમને ડીસ્ટર્બ નથી કરી રહ્યો! મેમ , તમારા લાસ્ટ યરના ક્લાસના એક સ્ટુડન્ટની થોડી ઇન્ફોર્મેશન જોઈતી હતી . આઈ હોપ યુ વિલ નોટ માઈન્ડ!" - એક અજાણ્યા સજ્જન સભ્યતાથી અને શાલીનતાથી પૂછી રહ્યા. " ઇટ્સ પરફેકટલી ઓકે સર , બોલો , શું મદદ જોઈએ મારી ?" – મેં કમ્પ્યુટરમાંથી ધ્યાન સામે બિરાજમાન સજ્જન તરફ દોર્યું. " તમારા ક્લાસમાં એક   સ્ટુડન્ટ છે "મિસ.એ" , મારે એની માહિતી જોઈએ છે!"- સામે બેઠેલા સાહેબ ધીરે રહીને ઉઘડવા લાગ્યા! " સર ,  આઈ ફીયર , હું કોઈ પર્સનલ માહિતી નહિ આપી શકું! છતાં આપને કેવી માહિતી જોઈએ છે ?" - મેં શક્ય એટલી વિનમ્રતાથી જવાબ આપ્યો. " માહિતી એટલે... "મિસ.એ"   વિષે તમે જે જાણતા હો એ જ!   એક્ચ્યુલી મારા સાળા માટે , યુ સી લગ્નવિષયક એન્ડ ઓલ   ... "- મને એ સજ્જનને જવાબ આપતા જેટલો ખચકાટ થતો હતો, એના કરતા હવે "સાહેબ" વધુ મૂંઝાઈ રહ્યા હતા... " એઝ આઈ નો, " મિસ એ" ઘણી સિન્...