Skip to main content

Posts

"માં" ની ગરિમા સાચવનાર મોટી બહેન ને ~ પ્રેમાર્પણ

"ક્યારની ફોન કરું છું, શું કરે છે? ઉંઘી જ ગઈ હશે ખબર છે મને ... પછી તે શું કર્યું ચીક્કી બનાવવાનું ? બે  દિવસ પહેલા તે ચીક્કી ની રેસીપી પૂછેલી તો બનાવી કે નઈ? મને ખબર છે નહિ જ બનાવી હોય. મારે જ તને ચીક્કી કુરીયર કરી દેવાની હતી , તું ના પાડે તો પણ.. "- એક વાર બોલવાનું ચાલુ થાય એટલે ફુલ સ્ટોપ દુર-દુર સુધી દેખાય જ નહિ , અને મને પણ બોલવામાં કોમ્પીટીશન આપે એવી મારી સિસ- ઉર્વી . હર-હમેશ જાણે મારી ચિંતા કરવાનો પાપા નો વારસો , પાપા ની હયાતી માં જ એણે ખબર નહિ ક્યારે ઉઠાવી લીધો!  " મોબાઈલ સાયલેન્ટ હતો. અને ચીકી હવે ક્યારે બનાવું? મેં વિચાર્યું હતું કે વીક-એન્ડ માં બનાવીશ પણ કેલેન્ડર માં જોયું તો વીક-એન્ડ માં તો ઉતરાણ છે, સો પ્લાન ચોપાટ. હું અહી થી જ ખરીદી લઈશ. અને ચીકી  પણ કોઈ કુરિયર કરે યાર? સંભાળ ને , આ ઊંધિયું બનાવવા નો કોઈ શોર્ટ કટ છે? કેયુરને ઊંધિયું આરોગવાનું મન થયું છે! " - રોજની ૮ થી ૮ સુધી દોડતી ભાગતી , એક એક મીનીટ માટે ખેંચાતી જીન્દગી માં , એક વધારાનું કામ પણ જાણે એક ટેન્શન લાવી દે!  " હે ભગવાન , તારે હવે ઊંઘીયું બનાવવું છે? એક કામ કરીશ હું મમ્મી [ સાસુમ...

"ગંદા [ ???] હે પર ધંધા [???] હે યે.... "

"આમ માથા પર જ ઉભા રહેવાનું છે? " - આંખો કાઢી ને એક વયસ્ક આંટી એ પ્રશ્ન પૂછ્યો.. સોમવાર ની સવાર અને ક્વીન નો લેડીઝ કમપાર્ટમેન્ટ, એક વાર અંદર ગયા એટલે કામ તમામ! સહેજ શ્વાસ લેવાની પણ મોકળાશ ના મળે એવી ભીડ , જ્યાં નીચે સીટ પરતો ૬-૭ પેસેન્જર્સ હોય જ સાથે ઉપરની બર્થ [ આમ તો એને પાટિયું જ કેહવાય!] પર પણ ૫ જણા જેમ તેમ ગોઠવાયા[ ગોઠવાયા જ કેહવાય , બેસવું તો એ પરિસ્થિતિ માં લક્ઝરી કેહવાય! ] હોય , અને સહેજ અમથી ઉભા રહેવાની જગા માં આપણે આપણા લગેજ સાથે જેમ તેમ સફર [ ઈંગ્લીશ ની સફર સમજવું] કરી રહ્યા હોય ત્યાં .. ઉભા રેહવા ની જગા પણ છીનવી લેવાય તો!! " આંટી, ક્યા જાઉં, અહીંથી ખસવા ની પણ જગા નથી. હમણાં નેક્સ્ટ સ્ટેશન ઉતરી જ જઈશ .. " - ખભા પર બુક્સ ભરેલી ભારેખમ બેગ જેમ તેમ સંભાળી ને એકદમ શાંતિ થી રીક્વેસ્ટ કરી.. અને સ્ટેશન આવે એ પહેલા જ એક સુનામી ની જેમ અચાનક આવેલા ધક્કા થી અજાણતા જ એ આંટી ને સહેજ અડી જવાયું અને ... " બીપ ... બીપ ... બીપ...  આજ કાલ ની છોકરીઓ , ખબર નઈ ક્યા રખડે રાખે છે , ઘેર થી કોલેજ જાઉં છું એમ કહે , થોથા ઊંચકી ને ટીપ-ટોપ થઈને નીકળી પડે અને ક...

Interaction with our beloved god Krushn, in Bhumika ishtyle..

" એમ.આઈ.એલ. ,  મારે એક બુક લખવી છે... કૃષ્ણ સાથે ના સંવાદ માં રોજ બરોજ ના નાના-મોટા પ્રશ્નો નું સરળ શબ્દો માં નિરાકરણ..  કોન્સેપ્ટ કેવો છે? ગઈ કાલ રાત નું દિમાગ માં ફરે છે અને આજે  લાસ્ટ પેપર છે પણ જીવ એમાં જ ગુંથાયેલો છે! " " ચાલુ કરો ત્યારે! મસ્ત કોન્સેપ્ટ છે !  ફર્સ્ટ કોમ્પ્લીમેન્ટરી કોપી બુક ની મને આપવાની ! " એક નાનકડા વિચારે આજે બાદ સ્વરૂપ લીધું - " Q & A with our beloved yuva God Krushn "  સ્વરૂપે.. જોત- જોતા માં હર્ષ ની ૨ પ્રશ્નોત્તરી આવી ગઈ, એકદમ ફિલોસોફીકલ ... http://mountmeghdoot.wordpress.com/2011/12/05/q-a-with-our-beloved-yuva-god-krushn-1/ http://mountmeghdoot.wordpress.com/2011/12/07/q-a-with-our-beloved-yuva-god-krushn-2/ . ભગવાન માં ના માનવાવાળી એવી મેં પણ હોંશે હોંશે વાંચી ... અને માણી.. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ " એમ.આઈ.એલ , હવે આગળ Q & A સુઝતા નથી.. શું કરું? " " આજુ બાજુ નજર કર.. પ્રશ્ન જ પ્રશ્ન છે! દરેક સંબંધ અને લાગણીઓ અંતે આપણને ગુંચવે છે, મૂંઝવે છે .. તો મંડી પડો , ...

લાઈફ એન્ડ્સ વિધાઉટ ફ્રેન્ડસ !

" હે ભગવાન , અગેઇન લેઇટ ! સવારે ગમે એટલા વાગે ઉઠું રોજ જ મોડું થાય .. "- રોજની ભાગદોડ ભરી જીંદગી માં કદાચ શરીર ની સાથે દિમાગ અને દિલ પણ જાણે મશીન જ થઇ ગયા છે.. ઘેર થી નીકળી ને ઓટો પકડતા ૫ મિનીટ ના રસ્તા માં પણ જાણે દિમાગ ૧૨૦ ની સ્પીડે આખા દિવસ નું શિડયુલીંગ કરવામાં જ બીઝી હોય, જાણે કેટ કેટલી હુંડીઓ સ્વીકારી ને ઉંધી પડી જતી હોઉં! મોબાઈલ માં ટાઈમ ચેક કરતા સાથેજ તારીખ અને વાર પર નજર ગઈ , અને વિચાર આવ્યો  - " ઓહહ... આજે અને મન્ડે? હે ભગવાન , તો પછી મારો સંડે ક્યાં ગયો? " બીજી જ સેકન્ડે યાદ આવ્યું - " કાલે મારો બર્થડે છે - હેપ્પી બર્થડે. હું આગલા દિવસથી બધા ને યાદ કરાવી દઉં છું! કાલે મને બધા ના એસ.એમ.એસ ને કોલ આવવા જ જોઈએ , વિશ કરવા, નહિ તો પછી.... "- એ " નહી તો પછી..."  બોલતા વન્કાયેલી પાણીદાર કાળી, કાજળ થી ભરેલી નજરો યાદ આવી ગઈ અને... જોકે બર્થડે , એનીવર્સરી અને બીજી ઘણી ખાસ તારીખો અને અવસર ભૂલી જવા માં મારો રેકોર્ડ છે અને દર વખતે દિમાગ એના આ મિસ ફન્ક્ષનીંગમાટે કોઈને કોઈ આડું અવળું બહાનું દિલ ને અને સ્નેહીજન ને સમઝાવી જ  દે.. પણ આજ...

એ સપના ઓ ને કેમ સમજાવવું ???

ઘર ની એ બારી જે છૂટી ગઈ છે જોજનો દુર, અને એ બારી ની બહાર ના એ રસ્તા {જ્યાંથી રોજ સ્કુલે જતા આવતા } ... એ નાનું મેદાન {જ્યાં રમી રમીને બાળપણ ઘસાઈ ને યુવાની બન્યું } .... એ મંદિર {જ્યાંના પ્રસાદની લાલચે ભગવાન માં અસ્થા જગાડી }.... એ ગોઠિયા મિત્રો {... જે હવે મારી દીકરી ના મિત્રો ના માં-બાપ ના રોલ માં પલોટાઈ ગયા છે } - ------------------- એ બધું કેમ એટલું અજાણ્યું લાગે છે ? બધું જો આટલું બદલાઈ ગયું છે તો એ બારી માં બેસી ને ખુલી આંખે જોયેલા  સપના  હજુ કેમ આટલા ઘેરા , તાજા અને "પોતાના" છે ? એ સપના ઓ ને કેમ સમજાવવું કે એ બારી ની સાથે બધું છૂટી ગયું ! -- કોઈ મહાન માણસ ના શબ્દો નથી પણ એક બીલો એવરેજ ને શરેરાશ કરતા વધુ દીફેકટીવ દિલ ની સાઈલેન્ટ સિસકીઓ ....

Be Real - Be rare!!!

If you love to talk or gossip ...                             { May be because you are too lonely inside !!! } If u are too engrossed in chatting almost every time..                             { may be because you want to be in crowd always as u fear to recall incidents happened, fiends lost, love stolen... ! } If you do surf social networking all now and then...                            { may be because you are quite misfit to real social world and acceptance in virtual social world gives u feel of existence and security! } "May be ur loved one's know your weakness well..... but you only know your inner soul better then any one else!" so Be Real - Be rare! enjoy your Gray shade...                 ...

Happy Birthday PAPA...

When you are around...   I never felt i am good for nothing... As you make me feel like princess... Wish i could say your heart is my only kingdom,let me be there for always!!! {wish i could make you feel how much i want you within me.... when u felt miserable...} when you are around...   my mistakes never bury me under guilt... As you make me realise ~ mistakes are part of life, never mind just learn a lesson!!!  wish i could have told  you ~ without you i am a big ZERO!!!  {wish i could have holded your hands , when your eyes were wet...} When you are around...   my dreams become reality... as you do everything, anything for nurishing all my dreams... just to see the twinkle in my eyes, Which u lived for ... Wish i could say ~ you are my lifeline.. {Wish i could listen to all you never said but your eyes did....} When you are around... I can fight all odds... As u taught me to be fighter and sh...