Skip to main content

Posts

તુ પાછી ના આવે ?

મારી વાયરલેસ વડીલ  ... [પીનલ પટેલ ....]  "આજે તુ નથી એ બહુ વાગ્યું, બહુ બળ્યું .. તુ દુર દુર ઉડી ગઈ એના કેટલા દિવસો , વર્ષો થયા એની ગણતરી કદાચ આજે સમજાઈ ... તો પણ ખબર નહિ કેમ હજુ પેલા તે શિખવાડેલા વાયરલેસ ના દાખલા આવડતા નથી.. એ સીખ્વાડવા .... તુ  પાછી  ના આવે?  તારી સાથે જોયેલા બધા મુવીસ ને  તારી સાથે કરેલી એ બધી મસ્તીઓ હજી પણ તાજી છે .. પણ છતાં તારા જન્મ દિવસ પર આપડે "અગલી ઓર પગલી" જોવા કેમ ગયા હતા એ સમજાતું નથી!! એ સમ્ઝાવવા .... તુ પાછી ના આવે ? તારી સાથે ચટાકા ભેર ખાધેલી પાવ-ભાજી , ઢોસા  હવે ખબર નઈ કેમ પહેલા જેવા ભાવતા નથી!  અને તારા સીખવાડેલા  ખમણ હજી બનવું ત્યારે પાણી માં તારે છે , ડૂબતા નથી !  એ જોવા ને ચાખવા ... તુ પાછી ના આવે ?  મારા કીધા વિના હમેશા તુ જેને સમજી જતી હતી એ સમજવા  ... ને જયારે હું ઇમોશનલ ફૂલ બનું ... ત્યારે "જો પાછા , તમે ક્યારે સુધરસો ?" એમ કહેવા ...  તુ પાછી ના આવે ? " --એ જ તારી ..  ખમણ શિષ્ય અને કમ્પ...

"આઈ એમ નોટ ઓકે પાપા, તમે ક્યાં છો ?"

" આજે કેમ આવાજ ધીમો આવે છે બેટા ?  રાતે હીર બૌ જગાડતી તો નથી ને?  કે હજુ પણ તું પહેલા ની જેમ રાતે જાગીને ન્યુઝ પેપર વાંચે છે? તું ક્યારે સુધરીશ? તું ક્યારે મોટી થાઈસ ? તને કેટલી વાર  કીધું રાતે જલ્દી ઉંઘી જવાનું , રાતે ઊંઘ પૂરી નથી થઇ ને ?   આઈ એમ ઓકે પાપા , ડોન્ટ વરી ... આજે બૌ વરસાદ છે, તું  ક્યાં છે બેટા ? આભ ફાટ્યું છે ને તને એલ.ડબલ્યુ.પી. ની ચિંતા છે? એક દિવસ જોબ પર નહિ જાય તો તારી કોલેજ બંધ નઈ થાય ને? જો પાછી છત્રી/રેઇનકોટ જાણી જોઈને ભૂલી ગઈ ને આજે? તું ક્યારે મોટી થાઈસ?  ભીંજાઈસ ને શરદી - તાવ આવશે તો ? રાતે તને વારે ઘડીએ ઉઠી ને કોણ ઓઢાવશે ? તને હળદર વાળું દૂધ નથી ભાવતું તો એમાં મધ કોણ નાખી આપશે?  આઈ એમ ઓકે પાપા , ડોન્ટ વરી ... બેટા , આજે ફરી દોડીને ટ્રેન પકડી ને ? તને કેટલી વર કીધું સાચવીને અપડાઉન કરવાનું .... ઘેર પહોંચતા હજુ સાંજ ઢળી જાય  છે બેટા ? તું કેમ નથી સાંભળતી , તારી ચિંતા બહુ થાય છે!  તું ક્યારે મોટી થાઈસ ? એક ટ્રેન ચુકાસે તો કઈ જીન્દગી થોડી અટકી જાય છે? આઈ એમ ઓકે પા...

તો કદાચ સ્વાર્થી હોઉં જરૂરી છે! ...

" હેય ડી-કંપની ના ડોન, બૌ દિવસે દેખાયા ને કઈ? બૌ રખડપટ્ટી કરી કે શું ? કંપની એ દિલ ખોલી ને બોનસ આપ્યું છે તો ગોઆ કે કાશ્મીર ની ટુર મારી આવ્યા કે શું ? " - બૌ દિવસે દિવા ને જોઈ ને અનાયાસે જ આદત પ્રમાણે ફૂટપટ્ટી ખેંચાઈ ગઈ! "ના યાર , ઘેર જ હતી! " - એક ફિક્કા હાસ્ય સાથે દિવા પરાણે બોલી શકી જાણે ! દિવા ના અવાજ નું એ અલ્લડપણું અને ઝીરો  ફીગર માં [ખરેખર તો માઈનસ માં !!!] પણ ધડ્ક્તી એ સિક્સ પેક ની હિંમત આજે જાણે હડતાલ પર છે!  "ડી કંપની "- એટલે કે દિવા , એની સરનેમ રાઠોડ ની  જગા એ  જો  દવે, પટેલ કે મન્સૂરી હોત તો પણ કદાચ એના તોફાન અને કારનામાં થી એને આજ પદવી ને ઉપનામ મળ્યું હોત! અસલ બરોડા ના પાણી માં વિદ્યાનગર ની આઝાદી અને સુરત નો મિજાજ મળે તો જે કોકટેલ બને એ જ તો "દિવા" ... છેલ્લા ૩-૪ વર્ષ થી ભિલાડ થી સયાજી નું સવારે ૭ થી રાતે ૧૦ નું ભાંગી ને ભુક્કો કરી નાખે એવું અપડાઉન પણ સહજતા થી ને હસતા રમતા કરે છે! "આજે આટલી ભીડ છતાં તમે કોઈ એનકાઉનટર નથી કર્યું તે આજે બોસ ને કઈ નરમ ગરમ છે ? આજકાલ તમારે ડોન લ...

" She’s not a baby anymore .... She started school this morning .... "

મારી હીર નો સ્કુલ માં પહેલો દિવસ.. પહેલું અઠવાડિયું ... કદાચ લગ્ન બાદ વિદાય વખતે  એટલું દુખ્યું નથી જેટલું આ પહેલા અઠવાડિયા માં કઠ્યું !!! કેમ? ખબર નહિ! આમ તો હીર ની નવી દુનિયા માં શુભ શરૂઆત થી ખુશી પણ થઇ , પણ દિલ ના એક ખૂણે કૈક તો અટવાયું !! નાના ભૂલકાઓ ની "માં" થી દુર, અજાણી જગા ને અજાણ્યા લોકો વચ્ચે આવી જવાની વેદના અને એ વેદનાની   બાળસહજ રુદન થી અભિવ્યક્તિ વચ્ચે , મારી "મીઠ્ઠી" , મારી "હીર" , એક પણ આંસુ પાડ્યા વગર , હસતા રમતા , પહેલા જ દિવસથી નવી દુનિયા માં સમાઈ ગઈ એનું અચરજ ને ખુશી બંને થઇ! પણ હજુ દિલ માં એ ચચરાટ છે અને કદાચ એનું કારણ પણ હવે સમજાયું છે!  શું?  મારા શબ્દો માં નહિ પણ કોઈ અજાણ્યા લાગણીભીના દિલ માંથી આ "સમ-વેદના" પહેલા જ લખાઈ ગઈ છે .... .................................................................................................................................. "She started school this morning, And she seemed so very small. As I walked there beside her In the Kindergarten hall. And as she took...

અસ્તિત્વ ખોજ :: ઉગવા , પાંગરવા ને વિકસવા માટે ની જગદ-ઓ-જાહેદ...

P.S. :: કાલ્પનિક અને વાસ્તવિક વિષયવસ્તુ ::  "ભૂલો ભલે બીજું બધું માં-બાપ ને ભૂલશો નહિ... અગણિત છે ઉપકાર એના એહ વિસરશો નહિ ..." ટીવી પર લોકલ ચેનલ ની પ્રભાત ભક્તિ પ્રોગ્રામ માં સુમધુર ભજન વાગી રહ્યું અને ... " આ નવી પેઢી ના નવા તાયફા ...  આ તે વળી કેવું ? -- વર્ષો થી ચાલી આવતી પરંપરા છે કે લગ્ન કરી ને સાસરે જાય એટલે સ્ત્રી ને જ એડજસ્ટ કરવું પડે. બીજા ના ઘર માં રેવાનું ને પોતાની ચરબી બતાવાની એ તો વળી કેવું? -- ગમશે, ચાલશે, ફાવશે પર તો સ્ત્રી નો સંસાર ચાલવો જોઈએ.. અને પતિ અને કુટુંબ ની ઈચ્છા ને સેવા માટે તો સ્ત્રી નો જન્મ છે !  -- જો આટલું પણ ના સમજાય તો તો તારો જન્મારો જ એળે ગયો રે ...  -- સ્ત્રી ને તો કેવી સ્પેસ , મોકળાશ ને મિત્ર ?  -- પુરુષ ને તો પચ્ચીસ લફડા ને કામ હોય, ઘર ને વર ને સાંભળી ને બેસે એ જ સન્નારી !  #@$#@%$^%$^&%&*^*%^&@#$@#%$#@%$^@^%^%$^$^%#^%$#&#%^ " રુકાવટ કે લીયે ખેદ હે ... મગજ એ પણ આગળ ના ડાયલોગ સાંભળવાની કે પ્રોસેસ કરવાની ના પાડી દીધી.. મારું ઘર, મારું કુટુંબ ને મારું અસ્તિત્વ .... બધું જ એક પળ માટે ધૂંધળું...

કરપ્શન કે "કર- ઓપ્શન" ?

" સ્કુલ , કોલેજ માં એડમિશન ના લોચા. કે ફેક સર્ટીફીકેટ નું સેટિંગ ! નોકરી માટે ના-કરી એટલી અધધધ ગેર રીતિઓ કે ટેક્સ બચવાની તરકીબો! ગવર્મેન્ટ ના ગોરખધંધા કે પછી સરકાર ની શાહુકારી! શોર્ટ કટ માં સકસેસ મેળવવા ની સાયકિક છતાં લોભામણી "કિક" .... સિકસ્થ પે ના નામે મોંઘવારી ની સુનામી ને એમાં તણાતું ને ખુવાર થતું પ્રાઈવેટ જોબ કરી ને પબ્લીકલી પિસાતું ભારત.... કટકી , બટકી, ટીપ, ખર્ચો , ચા- પાણી , વ્યહવાર , રીત ને રસમ ના નામે [ હરી તારા નામ છે હજાર .... ] , અત્ર-તત્ર-સર્વત્ર કરપ્શન નો કાળો કેર ... કરપ્શન કે "કર- ઓપ્શન" ? ..... " - જાત સાથે પ્રમાણિક બનો !  કરપ્શન ના તો કરો , ના તો કરવા દો! 

૮ માર્ચ :: ઇન્ટર નેશનલ વુમન સ ડે - કે વાર્ષિક મજાક ?

ખાસ નોંધ..  લેખિકા નું પત્ર કાલ્પનિક છે જેમાં મારા અને મારા જેવા ઘણા સર્જકો ની મનોવેદના ના શેડ્સ છે.. [ સર્જકો માં કૃપયા જેન્ડર બાયસ ના ગણવું!  ] આ થી સમઝવું કે - નીચેની પોસ્ટ વાસ્તવિક+કાલ્પનિક છે!  લગતા વળગતા એ બંધ બેસતી પાઘડી પહેરવાની છૂટ છે .. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ શુભેચ્છક ૧ : " બુક નું મુખપૃષ્ઠ સુંદર છે ..  ખુબ ખુબ અભિનંદન .. અમને તો બૌ આનંદ થયો , કે તારી ક્રિએટીવીટી ને પાંખો મળશે ! આમ જ લખતી રહેજે .. અને બુક ની કોપી નઈ મોકલવાની અમને? "  -"હા જરૂર, કુરિયર કરી દઈસ , શુભેચ્છાબદલ આભાર.."...  { ક્યારેય એક છાપું પણ જાતે ખરીદતા હશે કે કેમ? ને બુક ની કોપી લઇ ને શું કરશે એ પ્રાણ પ્રશ્ન!  } શુભેચ્છક ૨ : " મુબારક હો! જોયું ને મેં તો ૬-૮ મહિના પહેલા જ કીધું તુ , તારા માં કઈ ક છે જ! આજે  સવારે જ બુક લઇ આવ્યો! લેયઆઉટ સારું છે , પણ એમ નથી લાગતું કે થોડું લાઉડ છે! અને પેજીસ પણ થોડા રફ નથી ? આમ તો ઠીક જ લાગે છે , પણ થોડી મહેનત કરી હોત તો કોઈ સારા રેપ્યુંટેડ પબ્લી...