Skip to main content

લાઈફ સફારી~૨૬ : ફાધર્સ ડે – પપ્પાને પટાવવાનો પ્રેમાળ પર્વ!


“ બેટા, ડ્રાઈવિંગ કરતી વખતે તો મોબાઈલને આરામ આપ! જે સમયે જે કામ કરતા હોય એમાં જ ધ્યાન આપવાનું! અમે તમારા જેટલા હતા ત્યારે આમ ગાડીમાં ફરવાનું સદભાગ્ય નાં હતું.. બસમાં જ મુસાફરી કરવાની અને મહિનાના છેલ્લા દિવસોમાં તો પગપાળા યાત્રા કરવાનું પણ ભોગે લાગતું..” – પપ્પા અચાનક વર્તમાનની એસીની કૃત્રિમ ઠંડકમાંથી ભૂતકાળની શીતળ જગદોજહદમાં પહોંચી ગયા!
“પ્લીઝ ડેડ, નોટ અગેઇન! અમે આ અગાઉ હજાર વખત તમારા જમાનાની વાતો સાંભળી ચુક્યા છે! ટાઈમ હેઝ ચેન્જ્ડ! તમારા જમાનાની ધીમી અને બોરિંગ વાતો હવે આઉટ ઓફ ડેઈટ થઇ! હવે મલ્ટીટાસ્કીંગનો જમાનો છે! આ મોબાઈલ ખાલી કોલ કરવા કે રીસીવ કરવા નથી- સ્માર્ટફોન છે, એમાં કમ્પ્યુટરનું બધું કામ થાય છે, ઈન્ટરનેટ, ગેમ્સ, મુવીસ, મ્યુઝીક.. આખી દુનિયા છે-આ મોબાઈલમાં! મિટીન્ગ્સ , એનીવર્સરી, બર્થડે – કોઈ પણ ખાસ પ્રસંગ કે તારીખ, યોગ્ય સમયે યાદ કરાવે- આ સ્માર્ટ ફોન! આજના જમાનામાં પૈસા તો બધા કમાઈ લે છે – સોશ્ય્લાઈઝ કરવું જરૂરી છે! છોડો, તમને નહિ સમઝાય સામાજિક હોવાની જરૂરીયાત! આટલા વર્ષોમાં ક્યાં કુટુંબમાં કોઈનો જન્મદિવસ કે લગ્નતિથી યાદ રાખી છે તમે! અરે, કોઈના શુભ-અશુભ પ્રસંગમાં હાજરી સુદ્ધાં નથી આપી!” – દરેક સામાન્ય બાળકની જેમ પોતાના સુખ, દુખ, એચિવમેન્ટ, ફેલ્યુંઅર-બધા જ સામાન્ય કે ખાસ પ્રસંગોમાં પોતાના પિતાની ગેરહાજરીમાં અનુભવેલી એ એકલતા આજે કડવાશ બનીને નીકળી!
હોન્ડા સીટીની અલ્હાદક શીતળતામાં પણ એક અકળામણ, મૂંઝારો અને ભીનાશ પ્રસરી ગઈ.
અને એક “સામન્ય માણસ” અંદરખાને પોતાના અસ્તિત્વને ઝંઝોળી રહ્યો, જવાબ આપવા માથી રહ્યો-પોતાનાજ પિંડને – શબ્દો વિનાના જવાબ!
વર્ષો પહેલા પોતાના વતનથી, પોતાની પત્ની સાથે, મોટા શહેરમાં “ઘર” વસાવવા આવે છે -એક સામાન્ય માણસ! એકડે-એકથી ગણતરી શરુ કરવાની છે આ સામાન્ય માણસને –પોતાનો સંસાર સજાવવા. પ્રેમાળ પત્ની અને વ્હાલા બાળકોને મૂળભૂત જરૂરીયાતો સાથે દુનિયાનું સઘળું સુખ આપવાનું છે- આ સામાન્ય માણસે. મકાનને ઘર બનાવવાની જગ-દો-જહદ, બાળકોનું ભણતર, સામાજિક પ્રસંગો, જવાબદારીઓ, કુદકે અને ભૂસકે વધતી મોંઘવારી અને સામે માર્યાદિત આવક- રોજની બે થી ત્રણ જુદી જુદી નોકરીઓ કરી, પોતાના કુટુંબને ઊંચું લાવવા જાત ઘસી નાખે છે –આ સામાન્ય માણસ! આખું શહેર રવિવારે સુસ્તાય છે, મૌજ કરે છે - ત્યારે ઓવરટાઈમ કરી બે છેડા ભેગા કરી, ત્રીજા છેડે બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે બચત કરે છે – આ સામાન્ય માણસ. “ઘર” બનાવવાની અને કુટુંબની સુખ-સાહ્યબી સજાવવાની મથામણમાં પોતાના ત્રીસ વર્ષો હોમે છે – આ સામાન્ય માણસ! પોતાના બાળકોનાં પ્રશ્નો, ફરિયાદ કે અકળામણને હસીને, સ્વસ્થતાથી સાંભળી લે છે, પોતાના આંસુઓની ભીનાશ છુપાવી જાણે છે – આ સામાન્ય માણસ!
પિતા, બાપુ,ફાધર,પપ્પા, ડેડ – એક ચટ્ટાન, જે પોતાના કુટુંબ માટે જાત ઘસી નાખતા પળવાર વિચાર નથી કરતા!
***
“બેટા, એક વાર ફરી વિચાર કરી જો! હું તને કોઈ લાગણીભીનું લેક્ચર નહિ આપું. તને ઇમોશનલી બ્લેકમેઇલ પણ નઈ કરું. તારી લાઈફના દરેક નિર્ણય તારે જાતેજ લેવાના છે- પોતાની સુઝબુઝથી!” – પપ્પાની ચિંતા એમના શબ્દે શબ્દમાં છલકાઈ રહી.
“મેં વિચારીને જ નિર્ણય કર્યો છે પપ્પા. સુહાસ જેટલો સારો છોકરો આપણી જ્ઞાતિમાં તમે ટ્યુબલાઈટ લઈને શોધશો તો પણ નહિ જ મળે!”- દીકરીના શબ્દોમાં વર્તાતી ઉમરસહજ ઉતાવળ અને મોહ પિતાથી ક્યાં છુપાઈ શકે!
“કોઈ વ્યક્તિ સારી છે , ખુબ સારી છે- એ એક માત્ર કારણથી એની સાથે લગ્ન નાં થઇ શકે! જીવન સુખેથી જીવવા પ્રેમ સિવાય ઘણા ગુણો અને પરિબળો જરૂરી છે! અત્યારે તને હું સમઝાવીશ, તો પણ નહિ જ સમઝાય! જો તારી પસંદગી અમે નામંજુર કરીએ તો- શું કરીશ બેટા?” – પોતાની દીકરીનો નિર્ણય ખોટો જ છે, તે જાણવા છતાં પોતાનો નિર્ણય એના પર નાં જ થોપવા મક્કમ પિતા અનુભવી રહ્યા વિવશતા.
“હું મારા નિર્ણય પર મક્કમ છું. આપની નામંજૂરી હશે તો- અમે કોર્ટ મેરેજ કરી લઈશું. આગળ જતા, મને સુહાસ સાથે સુખેથી જીવતી જોઈને આપ અમને આશીર્વાદ જરૂરથી આપશો- મને વિશ્વાસ છે!”- દીકરીનાં ભવિષ્યના સોનેરી સપના સાચા જ થાય, અને એમાં કોઈ અડચણ આવે એ પહેલા પોતાની આંખો મીંચાઈ જાય એ પ્રાર્થના કરી રહ્યા પ્રેમાળ પપ્પા.
પ્રેમ શબ્દ જે બોલીને નહિ પરંતુ- જતાવીને જીવે છે એ અસામાન્ય વ્યક્તિ છે- પિતા.
પોતાનાં સંતાનોને દુનિયા અને દુનિયાદારી બંને , કોમળતા અને કઠોરતા બેલેન્સ કરીને સુપેરે શીખવાડે છે એવા દુનિયાના શ્રેષ્ટ શિક્ષક છે-પિતા.
પોતાના પરિવારને સુરક્ષિત રાખીને પણ એમને નવા રસ્તા અને દિશાઓ શોધવા સ્વતંત્રતા આપતા- પરિવારના છત્ર છે- પિતા.
પોતાના સંતાનોને સાચા-ખોટનો ભેદ સમઝાવવા - ભૂલ કરવાની છૂટ આપતા, પોતાની ભૂલોમાંથી નવો પાઠ ભણતા શીખવાડતા અને જરૂર પડ્યે નાની-મોટી સજા આપી સાચા રસ્તે વાળતા- દોસ્ત, હમદર્દ, ફિલોસોફર અને પથદર્શક છે- પિતા.
માં પરની કહેવતનો સહેજ રમુજી છાંટ સાથે ભાવાનુવાદ કરીએ તો-
“બાપ એ બાપ- બીજા બધા જંગલનાં સાપ!” - {ઓરીજીનલ કહેવત - “ માં તે માં, બીજા બધા વગડાના વા!” }

***
અંતે, દુનિયાના તમામ પિતાઓને – ફાધર્સ ડે ની શુભકામનાઓ!
અને મારા પ્રિય પપ્પાને- જે એમની હયાતીમાં નાં કહી શકી એવા શબ્દોની - એક શબ્દાંજલિ!
“ આજે કેમ આવાજ ધીમો આવે છે બેટા ? રાતે હીર બૌ જગાડતી તો નથી ને? 
કે હજુ પણ તું પહેલા ની જેમ રાતે જાગીને ન્યુઝ પેપર વાંચે છે?
તું ક્યારે સુધરીશ? તું ક્યારે મોટી થઈસ ?
તને કેટલી વાર  કીધું રાતે જલ્દી ઉંઘી જવાનું , રાતે ઊંઘ પૂરી નથી થઇ ને ? 
આઈ એમ ઓકે પાપા , ડોન્ટ વરી ...

આજે બૌ વરસાદ છે, તું  ક્યાં છે બેટા ? આભ ફાટ્યું છે ને તને એલ.ડબલ્યુ.પી. ની ચિંતા છે?
એક દિવસ જોબ પર નહિ જાય તો તારી કોલેજ બંધ નઈ થાય ને?
જો પાછી છત્રી/રેઇનકોટ જાણી જોઈને ભૂલી ગઈ ને આજે?
તું ક્યારે મોટી થઈસ? 
ભીંજાઈસ ને શરદી - તાવ આવશે તો? રાતે તને વારે ઘડીએ ઉઠી ને કોણ ઓઢાવશે ?
તને હળદર વાળું દૂધ નથી ભાવતું તો એમાં મધ કોણ નાખી આપશે? 
આઈ એમ ઓકે પાપા , ડોન્ટ વરી ...

બેટા , આજે ફરી દોડીને ટ્રેન પકડી ને ?
તને કેટલી વર કીધું સાચવીને અપડાઉન કરવાનું ....
ઘેર પહોંચતા હજુ સાંજ ઢળી જાય  છે બેટા? તું કેમ નથી સાંભળતી , તારી ચિંતા બહુ થાય છે! 
તું ક્યારે મોટી થઈસ?
એક ટ્રેન ચુકાસે તો કઈ જીન્દગી થોડી અટકી જાય છે?
આઈ એમ ઓકે પાપા , ડોન્ટ વરી ...

આજે કૈક થયું હોય એમ લાગે છે બેટા.. બધું ઠીક તો છે ને ?
તું ક્યારેય કઈ કેતી નથી,  પણ હું ના સમજુ ?
મારી દીકરી તો લાખો માં એક છે, મને તો તારા પર ખુબ ગર્વ છે , 
તું તો મારી દીકરી - દીકરા થી અધિક છે! 
શું થયું  છે બેટા કેમ , આમ અચકાય છે  ?
પોતાની જાત પરનો તારો વિશ્વાસ ને પ્રેમ કેમ આમ ડગી જાય છે ?
બૌ મોટી થઇ ગઈ છે હવે તું બેટા, હવે પપ્પા ને સમજાવે છે ..
પણ તારી તકલીફ સમજવા ને સંભાળવા .. મને તારા શબ્દો ની જરૂર નથી! 
આઈ એમ ઓકે પાપા , ડોન્ટ વરી ...

હવે તમે કઈ જ પૂછતાં નથી,
મારી ચિંતા પણ કરતા નથી ...
હવે મને "મારી" જાતને ચાહવા અને સમજવા કોઈ સમજાવતું નથી...
એવી તમને શું ઉતાવળ થતી હતી?
તમે તો ગયા, અને છૂટ્યા આ નાસમઝ, જીદ્દી, અણસમજુ દીકરી થી..
પણ .. 
તમને દીધેલા એ અગ્નિદાહમાં મારો આત્મા પણ બળી ગયો છે ...
તમારી સાથે અને તમારા માં જ ભળી ગયો છે ...

"આઈ એમ નોટ ઓકે પાપા, તમે ક્યાં છો ?"


Comments

Anonymous said…
સરસ!
When my wife Parul says - I had tears reading Bhumika's blog - you won the biggest critic! Keep it up.
bhumika said…
@chirag
:) I am obliged!
I just write all that comes in my mind!

Popular posts from this blog

Vidyanagar revealed : few snaps, many memories.....

BIRLA VISHVAKARMA MAHAVIDYALAYA   A PREMIER INSTITUTION OF  CVM FOUNDED IN  1948 Motto:  Work is Worship First Approved by Government as grant paid College More than  16000  engineers Graduated. Degrees offered –  B.E. ,  M.E.  and  PhD C-Cube....  A cyber cafe , a cafe , where one can enjoy his/her space as well as the food with friends!  A place i love the most!  the day when i had seen a new building of hotel in place of it, i remember , i had cried like have lost some one very dear! Ajay book stall :: A small store of books in 1999, is now a real big super book stall, where you can find any technical or non-technical book!  Its situated at nana bazar! Bhaikaka Library::  Almost all students have enjoyed reading in this huge library!  Nasta house ! jay yogeshwar nasta house!  chai/c...

મમતાજી બેનર્જી જી જવાબ આપો :: મહિલા અનામત કે મહિલા-આના-મત ?

" ભીલાડ ટુ ભીલાડ .... મોર્નિંગ ૮:૧૫ ટુ ઇવનિંગ ૮:૦૦ ... "અપ ડાઉન" કહો કે "કમ્યુટીંગ " ... એની એક મઝા પણ છે અને સજા પણ!  અને લકીલી છેલ્લા ૬ વર્ષ થી મને અપ ડાઉન ની જાહોજલાલી નસીબ છે!  અલબત્ત સોર્સ અને ડેસ્ટીનેશન સીટી બદલાતા રહે છે! પહેલા અમદાવાદ થી બરોડા વચ્ચે  અને હવે અંકલેશ્વર થી સુરત વચ્ચે  !  મિત્રો કહે છે તારી અડધી જિંદગી તો ટ્રેન માં જ જવાની!  એક રીઢા ગુનેગાર ને  જેમ જેલ ની સજા માં પણ એક મજા આવે છે... તેમ હું પણ આ ટ્રેન , રેલવે  સ્ટેશન, લેડીઝ  કંપાર્ટમેન્ટ  ની આદી થઇ ગઈ છું!  મારા ટ્રેન મિત્રો ની મારી જિંદગી માં એક ખાસ જગ્યા છે! સવાર સાંજ ટ્રેન માં એક જ કમપાર્ટમેન્ટ માં બેસવાથી એકબીજા સાથે એક અજીબ લાગણી નો સંબંધ બંધાઈ જાય છે અને જે વાતો-દુખ સગા ને નથી કરી શકતા તે ટ્રેન-ફ્રેન્ડ ને કરવા રૂટીન બને છે! દિવસ ના ૪ કલાક [જાગૃત અવસ્થા માં ] જ્યાં કુટુંબ સાથે રહેવા નથી મળતું ત્યારે જેમની સાથે  આ ૪ કલાક ગાળીએ છે એ મિત્રો સગા થી વિશેષ છે!  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~...

હસના મના હે !

દિવસ - ૧ ::   "સર, મેં તમને કાલે પણ કહ્યું હતું , મને મેડીકલ ફિલ્ડ માં કઈ જ ના ખબર પડે... " - મારો  કન્વીન્સીંગ પાવર સારો છે પણ પ્રોફેશનલી મોટેભાગે હું જાતે જલ્દી કન્વીન્સ થઇ જાઉં છું! મેં મેડીકલ કોલેજ ના દિન ને રીક્વેસ્ટ કરી , આ મારી ચોથી નિષ્ફળ રીક્વેસ્ટ હતી!  " અરે, કઈ વાંધો ની મેડમ, તમે ખાલી એક વાર સોફ્ટવેર જોઇને ઓકે કરી દો તો અમે એ ડીઝાઈનર નું પેમેન્ટ કરી દઈએ ! " - મેડીકલ ના ડીન  આજે મને કોઈ પણ ભોગે હલાલ કરવાના મુડ માં હતા !  " પણ સર તમારે કેવી રીક્વાયાર્મેન્ત હોય, કેવા કન્સટ્રેન  ચેક કરવાના હોય મને ના ખબર પડે! તમે મારી સાથે કોઈ ડોક્ટર ને પણ મોકલો ! " - મેં છેલો પ્રયાસ કર્યો!  " અરે ડોકટરો તો હજુ કાલે આવશે! " - ડીન અટવાઈ ને બોલ્યા!  "અરે હું તમારા હોસ્પિટલ ના ડોક્ટર્સ ની વાત કરું છે! કાલે કોણ આવાનું છે? કાલે તો ઇન્સ્પેકશન નથી ? " - હું થોડી મૂંઝાઈ  ગઈ!  "તમે એ બધું જવા દો , ગેસ્ટ હાઉસ માં તમને લઇ જવા ગાડી બહાર આવી ગઈ છે , તમે એક વાર ઓકે કહો તો વાત પતે! " - ડીન મને ને વાત બંને ને પતવાની ફીરક માં હ...