Skip to main content

અવસર~૨૬ જાન્યુઆરી : ધ્વજ વંદન કરવામાં કેટલું જોર પડે?

૨૬ જાન્યુઆરી , પ્રજાસત્તાક દિવસ સ્પેશિયલ - અવસર - પેજ-૩


"ધ્વજ વંદન કરવામાં કેટલું જોર પડે? "
“૨૬ જાન્યુઆરી ઇઝ સેલીબ્રેટેડ એઝ રીપબ્લિક ડે એવરી યર ઇન ઈન્ડીયા. અવર ગ્રેટ ઇન્ડિયન કોન્સટીટયુશન વોઝ ફર્સ્ટ અપ્લાઇડ ઓન ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ .” – એક નેતા ની અદાથી હાથ હલાવી હલાવીને બેબુ છેલ્લા ૧ કલાક થી પ્રેક્ટીસ કરી રહી અને છતાં બે જ લાઈન્સ પર સ્પીચની ગાડી અટકી જતી. બેબુની નર્વસનેસ અને પોપટ જેવી ગોખણપટ્ટી જોઈ અનાયાસે જ હસી પડાયું.
“મોમ , સ્ટોપ લાફિંગ. મારે કાલે સ્પિચ આપવાની છે. અને હેલ્પ કરવાની જગ્યાએ તમે તો મારું ફિઅર વધારો છો. કોન – સટી – ટ –યુશન ... મોમ , કેટલો ટ્ફ વર્ડ છે આ.. શું મીનીંગ થાય એનો? અને એવું તો શું થયું હતું ૨૬ જાન્યુઆરીએ કે આખી કન્ટ્રી આ દિવસે હોલીડે મનાવે ?” – કન્ફ્યુઝ્ડ બેબુએ ફાયનલી એઝ ઓલ્વેઝ ‘ઓફ લાઈન ગુગલ’ એટલેકે મમ્મીની શરણ લીધી!
“ગુડ ક્વેશ્ચન! ઇન્ડિયન કોન્સટીટયુશન એટલે ભારતીય સંવિધાન, સાદા શબ્દો માં કહીએ તો આપણા દેશ નાં કાયદા-કાનુન, જેનો અમલ કરવા દરેક ભારતીય બંધાયેલો છે. વર્ષો પહેલા, ૧૯૪૭મા જ્યારે  અંગ્રેજો આપણો દેશ છોડીને ગયા ત્યારે આપણા દેશમાં શાંતિ, સલામતી અને વ્યવસ્થા જાળવી રાખવા, આપણી સંસ્કૃતિ અને સભ્યતાને અનુરૂપ નવા કાયદા-કાનુનની જરૂર જણાઈ. ડો.બાબા સાહેબ આંબેડકરની આગેવાનીમાં આ નવા કાયદા-સંવિધાન ઘડવામાં આવ્યું, જેનો અમલ ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ થી શરુ થયો. અને એટલેજ આપણે ૨૬ જાન્યુઆરીને રીપબ્લિક-ડે એટલેકે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. “-શક્ય એટલા સિમ્પલ વર્ડઝમાં સમઝાવાનો મેં પ્રયાસ કર્યો.
“પ્રજાસત્તાક ઇઝ કુલ વર્ડ મોમ. પ્રજા –સત્તાક એટલે કે પ્રજા સત્તા પર આવી એ દિવસ.. સો, ૨૬ જાન્યુઆરી એટલે સેલીબ્રેશન ઓફ સંવિધાન આઈ મીન કોન્સટીટયુશન, જેને ફોલો કરીને જ પ્રજા ને સત્તા એટલે કે પાવર મળે, રાઈટ મોમ ???”- કૈક નવું જાણવાની ખુશી અને સંતોષ સાથે બેબુ ફરી સ્પીચનુ  રિહર્સલ કરી રહી , અને કોણ જાણે કઈ રીતે પણ હવે કડકડાટ એક પણ મિસ્ટેક વગર બોલી પણ રહી.
બેબુને ગુડબાય વિશ કરીને ઓફીસ જવા હું નીકળી જ અને...
“મોમ , તમે હેલ્મેટ ભૂલી ગયા! “ – બેબુ મારી હેલ્મેટ લઈને દોડતી આવી.
“ચાલશે બેબુ , આજકાલ કોઈ જોતું નથી, સહેજ પણ ચેકિંગ હોતું જ નથી. શું ફરક પડે છે?”- ઉતાવળમાં હેલ્મેટમાંથી ધૂળ ખંખેરતા મેં કહ્યું અને..
“મોમ, ફરક પડે છે. ઇન્ડિયન કોન્સટીટયુશન, ભારતીય સંવિધાન ને ફોલો કરવાની આપણી ફરજ છે. ચેકિંગ ભલે ના હોય, કોઈ ભલે નાં જુવે, આપણે તો જાણીએ જ છે કે ઈટ્સ રોંગ! “- બેબુ ની સમજશક્તિ થી હેલ્મેટ પરની ધૂળ ની સાથે મારા આચરણ પરની ધૂળ પણ ખરી પડી.
સાચે જ સંવિધાન કે કાયદા-કાનુન સુપેરે જાણવા છતાં આપણે યેન-કેન બહાને એનું આચરણ નાં કરવા અને આપણી સહુલીયત સાચવાવવા છટકબારી શોધી લઈએ છે.
***
વારે-તહેવારે, ટ્રેનનુ ગીચોગીચ ભરેલુ કમપાર્ટમેન્ટ જોઈ મને હમેશા જ એવો વિચાર આવે કે આટલા બધા લોકો ક્યા જતા હશે! આજે પણ હું વિચારી રહી કે આમ વ્યક્તિ દીઠ ડબલ ચિલ્લર(ચિલ્લર બોલે તો બચ્ચા પાર્ટી) અને ચિલ્લર થી ડબલ લગેજ લઈને મુસાફરી કરવી કોઈ જંગ લડવા જેવું જ અઘરું કામ છે!
“હોલીડે ટુમોરો! જલસા... સો વોટ્સ અપ? શું પ્લાન છે બધાના ?” – ફેશન ડીઝાઈનીંગ ભણતી અને ભણવા કરતા નવી નવી ફેશનનો પોતાના પર એક્સ્પેરીમેન્ટ વધુ કરતી ગુનગુને એક્સાઈટમેન્ટમાં પૂછ્યું.
“અમારે રજા નથી. ધ્વજ વંદન કરવા સ્કુલ જવાનું છે. છેલ્લા એક વીકથી એની તૈયારીમાં લાગ્યા છીએ. રજા જોઈએ તો પણ રજા ના મળે એટલું કામ છે, ૨૬ જાન્યુઆરી નાં પ્રોગ્રામ અને પરેડનું.”-દર વર્ષે ઓરેન્જ અને ગ્રીન બોર્ડરવાળી સફેદ સાળી પહેરી ધ્વજવંદન કરવા અને કરાવવા જતી સિમ્મીટીચરની પરેડ આ વર્ષે પણ ચાલુ જ તો!
“અમારે પણ એમ તો કોલેજ માં ફ્લેગ હોઈસ્ટીંગ થવાનું પણ હું કદાચ નૈ જવાની. ફોર્માલીટી ઇટ ઇઝ. જાવ કે નાં જાવ શું ફરક પડે છે? ૨૬ જાન્યુઆરી ઇઝ રીપબ્લિક ડે .. એન્ડ આઈ પ્રાઉડલી ફોલો માય ઈન્ડીયન કોન્સટીટયુશન-એજ મારું રીપબ્લિક ડે સેલીબ્રેશન! ”- ગુનગુને એનુ મંતવ્ય રજુ કર્યો.
“ફરક પડે જ છે! તમે આખા વર્ષ માં બે જ દિવસ પોતાના દેશ માટે કઈ કરી નાં શકો? એક ધ્વજ વંદન કરવા જવામાં પણ બધાને કેટલું જોર પડે. જાહેર રજા હોય એટલે ઘેર આરામ કરવાની જ ભાવના! આખું વર્ષ રજા લઇ લઈને પોતાના બર્થડે, એનીવર્સરી અને એવું બીજું બધું સેલીબ્રેટ થાય છે! તો પણ ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરી આ બે દિવસ જ સેલીબ્રેટ કરતા કેમ જોર પડે?”- પોતાની સ્કુલ નાં વિદ્યાર્થીઓ ને વઢતી હોય એજ ભાવે સિમ્મીની ટીચરગીરી ટ્રેન માં પણ વારે વારે ચાલુ થઇ જ જાય!
“સીમ્મીદિ ચીલ, હાઈપર થયા વગર જવાબ આપો. ગયા વીક માં તમારું પર્સ ચોરી થઇ ગયું હતું ટ્રેનમાંથી, તો તમે એની કમ્પ્લેન પોલીસમાં લખાવી? એકાદ મહિના પહેલા તમારો મોબાઈલ પણ ચોરી થઇ ગયેલો , એની કમ્પ્લેન કરી તમે પોલીસમાં?” – ગુનગુન આજે જાણે ટીચર ને ટીન્ચર લગાડવાના તોફાની મુડમાં હતી.
“ગુનગુન, એનું અત્યારે શું છે! પર્સ માં તો માંડ ૧૦૦-૨૦૦ રૂપિયા હશે, એની શું કમ્પ્લેઇન! અને રહી વાત મોબાઈલની, તો એક વાર ચોરાઈ ગયો એટલે નાહિ નાખવાનું, પોલીસ કમ્પ્લેન કરવાના લફડામાં પડીએ તો કોર્ટ અને પોલીસ સ્ટેશન નાં ધક્કા ખાવા પડે અને પાંચ-પચ્ચીસ પુરા થાય એ ખોટનાં!”-સિમ્મી ની વાત કદાચ એકદમ વ્યહવારુ જ છે છતાં...
“સી , આ તમારો દેશપ્રેમ! વાત ખોવાયેલા પર્સ કે એમાંના ૧૦૦-૨૦૦ રૂપિયાની નથી! વાત રોજ-બ-રોજ ચોરાતા મોબાઈલની પણ નથી! વાત છે વિરોધ નાં કરવાની અને પોલીસ કમ્પ્લેન નાં જ લખાવાની. પોલીસ કમ્પ્લેન નહિ કરીને આપણે એ ચોરને પ્રોત્સાહન આપીએ છીએ, બીજી મોટી ચોરી કરવા અને સાથે સાથે આપણાજ દેશના સંવિધાન માં આપણો અવિશ્વાસ પ્રગટ કરીએ છે! “- ગુનગુન સહજ શબ્દોમાં ખુબજ મોટી વાત કહી ગઈ...
અને હું વિચારી રહી સિમ્મી અને ગુનગુન નાં પરસ્પેક્ટીવ થી.. કેટલા ભિન્ન છતાં કેટલા સહજ અને સાચા!
***
૨૬ જાન્યુઆરી એટલેકે પ્રજાસત્તાક દિવસ, - એવો દિવસ જે સંવિધાન/ કોન્સટીટયુશન ની શક્તિ થી પ્રજાને અપ્રતિમ સત્તા આપે છે!
ધ્વજ વંદન થવું જોઈએ પ્રભુ ભક્તિ જેવી સાત્વિક ભાવનાથી અને ચોક્કસ આ દિવસ ધામધૂમથી જ ઉજવવો જોઈએ..
પણ પરેડ અને ભાષણોની સ્ટીરીઓટાઈપ ઉજવણીની સાથે સાથે, પોતાની જાત સાથે દર વર્ષે એક વાયદો પણ થવો જોઈએ કે - મારા દેશના સંવિધાન માં મને પુરો વિશ્વાસ છે, અને હું પુરા દિલ અને દિમાગ થી એનું પાલન કરીશ.
આવો ઉજવીએ ૨૬,જાન્યુઆરી ખરા અર્થમાં – આપણા સંવિધાન માં પુનઃ વિશ્વાસ રોપી, સંવિધાનનુ દિલોજાન થી પાલન કરીને!    

Comments

Popular posts from this blog

Vidyanagar revealed : few snaps, many memories.....

BIRLA VISHVAKARMA MAHAVIDYALAYA   A PREMIER INSTITUTION OF  CVM FOUNDED IN  1948 Motto:  Work is Worship First Approved by Government as grant paid College More than  16000  engineers Graduated. Degrees offered –  B.E. ,  M.E.  and  PhD C-Cube....  A cyber cafe , a cafe , where one can enjoy his/her space as well as the food with friends!  A place i love the most!  the day when i had seen a new building of hotel in place of it, i remember , i had cried like have lost some one very dear! Ajay book stall :: A small store of books in 1999, is now a real big super book stall, where you can find any technical or non-technical book!  Its situated at nana bazar! Bhaikaka Library::  Almost all students have enjoyed reading in this huge library!  Nasta house ! jay yogeshwar nasta house!  chai/c...

મમતાજી બેનર્જી જી જવાબ આપો :: મહિલા અનામત કે મહિલા-આના-મત ?

" ભીલાડ ટુ ભીલાડ .... મોર્નિંગ ૮:૧૫ ટુ ઇવનિંગ ૮:૦૦ ... "અપ ડાઉન" કહો કે "કમ્યુટીંગ " ... એની એક મઝા પણ છે અને સજા પણ!  અને લકીલી છેલ્લા ૬ વર્ષ થી મને અપ ડાઉન ની જાહોજલાલી નસીબ છે!  અલબત્ત સોર્સ અને ડેસ્ટીનેશન સીટી બદલાતા રહે છે! પહેલા અમદાવાદ થી બરોડા વચ્ચે  અને હવે અંકલેશ્વર થી સુરત વચ્ચે  !  મિત્રો કહે છે તારી અડધી જિંદગી તો ટ્રેન માં જ જવાની!  એક રીઢા ગુનેગાર ને  જેમ જેલ ની સજા માં પણ એક મજા આવે છે... તેમ હું પણ આ ટ્રેન , રેલવે  સ્ટેશન, લેડીઝ  કંપાર્ટમેન્ટ  ની આદી થઇ ગઈ છું!  મારા ટ્રેન મિત્રો ની મારી જિંદગી માં એક ખાસ જગ્યા છે! સવાર સાંજ ટ્રેન માં એક જ કમપાર્ટમેન્ટ માં બેસવાથી એકબીજા સાથે એક અજીબ લાગણી નો સંબંધ બંધાઈ જાય છે અને જે વાતો-દુખ સગા ને નથી કરી શકતા તે ટ્રેન-ફ્રેન્ડ ને કરવા રૂટીન બને છે! દિવસ ના ૪ કલાક [જાગૃત અવસ્થા માં ] જ્યાં કુટુંબ સાથે રહેવા નથી મળતું ત્યારે જેમની સાથે  આ ૪ કલાક ગાળીએ છે એ મિત્રો સગા થી વિશેષ છે!  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~...

હસના મના હે !

દિવસ - ૧ ::   "સર, મેં તમને કાલે પણ કહ્યું હતું , મને મેડીકલ ફિલ્ડ માં કઈ જ ના ખબર પડે... " - મારો  કન્વીન્સીંગ પાવર સારો છે પણ પ્રોફેશનલી મોટેભાગે હું જાતે જલ્દી કન્વીન્સ થઇ જાઉં છું! મેં મેડીકલ કોલેજ ના દિન ને રીક્વેસ્ટ કરી , આ મારી ચોથી નિષ્ફળ રીક્વેસ્ટ હતી!  " અરે, કઈ વાંધો ની મેડમ, તમે ખાલી એક વાર સોફ્ટવેર જોઇને ઓકે કરી દો તો અમે એ ડીઝાઈનર નું પેમેન્ટ કરી દઈએ ! " - મેડીકલ ના ડીન  આજે મને કોઈ પણ ભોગે હલાલ કરવાના મુડ માં હતા !  " પણ સર તમારે કેવી રીક્વાયાર્મેન્ત હોય, કેવા કન્સટ્રેન  ચેક કરવાના હોય મને ના ખબર પડે! તમે મારી સાથે કોઈ ડોક્ટર ને પણ મોકલો ! " - મેં છેલો પ્રયાસ કર્યો!  " અરે ડોકટરો તો હજુ કાલે આવશે! " - ડીન અટવાઈ ને બોલ્યા!  "અરે હું તમારા હોસ્પિટલ ના ડોક્ટર્સ ની વાત કરું છે! કાલે કોણ આવાનું છે? કાલે તો ઇન્સ્પેકશન નથી ? " - હું થોડી મૂંઝાઈ  ગઈ!  "તમે એ બધું જવા દો , ગેસ્ટ હાઉસ માં તમને લઇ જવા ગાડી બહાર આવી ગઈ છે , તમે એક વાર ઓકે કહો તો વાત પતે! " - ડીન મને ને વાત બંને ને પતવાની ફીરક માં હ...