Skip to main content

પામ્યા ના પેશન થી ગુમાવ્યા ના ગમ સુધી : કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હે...


P.S. ::  આ પોસ્ટ ડેડીકેટેડ છે . કયાંક સંજોગવશાત છૂટી ગયેલા સપનાઓ અને સ્વજનો ને ...

આજની દોડધામભરી જિંદગીમાં મહત્વાકાંક્ષાઓ અને કરિયર ની ચેઝ માં ક્યાંક આપણે આપણા સ્વજન ને "ટેક્ન ફોર ગ્રાન્ટેડ" લઇ લઈએ છે ..  એ સ્વ-જન નું આપણી જિંદગી માં મહત્વ ભૂલી જઈએ છે ...

કદાચ એ સ્વ-જન આપણા નસીબ માં સહજતાથી આવી ગયું છે , એથી એનું મહત્વ નાં સમઝી શકનાર આપણે એ નથી જાણતા કદાચ ...
કે એ સ્વ-જન નું મહત્વ એને ગુમાવી ચુકેલા કોઈક ને વધુ છે , કદાચ એને પામી ચુકેલા અને છતાં કદર નાં કરી શકનાર આપણા કરતા! 

કાલ્પનિક કેનવાસ પર વાસ્તવિકતાના આ શેડસ કદાચ મદદ કરે આપણી , જે ખોવાઈ ગયું છે એ શોધવા કે પછી જે ખોવાઈ જવાની તૈયારી માં છે એને સહેજવા! 
આમીન ! 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`


ટાક.. ટીક.. ટાક .. ટીક ..
ફરી એજ અવાજ .. થોડો પરિચિત.. છતાં અજાણ્યો.. 
વર્ષો પહેલા દિલ ને ધબકાર ચુકાવી દેનાર..

એ હાઈ  હિલ ના સેન્ડલ .. ને સેન્ડલ પર ચાલી આવતી મારી મુસ્કુરાતી સવાર, શરારતી સાંજ ને શમણાઓ ભરેલી રાત ...

અને એક બેફિકરાઈ ભર્યું સ્મિત.. 

કાશ કહી શકાત એને - તું હાઈ હિલ પહેરે ત્યારે સહેજ પણ જાડી નથી લાગતી.. અને લાગે તો પણ શું ફર્ક પડે છે? ....  મારી નજરો તો તારી નિર્દોષ , રમતિયાળ આંખો થી નીચે પહોંચી જ શકતી નથી! 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

"સાહેબ , મેમસાહેબ માટે ગુલાબ લઈ જાવ ને ... આજે બિલકુલ વકરો નથી થયો સાહેબ.. મેમસાહેબ રાજી થઇ જશે! "- નાનો મેલોઘેલો છોકરો મોંઘા- મૂલની  જાહોજલાલી ની જર્ની ખોટ્કાવે છે ..
અને તો પણ એ બેફિકરાઈ ભર્યું સ્મિત ફરી તરવરે છે..
"ગુલાબ નહિ , સનફલાવર આપ ... "- અનાયાસે કહેવાઈ ગયું અને અચરજ સાથે ફૂલ વેચવાવાળો બીજા ફૂલ[ FOOL] ને જોઈ  રહ્યો! 
"સાહેબ આ રેડ રોઝ સરસ છે , વિલાયતી ને સુગંધ પણ સરસ આવે છે , આ લઇ જાવ ને! સુર્યમુખી તો કોઈ નઈ લેતું, એમાં તો કઈ સુવાસ પણ નાં આવે સાહેબ! નાં તો કોઈ  સુંદર રંગો છે એના! "- વિલાયતી રેડ રોઝ વેચીને વધુ નફો કરવાની ગણતરી ટેણકા ની સમઝાઈ .... પણ મારી સન્ફ્લાવારી ગણતરી સમઝવા મનેય જાણે  કેટલા વર્ષો લાગ્યા!  

એકદમ લડાયક ને તીખી  તું, કદાચ આ સનફ્લાવર ની જેમ હંમેશા મજબુરીઓ ને પરિસ્થિતિ ની સામે લડતી , મથતી .. સામે પડતી , કદાચ એટલે જ તને આ સુવાસ-હીન સનફલાવર જ પ્રિય હતું ...
અને તને રોઝ આપવાની ભૂલ કરી બેઠો હું ...  
કાશ તને સમઝાવી શકત કે તારી સન-ફ્લાવરી ખુમારી અને તીખાશને   હું દિલો-જાન થી ચાહું છું , માત્ર એમાં મારી લાગણીઓ ને પ્રેમની  ગુલાબી સુવાસ ખૂંટે છે , મને ઉમેરવા દઈશ? 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

"જ્યારે ટેન્શન હોય ત્યારે ચોકલેટ ખાવાની ... "- તારા શબ્દો જ્યારે જ્યારે  મારું બી.પી હાઈ થાય ત્યારે મારી આસ-પાસ ઘુમરાય છે! 
અને કોલેજ ની એકઝામ્સ ના ટેન્શન માં , મિત્રો સાથેની બબાલ ના ટેન્શન માં કે ઘર ની કોઈ પર્સનલ પળોજણ માં - માત્ર કે નાની ફાઈવ-સ્ટાર ખાઈ ને તરો-તાઝા થઇ જતી તું , તારી સ્મૃતિ ... કદાચ મારું બી.પી અનાયાસે  જ વધારે છે! 

કાશ તને મહેસુસ કરાવી શકત કે તું હોય આસ-પાસ તો ટેન્શન ક્યાંથી હોય? તારા નાં હોવાની તો આ બધી ઉપાધી છે! 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

"બ્લુ કલર નું પર્સ મંગાવ્યું હતું ને ... આ કયો શેડ લાવ્યા બ્લુ નો? " - જ્યારે મારી જીવનસંગીની પ્રેમ પૂર્વક પૂછે છે તો ...
કઈ રીતે સમઝાવું એને કે.... મારા બધા જ રંગો પરાયા છે ..  
અને જે રંગો મારા છે , મારી યાદ માં  છે ...,  યાદ-દાસ્ત માં છે .. એ બધા જ "એના "  જ રંગો છે .. 


એના કોટન ડ્રેસ નો બ્લુ કલર ..
ને એના પર્સ નો ઓફ વ્હાઈટ કલર..
એનો ઓલ ટાઈમ ફેવરીટ બ્લેક કલર..
એની આંખો નો બ્રાઉન કલર..
એના ગાલો પર શરારતી ગુલાબી કલર..
એના ગુસ્સા નો લાલાશ પડતો કેસરી કલર...

અને 
અને 
અને 


સફેદ કલર એની "ના" નો ....................... , 
અને એ "ના" પાડતા એની દિલમાં ઘુમરાતી ઉદાસી અને લાચારી નો - "ગ્રે" કલર..
મને જોઇને ફંટાઈ જતા એના દિલ માં ઉઠતી ટીસ નો લોહી જેવો "લાલ" કલર ... 

અને નદી ના કિનારાની જેમ સામ સામે , છતાં દુર, કાયમ જુદા વહી જવાની રીયાલીટી સ્વીકારી જીવી જવાનો -   " લીલો " કલર.. 

કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હે ...
કે જિંદગી તેરી ઝુલ્ફો  કી નરમ છાઓન મેં ગુઝરને પાતી તો શાદાબ હો ભી સકતી થી! 

Comments

Atit said…
Beautifully written,
The best is yet to come!
All the Best !
Bhumika Patel said…
lovely article mam...
very good one...
Dhaivat Trivedi said…
Just Superb.... speechless :-( would love to write more but m unable....
Smile Vs Pain said…
પામ્યા ના પેશન થી ગુમાવ્યા ના ગમ સુધી.. પરફેક્ટ ટાઇટલ.. શાયદ હર કોઇના જીવનને ક્યાય તો કોઇક ખૂણે તો ટચ કરીને ઉઝરડો કરી જતુ ટાઇટ્લ અને લેખ. શાયદ આ જ તો જીંદગી છે અને આવી જ હોય. ભીતર બટકિ ગયેલી લાગણીઓની કરચને પંપાળતુ દિલ ને એમાંથી ઝમી જતી ખૂનની ટશરોની લાલાશ શાયદ આખી જીંદગીને લાલ હિંગળોક બનાવતી હશે શુ ?

છેલ્લા પેરેગ્રાફમાં રંગો થકિ બહુ અદભુત વાત કહિ તમે.. છેલ્લી લાઇન.."અને નદી ના કિનારાની જેમ સામ સામે , છતાં દુર, કાયમ જુદા વહી જવાની રીયાલીટી સ્વીકારી જીવી જવાનો - " લીલો " કલર.. "... પરથી મને અમૃતા પ્રીતમજીની વાત યાદ આવી ગઇ. એના લગ્ન સોળ વર્ષની ઉમરે થયેલ ને એને સપનાનો રાજકુમાર મળ્યો હતો છેક વીસ વરસે, લગ્ન બાદ. જીવનનો ગમે તે પડાવ હોય આમેય સાચી લાગણી ને પ્રેમ સંબંધો હમેંશા ચક્રવાતની જેમ ફુંકાવાનુ ક્યા ચુકે છે કદિ? ને તહેસનહેસ થતા પછિ તો વાર ય શુ લાગે? ને એણે પોતે જ એના પ્રેમીથી અલગ થઈ જવાનો નિર્ણય લઇ લીધો નદીના કિનારાની જેમ જ... અમૃતાજીનો ઉલ્લેખ એટલે કર્યો ફકત કે પોતાની અંગત જીંદગીના પાના ખુલ્લેઆમ ફરફરાવવાની હિંમતમાં એની તોલે કોઇ આવી જ ના શકે.. પોસ્ટ લા-જવાબ છે.. ઓછા શબ્દોમાં ઘૂંટાતો રંગ..અભિનંદન..
aaj kal divse divse writing tamaru kharekhar adbhoot thatu jay chhe bhums... what to say??? i think nothing...
bhumika said…
@harsh
:)
aa j smiley use karvanu always!

:)
bhumika said…
This comment has been removed by the author.
bhumika said…
@atit..

obliged..
prince of ahmedabad , hazure-alaa, busy Bee spending time in reading my blog post!

shukriya , jahenasib!
bhumika said…
@bhumika

thanks dear, for reading and commenting! :)

Its indeed a lovely post, as it is @ love and loved ones!
bhumika said…
@DTsir,

just ur comments presence is ennough for motivating me!

nahi to nachiz kya kai lakhe chhe :/

thanks a lot for reading and commenting!
bhumika said…
@hitesh [ smile V/S pain]


"અને નદી ના કિનારાની જેમ સામ સામે , છતાં દુર, કાયમ જુદા વહી જવાની રીયાલીટી સ્વીકારી જીવી જવાનો - " લીલો " કલર.. ".

હા, એ લાઈન્સ કદાચ આ પોસ્ટ ને સાર્થક કરે છે ... કેમેકે ..
કાયમ ખળ ખળ વહી જતી નદી ના બંને કિનારા કાયમ સમાંતર રહે છે , છતાં મળી શકતા નથી .. અને આ કિનારાઓ વચ્ચે નદી તો નિર્મળ ને અસ્લાખિત વહે છે પણ , કિનારા પર રહી જાય છે , "લીલ" - સમાંતર છતાં અંતરણાં દુખ ની , કે પછી સામે જોઈ જોઈ ને દાઝતા દિલ ની , ઝેર ઝેવી જ કદાચ એટલે - લીલી - લીલ..
દુખતા દિલે, પણ સ્વીકાર કરી ને જીવી જવા સિવાય જયારે ઉપાય જ નથી ત્યારે કદાચ આ મજબૂરી નો રંગ- લીલો જ હોઈ શકે ને , શું કહો છો?

થેન્ક્સ તો નહિ કહેવું જોઈએ ..... , છતાં તુ આવા લાગણી ના લવારા બૌ વાંચતો નથી , તો પણ મને સહન કરી એ માટે :) શુક્રિયા!
Pinakin said…
જયારે પણ તમારો બ્લોગ વાંચું,થોડીક વાર ઉપર વાંચું થોડીક વાર નીચે વાંચું
પછી ના સમજાય એટલે "હશે,આ આપડી ગજા બહાર ની વાત છે" એમ નિસાસો નાખી બહાર નીકળી જાવ
પછી વરસાદ ની પાછળ ધીમી સુગંધ આવે એ રીતે થોડુંક ગળે ઉતરે અને થોડુંક....
પણ મેમ જે લખ્યું છે એ બિયોન્ડ રાઇટીંગ છે
આમજ લખતા રેહજો
Darshit said…
અદભુત !!! અને છેલ્લે કલરની સુંદર/ખાટીમીઠી ઓળખ...
દિલને ઓગાળતા ખયાલ... શબ્દોથી વહેતુ વ્હાલ..
એ પણ ઉત્તમ શબ્દો સાથે...
- દર્શિત.
Jignasa said…
too gud mam..super like..:)

Popular posts from this blog

Vidyanagar revealed : few snaps, many memories.....

BIRLA VISHVAKARMA MAHAVIDYALAYA   A PREMIER INSTITUTION OF  CVM FOUNDED IN  1948 Motto:  Work is Worship First Approved by Government as grant paid College More than  16000  engineers Graduated. Degrees offered –  B.E. ,  M.E.  and  PhD C-Cube....  A cyber cafe , a cafe , where one can enjoy his/her space as well as the food with friends!  A place i love the most!  the day when i had seen a new building of hotel in place of it, i remember , i had cried like have lost some one very dear! Ajay book stall :: A small store of books in 1999, is now a real big super book stall, where you can find any technical or non-technical book!  Its situated at nana bazar! Bhaikaka Library::  Almost all students have enjoyed reading in this huge library!  Nasta house ! jay yogeshwar nasta house!  chai/c...

મમતાજી બેનર્જી જી જવાબ આપો :: મહિલા અનામત કે મહિલા-આના-મત ?

" ભીલાડ ટુ ભીલાડ .... મોર્નિંગ ૮:૧૫ ટુ ઇવનિંગ ૮:૦૦ ... "અપ ડાઉન" કહો કે "કમ્યુટીંગ " ... એની એક મઝા પણ છે અને સજા પણ!  અને લકીલી છેલ્લા ૬ વર્ષ થી મને અપ ડાઉન ની જાહોજલાલી નસીબ છે!  અલબત્ત સોર્સ અને ડેસ્ટીનેશન સીટી બદલાતા રહે છે! પહેલા અમદાવાદ થી બરોડા વચ્ચે  અને હવે અંકલેશ્વર થી સુરત વચ્ચે  !  મિત્રો કહે છે તારી અડધી જિંદગી તો ટ્રેન માં જ જવાની!  એક રીઢા ગુનેગાર ને  જેમ જેલ ની સજા માં પણ એક મજા આવે છે... તેમ હું પણ આ ટ્રેન , રેલવે  સ્ટેશન, લેડીઝ  કંપાર્ટમેન્ટ  ની આદી થઇ ગઈ છું!  મારા ટ્રેન મિત્રો ની મારી જિંદગી માં એક ખાસ જગ્યા છે! સવાર સાંજ ટ્રેન માં એક જ કમપાર્ટમેન્ટ માં બેસવાથી એકબીજા સાથે એક અજીબ લાગણી નો સંબંધ બંધાઈ જાય છે અને જે વાતો-દુખ સગા ને નથી કરી શકતા તે ટ્રેન-ફ્રેન્ડ ને કરવા રૂટીન બને છે! દિવસ ના ૪ કલાક [જાગૃત અવસ્થા માં ] જ્યાં કુટુંબ સાથે રહેવા નથી મળતું ત્યારે જેમની સાથે  આ ૪ કલાક ગાળીએ છે એ મિત્રો સગા થી વિશેષ છે!  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~...

I think - We need to talk!

Time : 7.55 AM Venue: Drawing Hall, BVM [ i wonder how huge drawing rooms BVM has... its a real Engineering Institute! UNIQUE!] Scene :: Whole Drawing hall filled with Geeks.... today target is "OS- Operating System"! All Future Engineers are quite prepared well to crack internals , as it is first paper [ more energy, more preparation, more hopes... gradually it evaporates!] and the stronger reason was the faculty who teaches this subject! subject is taught by Prof. N.M.Patel, have no words to describe his intelligence! but how quick he is in learning n applying the gained knowledge, can be explained by a joke all BVMites cracked very often - " If Prof. N.M.Patel needs to learn Car driving, he will simply get 10-20 books titled as "Learn car driving in 24 hours" or similar, read it thorough and will drive smart enough to win a car race!" ... He was/is/will always be considered a GEM of BVM! "Your time starts now... start writing... All the be...