Skip to main content

કેક્ટસ કહે છે ....


“મને સહેજ ઉગવા દેશો?  મારા અસ્તિત્વ ને તમારા લાગણી-વિશ્વ માં મુકવા દેશો ?”
ક્યાંકથી નાનો સરખો , જરીક અમથો અવાજ આવ્યો., તીણો તીણો , ભાવ-ભીનો ...
કોઈ નાનું સરખું પુષ્પ જેમ મહેકે , કોઈ ગર્ભસ્થ શિશુ દુનિયા ને અનુભવવા જેમ ચહેકે ...
મુજ ખાલી હૈયે કોણે સાદ કર્યો? મારા ભાવ- વિશ્વ માં ઉગવા કોણે સંવાદ કર્યો?
આમ-તેમ જોયું , કોઈ જણાયું નહિ...

એક દિવસ અચાનક એક નાનો સરખો તુલસી નો છોડ ઉગી નીકળ્યો, લાગણીઓ ના રોપામાં..
જાણે પ્રભુએ સુણી સૌ પ્રાર્થના અને મને જ ફરી ઉગાડી દીધી નવા ચોગા માં...
લાગણી , પ્રેમ, હુંફ ને ઘણું બધું .. , કેમ કહું કેટ-કેટલી સંવેદનાઓ પણ સીંચી ..

કલરવ, ગુંજારવ અને કલશોર ... જ્યારથી મહેક્યો મારો તુલસી નો છોડ..
હૃદ-ધરતી થઇ લીલી- છમ્મ ... અને અસ્તિત્વ જાણે થયું આજે સફળ અને પુરા થયા બધા કોડ..

એક-દિવસ એક અણ -ધારી વાત બની , સહેજ અમથી ઘટના થી પણ જાણે કાળી ડિબાંગ રાત બની ..
મારા વ્હાલ ના દરિયા ને એક નજીક નું કુંડું ગમી ગયું , નવેસરથી ઉગવા જાણે એનું દિલ થનગની ગયું..
ભારે હૈયે એને વળાવી નવા વિશ્વમાં ... એની ખુશીઓ પ્રાર્થી વળાવ્યુ હૈયું અને પરોવ્યું મન આં ફાની વિશ્વમાં..

ફરી દુનિયા બની બેરંગી ને સુની , પણ દુનિયા નો ક્રમ છે – એમ વિચારી જેમ તેમ વળાવ્યુ હૈયું  ..
એક, બે, ત્રણ કરતા કરતા વીત્યો એક અરસો .. મારો વ્હાલ નો દરિયો કેમ છે એ જાણવા મ્હાય્લો તરસ્યો..

જરાક અહી આવી હતી, ને થયું લાવ મળતી જાઉં, બહાને બહાને મારા હૈયાના કટકા ને એક વાર મન ભરી નીરખી જાઉં..
આમ જોયું તેમ જોયું, ક્યાંય કેમ કોઈ ચહલ- પહલ નથી? – ક્ચવાયુ  મન, રઘવાયી થયી સંવેદનાઓ, કૈક અમંગળ ના એંધાણ થી ..

આવો , આવો... બૌ દિવસે, ભૂલા પડ્યા  ... તમારી તુલસી ને નવી જગા એ ઉગાડી ને – તમે તો છુટા થયા..
તમે તો એને ઉગાડી ગયા, અમારા બગીચે એની સજાવી ગયા.. ઠગાઈ કરી તમે – એના ગુણો ગણાવીને ..
નથી એ સોમ્ય, ગુણીયલ કે સારી.. કળે  છે અમને, નડે છે અમને .. ભોંકાય છે અમને , તમારી એ લાગણી ની સરવાણી ..

ફરિયાદ સાંભળી , ચોક્યું હૈયું... રડી ઉઠ્યું , સહેમી  ઉઠ્યું... ને એક અવાજે બોલ્યું- ના બિલકુલ શક્ય નથી !
ઉતાવળે જયારે પહોંચી હું એ કુંડા પાસે જ્યાં રોપ્યો હતો મારો તુલસી નો  ક્યારો  ..
આંખો ફાટી ગઈ જોઈને ત્યાં કેક્ટસ ...




નિશબ્દ , સ્થિર, સ્થિતપ્રજ્ઞ , જડવત વિચારી રહી...
કેટ-કેટલી વેદના , રોષ, અન્યાય ની ગરમી ને તાપ સહ્યા હશે મુજ બાળ એ ,
કેટ-કેટલું મથી હશે ઉગવા , પાંગરવા ને મહેકવા-ચહેક્વા ...
અને એજ વ્હાલ, પ્રેમ અને લાગણી થી વળગી ફરી હું એ કેક્ટસ ને..

~~ Bhumika :)

Comments

Popular posts from this blog

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...

Vidyanagar revealed : few snaps, many memories.....

BIRLA VISHVAKARMA MAHAVIDYALAYA   A PREMIER INSTITUTION OF  CVM FOUNDED IN  1948 Motto:  Work is Worship First Approved by Government as grant paid College More than  16000  engineers Graduated. Degrees offered –  B.E. ,  M.E.  and  PhD C-Cube....  A cyber cafe , a cafe , where one can enjoy his/her space as well as the food with friends!  A place i love the most!  the day when i had seen a new building of hotel in place of it, i remember , i had cried like have lost some one very dear! Ajay book stall :: A small store of books in 1999, is now a real big super book stall, where you can find any technical or non-technical book!  Its situated at nana bazar! Bhaikaka Library::  Almost all students have enjoyed reading in this huge library!  Nasta house ! jay yogeshwar nasta house!  chai/c...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...