Skip to main content

તુ પાછી ના આવે ?


મારી વાયરલેસ વડીલ  ... [પીનલ પટેલ ....] 

"આજે તુ નથી એ બહુ વાગ્યું, બહુ બળ્યું ..
તુ દુર દુર ઉડી ગઈ એના કેટલા દિવસો , વર્ષો થયા એની ગણતરી કદાચ આજે સમજાઈ ...
તો પણ ખબર નહિ કેમ હજુ પેલા તે શિખવાડેલા વાયરલેસ ના દાખલા આવડતા નથી..
એ સીખ્વાડવા .... તુ  પાછી  ના આવે? 

તારી સાથે જોયેલા બધા મુવીસ ને  તારી સાથે કરેલી એ બધી મસ્તીઓ હજી પણ તાજી છે ..
પણ છતાં તારા જન્મ દિવસ પર આપડે "અગલી ઓર પગલી" જોવા કેમ ગયા હતા એ સમજાતું નથી!!
એ સમ્ઝાવવા .... તુ પાછી ના આવે ?

તારી સાથે ચટાકા ભેર ખાધેલી પાવ-ભાજી , ઢોસા  હવે ખબર નઈ કેમ પહેલા જેવા ભાવતા નથી! 
અને તારા સીખવાડેલા  ખમણ હજી બનવું ત્યારે પાણી માં તારે છે , ડૂબતા નથી ! 
એ જોવા ને ચાખવા ... તુ પાછી ના આવે ? 

મારા કીધા વિના હમેશા તુ જેને સમજી જતી હતી એ સમજવા  ...
ને જયારે હું ઇમોશનલ ફૂલ બનું ... ત્યારે "જો પાછા , તમે ક્યારે સુધરસો ?" એમ કહેવા ... 
તુ પાછી ના આવે ? "

--એ જ તારી ..  ખમણ શિષ્ય અને કમ્પાઈલર ગુરુ 

Comments

Anonymous said…
khub saras chhe... aa photo joi ne ADIT ni yaad aavi gae...