Skip to main content

દીકરી દેવો ભવ - પૂ. મોરારીબાપુ [must read!]


મારી દષ્ટિએ મા એ મમતાનીમૂર્તિ છે, પિતા વાત્સલ્યમૂર્તિ છે, પરંતુ દીકરી એ દયાની મૂર્તિ છે. એ મમતા છોડીને પતિગૃહે જાય છે. એના વાત્સલ્યનું સ્થાન પણ બદલાતું હોય છે, પરંતુ એનું દયાપણું અકબંધ રહે છે. અને તે ખાસ કરીને પિતા તરફથી એની દયા, મારા અનુભવમાં ખૂબ જ વિશેષ હોય છે.
દીકરી જીવનની તમામ ઘટનાઓને પોતાના વિવેક અને મા-બાપના સંસ્કારના બળે સહી લેતી હોય છે, જીરવી લે છે, પરંતુ એના બાપને કાંઈ થાય એ એના માટે સદાય અસહ્ય હોય છે. કોઈ એને કહે કે તારા પિતાની તબિયત બરાબર નથી. બસ, દીકરીની સ્થિતિ દીકરી જ જાણે.


મારી સમજ કાંઈક એવી છે કે પુત્ર એ પિતાનું રૂપ છે, પરંતુ પુત્રી એ તો પિતાનું સ્વરૂપ છે. પુત્રએ બાપનો હાથ છે, પરંતુ દીકરી એ બાપનું હૈયું છે. અને એટલે જ તો બાપ જ્યારે કન્યાદાન આપતો હોય ત્યારે, એ દીકરીનો હાથ જમાઈના હાથમાં આપતો હોય છે, પરંતુ વાસ્તવમાં તો એ પોતાનું હૈયું જ આપતો હોય છે. અને એટલે જ તો આપણા સમર્થ લોકકવિ શ્રી દાદભાઈએ કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગ્યોઆવી અનુભૂત વાત ગાઈ છે.


દીકરીને વળાવે ત્યારે બાપની ઉંમર હોય એના કરતાં થોડાં વરસ વધી ગઈ હોય એવું અનુભવાય અને લોકોને લાગે પણ, પરંતુ એ જ દીકરી સાસરેથી બાપને મળવા આવે ત્યારે બાપ પાછો હોય એટલી ઉંમરવાળો દેખાય અને ગામડાંમાં તો દોડી પડે, મારો બાપ આવ્યો….મારો દીકરો આવ્યો….
એમાંય દીકરીને ત્યાં બાળકમાં દીકરીનો જન્મ થાય ત્યારે બાપ વધારે નાનો (નાના) થઈ જતો હોય છે. જુવાન દીકરી વૃધ્ધ બાપની મા બની જતી હોય છે. અને મા જેમ બાળકને આગ્રહ કરીને જમાડે, સાચવે વગેરે ભાવ દીકરી બાપ તરફ વહાવતી હોય છે. એટલે દીકરીવાળો બાપ ક્યારેય નમાયો નથી હોતો.


ઘરથી દૂર હોવાનું મારે ખૂબ બને છે. કુટુંબીજનો મારા સાંનિધ્યથી દૂર હોય છે, પણ તેનાથી લાગણીનાં બંધનો વધુ મજબૂત થયાં છે. મારી દષ્ટિએ એ અપવાદ પણ હોઈ શકે, કારણકે હું શરિરથી બહાર ફરતો હોઉં છું, પણ મનથી તેમના તરફ અને એ લોકો મારા તરફ વધારે રહ્યાં છે. એથી અમારું મમતાનું બંધન વધુ મજબૂત થયું છે. અને મારું રામકથાનું જે આ સતત અભિયાન છે, આ પરંપરા છે, મિશન છે, તેમાં સમગ્ર પરિવારનું બહુ જ મોટું યોગદાન છે. નહીંતર મને બરાબર યાદ છે, મારી સૌથી નાની દીકરી શોભના, નાની હતી ત્યારે વડોદરાની કથામાં હું જઈ રહ્યો હતો. મારો નિયમ છે કે હું કથામાં જાઉં ત્યારે બધાં બાળકોને મળીને જાઉં. વહેલું નીકળવાનું હોય તો તેમને જગાડીને કહેતો જાઉં કે બેટા, હું જાઉં છું. એક વખત શોભનાએ મને પૂછેલું; ત્યારે મને આંસુ આવી ગયાં. પ્રશ્ન ખૂબ જ કરૂણાથી ભરેલો હતો. એણે મને એમ જ પૂછયું, “આ બધી કથાઓ મોટા ભાઈ તમારે જ કરવાની છે ?” શોભના મને મોટા ભાઈ કહે છે. ત્યારે હું સમજી શક્યો હતો કે એને મારું અહીંથી જવું ગમતું નથી. પણ મારા જીવનકાર્યમાં શોભનાનો ખૂબ સહયોગ રહ્યો છે.
રામચરિત માનસમાં લખ્યું છે – “પુત્રી પવિત્ર કિયેઉ કુલ દોઉયાનિ પુત્ર બાપના એક જ કુળને તારે છે, પરંતુ દીકરી બન્ને કુળને, એટલું જ નહીં, ત્રણેય કુળને તારતી હોય છે. ગંગાજીના ત્રણ મહત્વના વિશેષ પાવન સ્થાનો હરિધ્વાર, પ્રયાગ અને ગંગાસાગર. દીકરીરૂપી ગંગા માટે અથવા ગંગા જેવી દીકરી માટે, મા હરિધ્વાર છે, બાપ પ્રયાગ છે અને પતિ ગંગાસાગર છે. એ ત્રણેયને ધન્ય અને પવિત્ર કરે છે આવું મારું દર્શન છે.
હા, દેશ, કાળ અને વ્યકિતને લીધે આમાં અપવાદો હોઈ શકે, પરંતુ મારી અંત:કરણની પ્રવૃત્તિ આવું કહે છે :

દીકરી (દુહિતા) દેવો ભવ’.

Comments

Bhumika said…
yeah.. pujya moraribapu has said it so simply!
Minal said…
It's always been a pleasure to hear him. So emotional & truly said. :)

Popular posts from this blog

Vidyanagar revealed : few snaps, many memories.....

BIRLA VISHVAKARMA MAHAVIDYALAYA   A PREMIER INSTITUTION OF  CVM FOUNDED IN  1948 Motto:  Work is Worship First Approved by Government as grant paid College More than  16000  engineers Graduated. Degrees offered –  B.E. ,  M.E.  and  PhD C-Cube....  A cyber cafe , a cafe , where one can enjoy his/her space as well as the food with friends!  A place i love the most!  the day when i had seen a new building of hotel in place of it, i remember , i had cried like have lost some one very dear! Ajay book stall :: A small store of books in 1999, is now a real big super book stall, where you can find any technical or non-technical book!  Its situated at nana bazar! Bhaikaka Library::  Almost all students have enjoyed reading in this huge library!  Nasta house ! jay yogeshwar nasta house!  chai/c...

મમતાજી બેનર્જી જી જવાબ આપો :: મહિલા અનામત કે મહિલા-આના-મત ?

" ભીલાડ ટુ ભીલાડ .... મોર્નિંગ ૮:૧૫ ટુ ઇવનિંગ ૮:૦૦ ... "અપ ડાઉન" કહો કે "કમ્યુટીંગ " ... એની એક મઝા પણ છે અને સજા પણ!  અને લકીલી છેલ્લા ૬ વર્ષ થી મને અપ ડાઉન ની જાહોજલાલી નસીબ છે!  અલબત્ત સોર્સ અને ડેસ્ટીનેશન સીટી બદલાતા રહે છે! પહેલા અમદાવાદ થી બરોડા વચ્ચે  અને હવે અંકલેશ્વર થી સુરત વચ્ચે  !  મિત્રો કહે છે તારી અડધી જિંદગી તો ટ્રેન માં જ જવાની!  એક રીઢા ગુનેગાર ને  જેમ જેલ ની સજા માં પણ એક મજા આવે છે... તેમ હું પણ આ ટ્રેન , રેલવે  સ્ટેશન, લેડીઝ  કંપાર્ટમેન્ટ  ની આદી થઇ ગઈ છું!  મારા ટ્રેન મિત્રો ની મારી જિંદગી માં એક ખાસ જગ્યા છે! સવાર સાંજ ટ્રેન માં એક જ કમપાર્ટમેન્ટ માં બેસવાથી એકબીજા સાથે એક અજીબ લાગણી નો સંબંધ બંધાઈ જાય છે અને જે વાતો-દુખ સગા ને નથી કરી શકતા તે ટ્રેન-ફ્રેન્ડ ને કરવા રૂટીન બને છે! દિવસ ના ૪ કલાક [જાગૃત અવસ્થા માં ] જ્યાં કુટુંબ સાથે રહેવા નથી મળતું ત્યારે જેમની સાથે  આ ૪ કલાક ગાળીએ છે એ મિત્રો સગા થી વિશેષ છે!  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~...

I think - We need to talk!

Time : 7.55 AM Venue: Drawing Hall, BVM [ i wonder how huge drawing rooms BVM has... its a real Engineering Institute! UNIQUE!] Scene :: Whole Drawing hall filled with Geeks.... today target is "OS- Operating System"! All Future Engineers are quite prepared well to crack internals , as it is first paper [ more energy, more preparation, more hopes... gradually it evaporates!] and the stronger reason was the faculty who teaches this subject! subject is taught by Prof. N.M.Patel, have no words to describe his intelligence! but how quick he is in learning n applying the gained knowledge, can be explained by a joke all BVMites cracked very often - " If Prof. N.M.Patel needs to learn Car driving, he will simply get 10-20 books titled as "Learn car driving in 24 hours" or similar, read it thorough and will drive smart enough to win a car race!" ... He was/is/will always be considered a GEM of BVM! "Your time starts now... start writing... All the be...